Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોગસ દસ્તાવેજોથી હક કમી કરી ₹70 કરોડની છેતરપિંડી:મકરબા ગામની 115 વીઘા જમીનની બોગસ પાવર ઓફ એટર્ની બનાવી મૂળ વારસદારોના નામો કમી કરી નાખ્યાં

    6 hours ago

    અમદાવાદના મકરબા ગામમાં આવેલી 115 વીઘા જમીનમાં મૂળ માલિકો તથા પરિવારના સભ્યોની જાણ બહાર બોગસ દસ્તાવેજો બનાવી 70 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખેડૂતે 8 લોકો સામે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના પિતાનું 2022માં મૃત્યુ થયુ ખેડા જિલ્લામાં 54 વર્ષીય અમરતજી ઠાકોર ખેતીકામ કરે છે અને પત્ની અને બે સંતાનો સાથે રહે છે. 2022માં તેમના પિતાજી પ્રતાપજી ઠાકોરનું અવસાન થયું હતું. અમરતજી ઠાકોરના નાના ચુંડાજી બાપુજી ઠાકોરની અમદાવાદ ગ્રામ્યમાં મકરબા ગામની સીમમાં 115 વીઘા જમીન આવેલી હતી, જેની બજાર કિંમત અંદાજે રૂ.70 કરોડ આંકવામાં આવી રહી છે. ફરિયાદીએ કોરા કાગળો પર સહી કરવાની ના પાડી દીધી 2000ની સાલમાં અમરતજીના નાનાનું અવસાન નીપજ્યા બાદ 2003માં દિવાળી પછી અમરતજીના મામા, માસા સહિત ચાર લોકો અમરતજીના ઘરે આવ્યા અને મકરબા વાળી જમીનમાં વારસાઈ કરવાની છે, તેથી કોરા કાગળ પર પર તમારી સહી અને અંગુઠા કરી આપવાનું કહ્યું હતું. પરંતુ અમરતજીએ વારસાઈ ફોર્મ ભરીને લાવો અને તલાટીની રુબરૂમાં સહી કરી આપીશ તેમ જણાવ્યું હતું. આ વાત સાંભળીને ચારેય લોકો પરત જતા રહ્યા હતા. બે વકીલ સાથે ફરી આવી કાગળમાં સહી કરવા કહ્યું ત્યારબાદ થોડા દિવસ પછી ફરીથી અમરતજીના માસા પ્રહલાદજી ઠાકોર, ગીરીશભાઈ ત્રિવેદી તથા વિપુલ.એચ.રાવલ તમામ ભેગા થઈને અમરતજીના ઘરે આવ્યા હતા. ત્યારે તેમના માસાએ અમરતજીને જણાવ્યું કે, આ બંને એડવોકેટ છે અને ઉપરોક્ત સર્વે નંબરો વાળી જમીનમાં વારસાઈ કરવાની હોવાથી તમારી સહીઓ જોઈએ. આ વારસાઈનું કામ અરજન્ટ કરવાનું હોવાથી તમે સહી અને અંગુઠા કરી આપો. એટલે અમરતજીએ તેમના માસા તથા તેમની સાથે આવેલા લોકોને જણાવ્યું કે, મેં પહેલા પણ કોરા કાગળ પર સહીઓ કરવાથી ઇનકાર કર્યો હતો. તો તમે લોકો ફરીથી કેમ આવ્યા છો. વારસાઈમાં અન્યના નામ હોવાનું જાણ થતા તપાસ કરી એકાદ મહિનાં બાદ અમરતજીને જણાવા મળ્યું હતું કે, તેમની જાણ બહાર તેમની વડીલો પાર્જીત જમીનમાં વારસાઈમાં કેટલાક લોકોએ નામનો ઉમેરો કરી દીધો છે. આથી જમીનના કાગળીયા અને વારસાઈમાં કોના કોના નામનો ઉમેરો થયો છે તેની તપાસ કરવા તલાટીની ઓફિસે પહોંચ્યા. અહીં જણવા મળ્યું કે, 2023ના ડિસેમ્બરમાં અમરતજી તથા તેમના ભાઈ-બહેનોની સમંતિ લીધા વગર તેમની વારસાઈની જમીનમાં તેમનો હક્ક ઉઠાવી લેવામાં આવ્યો હતો અને અન્ય લોકોનો ઉમેરો પણ કરી દેવામાં આવ્યો હતો. 8 સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ આ અંગે અમરતજી કે તેમના સંબંધીઓ પાસેથી મૌખિક કે લેખિત પરવાનગી લેવામાં આવી ન હતી. એટલે અમરતજીએ આ મામલે મકરબા તલાટીને અરજી આપી હતી, કે અમારી મૌખિક કે લેખિત મંજુરી લીધા કે પરવાનગી લીધા વિના અમારા પરિવારના સભ્યોની ખોટી જનરલ ઓફ પાવર ઓફ એટર્ની તૈયાર કરીને રૂપિયા 70 કરોડની કિમંતની 115 વીઘા જમીન પચાવીને વેચાણ કરી દેવામાં આવી છે. આ મામલે અમદાવાદ સીઆઈડી ક્રાઈમે બાબરજી ચુડાજી ઠાકોર, પ્રહલાદજી કરશનજી ઠાકોર, ગીરીશ ત્રિવેદી, વિપુલ.એચ.રાવલ, ભીખા પરષોતમભાઈ વાઘાણી, ધીરુ વાઘાભાઈ કાકડિયા, ગગજી બાલાભાઈ દેસાઈ અને ડે.કે.વ્યાસ વિરુદ્ધ ઠગાઈની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    गोवर्धन पूजा कब है? जानें सही दिन और शुभ मुहूर्त
    Next Article
    રાજકોટ મનપાનો ફાયર વિભાગ સંપૂર્ણપણે સજ્જ:8 હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરાયા, 180થી વધુ જવાનો 24 કલાક સ્ટેન્ડ ટુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment