Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    '₹75 લાખનું બેગ! ક્યાંથી ચોરી કરી?':બોલિવૂડના લાડકા ઓરીનું લાખોનું બેગ જોઈ રોહિત શેટ્ટી ચક્કર ખાઈ ગયો, લક્ઝુરિયસ બેગે 'ખતરોં કે ખિલાડી' માથે લીધું

    1 day ago

    બોલિવૂડનો લાડલો ઓરહાન અવાત્રામણી એટલે કે ઓરીએ ટીવીમાં ડેબ્યૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર પોતાની લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ માટે જાણીતો ઓરી સ્ટન્ટ રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી'માં પણ પોતાની લક્ઝરી વસ્તુ દેખાડવાની એક તક છોડી રહ્યો નથી. નવા સીઝનમાં તેના લક્ઝુરિયસ બેગ્સનું કલેક્શન જોઈને 'સિંઘમ' ડિરેક્ટર રોહિત શેટ્ટી પણ સ્તબ્ધ રહી ગયો હતો. ‘સાંભળ્યું છે બેગ ₹71 લાખની છે?’ 'ખતરોં કે ખિલાડી'ના એક એપિસોડમાં વાતચીત દરમિયાન ડિરેક્ટર અને શોના હોસ્ટ રોહિત શેટ્ટીની નજર ઓરીના બેગ પર પડે છે. રોહિત ઓરીને પૂછે છે કે, 'સાંભળ્યું છે કે ઓરી પાસે ₹71 લાખની બેગ છે.' રોહિત શેટ્ટી હજુ તો વાત પૂરી કરે પહેલાં તો ઓરીએ કહ્યું, 'આ ₹71 લાખની નહીં પરંતુ ₹75 લાખની બેગ છે.' આટલું બોલતાં જ જાણે ચોરી પકડાઈ ગઈ હોય તેમ ઓરીએ હસતાં હસતાં મોં પર હાથ રાખી લીધો. ઓરીની 'હર્મીસ' બ્રાન્ડની સાઇડબેગની કિંમત સાંભળીને રોહિત શેટ્ટી પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયો. તેણે પોતાના રમુજી અંદાજમાં ઓરીને પૂછ્યું કે, 'ક્યાંથી ચોરી કરી છે?' 'શોના વિનરને પણ આટલા પૈસા નથી મળતા' બેગની કિંમત સાંભળીને માત્ર રોહિત શેટ્ટી જ નહીં પણ 'ખતરોં કે ખિલાડી'ના અન્ય સ્પર્ધકો પણ ચોંકી ગયા હતા. અવિષેક કુમારે હસતાં હસતાં કહ્યું કે, 'શો જીતનાર વિજેતાને પણ આટલી પ્રાઇઝ મની મળતી નથી.' ‘₹22 લાખનું ગુલાબી બેગ પણ ચર્ચાનો વિષય’ શો દરમિયાન ઓરી માત્ર આ ₹75 લાખનું એક જ બેગ લઈને નથી આવ્યો. અન્ય એક એપિસોડમાં તે એક પિંક 'હર્મિસ' સાઇડબેગ સાથે જોવા મળ્યો હતો. આ બેગ પર પણ રોહિત શેટ્ટીએ તેની સાથે મજાક કર્યો હતો. રોહિતે પૂછ્યું કે, 'આ બેગ કેટલા રૂપિયાની છે?' તો ઓરીએ પહેલાં તો તેને કહ્યું કે બેગ ₹22 હજારની છે. ઓરીની ₹22 હજાર બોલવાની રીત પર સૌ કોઈ મજાક ઉડાવી રહ્યા હતા. આ દરમિયાન ટીવીની રૂહી એટલે કે રૂહાનિકાએ તેને કહ્યું કે, 'તું ₹22 લાખ કહેવા માંગે છે?' જેના પર ઓરીએ પ્રતિક્રિયા આપી કે બેગ ₹22 લાખનું છે અને કહ્યું કે, 'આ તેની એક કિડનીની કિંમત જેટલી બેગ છે.' કોણ છે ઓરહાન અવત્રામણી? ઓરીને પહેલીવાર અંબાણી પરિવારના કાર્યક્રમો અને બોલિવૂડ હસ્તીઓ સાથે વેકેશન્સ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર તેના 2.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. ઓરીએ તાજેતરમાં કે કે ક્રિએશન સાથેના પોતાના પોડકાસ્ટમાં ખુલાસો કર્યો હતો કે, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સ્પોન્સર્ડ કન્ટેન્ટ તેની કમાણીનો મોટો હિસ્સો છે. તે એક રીલ માટે ₹76 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ લે છે. ઉપરાંત, ઓરી પ્રાઇવેટ ઇવેન્ટ્સમાં હાજરી આપવા માટે પણ મોટી ફી વસૂલે છે. ઓરી એક પાર્ટીમાં આવવા માટે ₹15થી 25 લાખ લે છે. આ સિવાય તેનું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ મજબૂત છે. તે એક શ્રીમંત પરિવારમાંથી આવે છે. તે અવારનવાર જાહ્નવી કપૂર, ખુશી કપૂર અને ઇન્ડસ્ટ્રીના અન્ય મોટા સિતારાઓ સાથે જોવા મળે છે. ઓરીએ અત્યાર સુધી બોલિવૂડના ઘણા હાઈ-પ્રોફાઈલ ઇવેન્ટ્સમાં પોતાની હાજરીથી એક ખાસ જગ્યા બનાવી લીધી છે. તે અવારનવાર પોતાના ક્રિપ્ટિક જવાબોને કારણે પણ ચર્ચામાં રહે છે. જુઓ બોલિવૂડ સેલેબ્સ સાથે ઓરીની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    Bankipur, Datia Bypoll Results 2026 LIVE: Prashant Kishor Achieves Electoral Victory In BJP Stronghold Of Bankipur; Congress Picks A Win
    Next Article
    'Unknown Gunmen' Have Killed Over 30 Lashkar Men In Pak: Terrorist On Camera

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment