Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાયોડાયવર્સિટી પાર્કમાં દારૂની મહેફિલ અને વિવાદ બાદ મનપા જાગી:પાર્કની જાળવણી હવે ખાનગી એજન્સી કરશે, વિવાદો બાદ ₹79 લાખના ખર્ચે મેઇન્ટેનન્સ સોંપવા દરખાસ્ત

    7 hours ago

    સુરત મહાનગરપાલિકા સંચાલિત બાયોડાયવર્સિટી પાર્કમાં અગાઉ સુરક્ષા અને સ્વચ્છતાના અભાવે ભારે વિવાદો સર્જાયા હતા. પાર્કમાં સુરક્ષા વ્યવસ્થા નહિવત હોવાથી અસામાજિક તત્વોનો ખુલ્લેઆમ અડ્ડો જામ્યો હતો, જ્યાં દારૂની મહેફિલો, ગંદકીના ઢગલા અને લાઇટ ચોરી જેવી ગેરપ્રવૃત્તિઓની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર બેદરકારીને ધ્યાને લઈને શાસકોએ રૂબરૂ સ્થળ તપાસ કરી અધિકારીઓનો જોરદાર ઉધડો લીધો હતો. આ વિવાદો બાદ આખરે તંત્ર મોડે મોડે હરકતમાં આવ્યું છે અને ઉધના ઝોન દ્વારા પાર્કની યોગ્ય જાળવણી તથા સુરક્ષા માટે ઝોન-D અને ઝોન-B3 ની 12 માસની હોર્ટીકલ્ચર મેઇન્ટેનન્સની કામગીરી ખાનગી એજન્સીને સોંપવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ગાર્ડનિંગ અને તળાવની સફાઈ માટે ₹83 લાખનું એસ્ટીમેટ પ્રાપ્ત વિગતો અનુસાર, પાર્કના આ બંને ઝોનની જાળવણી માટે અંદાજિત 83 લાખ રૂપિયાના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે પૈકી ઝોન-B3 માં 1,10,885 ચોરસ મીટર ગાર્ડનિંગ એરિયા, 6,200 ચોરસ મીટર સફાઈ વિસ્તાર તથા 11,100 ચોરસ મીટર લેક ક્લિનિંગની કામગીરી સામેલ છે, જેના માટે વાર્ષિક 35.73 લાખ રૂપિયાની સૌથી નીચી ઓફર આવી છે. બીજી તરફ, ઝોન-D માં 1,34,006 ચોરસ મીટર ગાર્ડનિંગ એરિયા, 4,845 ચોરસ મીટર સફાઈ વિસ્તાર તેમજ 18,200 ચોરસ મીટર લેક ક્લિનિંગ માટે 43.33 લાખ રૂપિયાની સૌથી નીચી ઓફર પ્રાપ્ત થઈ છે. સ્થાયી સમિતિની મંજૂરી બાદ મુલાકાતીઓને મળશે સુંદર વાતાવરણ આમ, બંને ઝોન મળીને કુલ 79.06 લાખ રૂપિયાના વાર્ષિક ખર્ચે ગાર્ડનિંગ, સફાઈ અને તળાવની સંપૂર્ણ જાળવણી ખાનગી એજન્સીઓને સોંપવા અંગેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. આ દરખાસ્ત પર હવે સુરત મનપાની સ્થાયી સમિતિ દ્વારા આખરી મહોર મારવામાં આવશે. સમિતિની મંજૂરી મળતાં જ એજન્સીઓને કામ સોંપી પાર્કને અસામાજિક તત્વોના ઉપદ્રવથી મુક્ત કરી મુલાકાતીઓ માટે સ્વચ્છ અને સુંદર વાતાવરણ પૂરું પાડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    હજારો વાહનચાલકો હાલાકી ભોગવશે:હરિહર ચોક ખુલ્યો ત્યાં હવે કસ્તુરબા રોડ બંધ થશે, વૈકલ્પિક માર્ગો જાહેર; ડેમ સાઈડ પર ઓછો વરસાદ
    Next Article
    Nandigram Seat से Congress प्रत्याशी Milan Pradhan को मिल सकती है राहत! TMC | Mamata | BJP | Suvendu

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment