Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લી પોલીસે શામળાજીમાં ₹9.15 કરોડનો દારૂ નાશ કર્યો:મોડાસા ડિવિઝનના 6 પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા જથ્થા પર રોલર ફેરવાયું

    14 hours ago

    અરવલ્લી પોલીસે શામળાજી ખાતે ₹9.15 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નાશ કર્યો છે. આ દારૂ મોડાસા ડિવિઝનના છ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો હતો. નિયમો અનુસાર આ દારૂ પર રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો. શામળાજી સ્થિત જીએસટી મેદાનમાં દારૂ નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક (DySP) અને મોડાસા પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 304 પ્રોહિબિશન ગુનાઓમાં ઝડપાયેલો આ દારૂનો જથ્થો મેદાનમાં ગોઠવવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લો રાજસ્થાન સરહદ પર આવેલો હોવાથી અહીંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના અનેક પ્રયાસો થાય છે. પોલીસે આવા પ્રયાસોને નિષ્ફળ બનાવીને આ દારૂ જપ્ત કર્યો હતો. દારૂ નાશ કરવાની કામગીરી દરમિયાન 7 પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    એથરના વેરહાઉસમાં આગની દુર્ઘટના બાદ ક્લોઝર નોટિસ ફટકારાઈ:રોડ સાઇડ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગ એથર ઇન્ડસ્ટ્રીના ગોડાઉનમાં ફેલાયાનો રિપોર્ટ
    Next Article
    Ahmedabad Bomb Threat | અમદાવાદ ગ્રામ્ય કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment