Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ₹8 લાખની લાંચ લેતા ઓડિટ અધિકારી ઝડપાયા:અમદાવાદના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર વિનસકુમાર સાવરીયાના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર

    6 hours ago

    જામનગરમાં રૂ. 8 લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ના છટકામાં ઝડપાયેલા અમદાવાદના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર વિનસકુમાર અમરચંદ સાવરીયાના અદાલતે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ લાંચ પ્રકરણમાં અન્ય કોઈ અધિકારીની સંડોવણી છે કે કેમ અને આરોપીએ અગાઉ પણ અન્ય કરદાતાઓ પાસેથી લાંચ માગી હતી કે કેમ, તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આ હુકમ કર્યો છે. અન્ય કોઈની સંડોવણી છે કેમ તેના માટે રિમાન્ડ મગાયા આરોપી વિનસકુમારને આજે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસનીશ અધિકારી વતી સરકારી વકીલે રિમાન્ડની માગણી કરતા રજૂઆત કરી હતી કે, આટલી મોટી રકમની લાંચમાં કચેરીના અન્ય કોઈ વ્યક્તિ કે અધિકારી સામેલ છે કે કેમ તેની તપાસ કરવી અનિવાર્ય છે. વધુમાં, આરોપીએ જામનગરમાં અન્ય વેપારીઓ, પેઢીઓ કે કરદાતાઓનો સંપર્ક કરીને આ જ પ્રકારે લાંચની માગણી કરી હતી કે કેમ અને કોઈની સાથે સાંઠગાંઠ હતી કે કેમ, તે જાણવા માટે પોલીસ કસ્ટડી જરૂરી છે. કચેરીની ભૂમિકા માત્ર ક્વેરી અંગે જાણ કરવા પૂરતી હોવા છતાં આરોપીએ સીધો ફરિયાદીનો સંપર્ક કરીને રૂ. 8 લાખ માગ્યા હતા. અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. શું હતો સમગ્ર મામલો? ફરિયાદીની કંપનીના વર્ષ 2024-25ના ઇન્કમટેક્સ રિટર્ન અંગેની ક્વેરીનું નિરાકરણ થઈ ગયા બાદ એસેસમેન્ટ ઓડિટ ફરી ન ખોલવા માટે વિનસકુમારે રૂ. 8 લાખની લાંચ માગી હતી. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે ACB નો સંપર્ક કર્યો હતો. જેના આધારે 22 નવેમ્બરે જામનગર-રાજકોટ હાઇવે પર ઇન્કમટેક્સ કચેરી નજીક છટકું ગોઠવવામાં આવ્યું હતું, જ્યાં વિનસકુમાર પોતાની કારમાં લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    રસ્તાના કામોમાં હલકી ગુણવત્તા સામે કડક કાર્યવાહીની તૈયારી:નિષ્ક્રિય ‘રોડ વિજિલન્સ સેલ’ તાત્કાલિક ફરી શરૂ કરવા સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલનો મ્યુનિ. કમિશનરને આદેશ
    Next Article
    NewsClick के ख़िलाफ़ FIR ख़ारिज, ED को क्या-क्या सुनाया अदालत ने?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment