Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹80 લાખનો ડ્રેસ અને કરોડોની જ્વેલરી!:ઓસ્કરમાં ઈશા અંબાણી અને પ્રિયંકાનો 'રોયલ ઠાઠ' જોઈ હોલિવૂડની આંખો અંજાઈ; 'દેશી ગર્લ'ના વિદેશી પતિની હિન્દુ આસ્થા દેખાઈ

    13 hours ago

    હોલિવૂડનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ શો ‘ઓસ્કર 2026’ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં ધામધૂમથી યોજાયો. આ વર્ષે રેડ કાર્પેટ પર માત્ર હોલિવૂડ જ નહીં, પરંતુ ભારતીય સેલેબ્સ પણ લાઈમલાઈટમાં રહ્યા. બિઝનેસ વુમન ઈશા અંબાણીથી લઈને ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા સુધી, દરેકના લુકની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. ઈશા અંબાણીએ લૂંટી લાઈમલાઈટ ઈશા અંબાણીએ પતિ આનંદ પીરામલ સાથે ઓસ્કરના રેડ કાર્પેટ પર શાનદાર ડેબ્યૂ કર્યું. ઈશાના ગાઉન પર મલ્ટી કલરની ફ્લોરલ એમ્બ્રોઈડરી કરવામાં આવી હતી. તેના લુકમાં જેણે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું તે હતું લોરેન શ્વાર્ટઝનું ડાયમંડ પૂરિત વેલ્વેટ ચોકર અને સ્ટેટમેન્ટ ઈયરરિંગ્સ. સબટલ મેકઅપ અને ક્લાસી હેરસ્ટાઈલમાં ઈશા અત્યંત ગ્રેસફુલ લાગી રહી હતી. ઈશાએ વેલેન્ટિનોના ફોલ 2006 કોચર કલેક્શનનું વિન્ટેજ બ્લેક અને ક્રીમ સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યું હતું. વેલેન્ટિનોના કોચર ગાઉનની કિંમત સામાન્ય રીતે આશરે ₹40 લાખ થી ₹80 લાખની વચ્ચે હોય છે. લોરેન શ્વાર્ટઝનું ડાયમંડ ચોકર પહેર્યું હતું. આ બ્રાન્ડની જ્વેલરી કરોડોમાં હોય છે. અંદાજે આ જ્વેલરી સેટની કિંમત ₹5 થી ₹10 કરોડ કે તેથી વધુ હોઈ શકે છે. પ્રિયંકા ચોપરા બની પ્રેઝન્ટર, નિક જોનાસનો ‘દેશી’ અંદાજ પ્રિયંકા ચોપરા આ વખતે ઓસ્કરમાં એવોર્ડ પ્રેઝન્ટર તરીકે જોવા મળી હતી. તેણે Diorનું સુંદર વ્હાઇટ સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યું હતું, જેમાં ફેધર ડિટેલિંગ અને હાઈ સ્લિટ હતી. જોકે, સોશિયલ મીડિયા પર પ્રિયંકાના પતિ નિક જોનાસે વધારે વાહવાહી મેળવી. નિક જોનાસના કાંડા પર લાલ રંગનું રક્ષા સૂત્ર જોવા મળ્યું હતું, જે જોઈને ભારતીય ચાહકો ખુશ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર નિકના આ 'દેશી ટચ'ના ખૂબ વખાણ થઈ રહ્યા છે. પ્રિયંકાનાં કસ્ટમ-મેડ વ્હાઈટ ગાઉનની કિંમત આશરે ₹80 લાખથી ₹1.6 કરોડની આસપાસ હોઈ શકે છે. પ્રિયંકાએ બુલગારીનો ડાયમંડ નેકલેસ પહેર્યો હતો. બુલગારીના હાઈ-જ્વેલરી કલેક્શનની કિંમત ઘણીવાર ₹10 કરોડથી શરૂ કરીને ₹50 કરોડ સુધી પહોંચી શકે છે. પ્રિયંકા ચોપરાનું રિએક્શન વાઈરલ પ્રિયંકા ચોપરા ઓસ્કરમાં સ્પેનિશ એક્ટર જવિઅર બાર્ડેમ સાથે બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મનો એવોર્ડ આપવા માટે સ્ટેજ પર આવી હતી. પ્રેઝન્ટેશન દરમિયાન, જવિઅરે "માઇક-ડ્રોપ" સ્પીચ આપી, તેણે કહ્યું કે- ‘નો ટૂ વોર એન્ડ ફ્રી પેલેસ્ટાઈન.’ જવિઅર બાર્ડેમના આ નિવેદન પર, એક તરફ ડોલ્બી થિયેટર તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું, તો બીજી તરફ, તેમની બાજુમાં ઉભેલી પ્રિયંકા ચોપરાએ સંમતિમાં માથું હલાવ્યું. જે સોશિયલ મીડિયા પર હાલ વાઈરલ થઈ રહ્યું છે. ધર્મેન્દ્રને ટ્રિબ્યુટ ન મળતા ચાહકોમાં રોષ નવેમ્બર 2025માં હિન્દી સિનેમાના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનું અવસાન થયું હતું. ભારતીય ચાહકોને અપેક્ષા હતી કે ઓસ્કરના ‘ઇન મેમોરિયમ’ સેગમેન્ટમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. પરંતુ આ લિસ્ટમાં તેમનું નામ ન હોવાને કારણે સોશિયલ મીડિયા પર લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, અગાઉ BAFTA એવોર્ડ્સમાં તેમને સન્માન આપવામાં આવ્યું હતું. , ઓસ્કર એવોર્ડ 2026 સંબંધિત આ સમાચાર પણ વાંચો… પ્રિયંકા ચોપરાએ રચ્યો ઈતિહાસ; માઈકલ જોર્ડન બેસ્ટ એક્ટર, જેસી બકલે બેસ્ટ એક્ટ્રેસ; લિયોનાર્ડોની ફિલ્મે સૌથી વધુ 6 જીત્યા 98 ઓસ્કર એવોર્ડ સેરેમની લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાઈ હતી. લિયોનાર્ડો ડી. કેપ્રિયોની ફિલ્મ ‘વન બેટલ આફ્ટર અધર’ને બેસ્ટ પિક્ચરનો એવોર્ડ મળ્યો હતો. ઉપરાંત આ ફિલ્મે સૌથી વધુ છ એવોર્ડ જીત્યા.જુઓ સંપૂર્ણ યાદી
    Click here to Read More
    Previous Article
    Who is Kimi Antonelli: The teenager taking Formula One by storm with Chinese GP win
    Next Article
    દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે ફ્યૂલ ટેન્ક પર હુમલો:અનેક ફ્લાઇટ્સ ડાયવર્ટ; ટ્રમ્પે કહ્યું- NATO હોર્મુઝ ખુલ્લું રાખવામાં મદદ કરે, નહીં ખરાબ હાલત થશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment