Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનું આજે ₹799 મોંઘું, ₹1.49 લાખે પહોંચ્યું:ચાંદી ₹1519 વધીને ₹2.22 લાખે પહોંચી; જાણો તમારા શહેરનો સોનાનો ભાવ

    9 hours ago

    સોના-ચાંદીના ભાવમાં આજે 1 ઑક્ટોબરે તેજી જોવા મળી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, 10 ગ્રામ 24 કેરેટ સોનું 799 રૂપિયા વધીને 1.49 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. આ પહેલાં 30 સપ્ટેમ્બરે તેનો ભાવ 1.48 લાખ રૂપિયા હતો. બીજી તરફ, એક કિલો ચાંદી 1519 રૂપિયા વધીને 2.22 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે બુધવારે 2.22 લાખ રૂપિયા હતી. અલગ-અલગ શહેરોમાં સોનાના ભાવ અલગ હોવાના 4 કારણો આ વર્ષે સોનું ₹15,488 મોંઘું અને ચાંદી ₹8,466 ઘટી આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 2026માં અત્યાર સુધી સોનું 15,488 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે. જ્યારે ચાંદી 8,466 રૂપિયા સસ્તી થઈ છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનું 1.33 લાખ રૂપિયા પર હતું, જે હવે 1.49 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. જ્યારે, 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદી 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે ઘટીને 2.22 લાખ રૂપિયા પર આવી ગઈ છે. આ દરમિયાન 29 જાન્યુઆરીએ સોનું 1.76 લાખ રૂપિયા અને ચાંદી 3.86 લાખ રૂપિયા ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો અસલી ચાંદીની ઓળખ કરવાની 4 રીતો -------------------------------------- આ સમાચાર પણ વાંચો... ભારતીય ઘરોમાં દેશની GDP કરતાં વધુનું સોનું: 34,600 ટન સોનાની કિંમત ₹450 લાખ કરોડ, દેશની GDP ₹370 લાખ કરોડ ભારતીય પરિવારો પાસે રહેલા કુલ સોનાની કિંમત 5 ટ્રિલિયન ડૉલર (₹450 લાખ કરોડ)ને પાર થઈ ગઈ છે. આ આંકડો દેશની કુલ 4.1 ટ્રિલિયન ડૉલર એટલે કે 370 લાખ કરોડ રૂપિયાની GDP કરતાં પણ વધારે છે. સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાને કારણે આવું થયું છે. મોર્ગન સ્ટેનલીના એક અહેવાલ અનુસાર ભારતીય ઘરોમાં આશરે 34,600 ટન સોનું જમા છે.
    Click here to Read More
    Previous Article
    क्यों हुआ IPS बुशरा का तबादला, बंगाल सरकार देगी जवाब?
    Next Article
    ઇથોપિયામાં બંધક ઉત્તર ગુજરાતના ત્રણેય જણા ઘરે પહોંચ્યાં:ગામ પહોંચ્યા બાદ ત્રણેયે પહેલા માતાજીના દર્શન કર્યા, વિદેશ મંત્રાલયના પ્રયાસોથી એજન્ટોએ ખંડણી વિના છોડ્યાં

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment