Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ભાડું ઉઘરાવવા ગયેલા વેપારી સાથે હનીટ્રેપ:બંધ રૂમમાં બીભત્સ વીડિયો બનાવી ₹70 લાખની તોતિંગ ખંડણી માંગી, બળાત્કારની ખોટી અરજી કરી મકાન પડાવવાનો ખેલ

    9 hours ago

    સુરતમાં ઉત્રાણ ખાતે પોતાના મકાનનું ભાડું લેવા પહોંચેલા એક યુવાન વેપારીને ભાડુઆત મહિલા સહિતની ગેંગે હનીટ્રેપની જાળમાં ફસાવી દીધો હતો. આરોપીઓએ વેપારીને બંધ રૂમમાં છરી બતાવી બીભત્સ વીડિયો ઉતારી લીધો હતો અને બાદમાં વાયરલ કરવાની તેમજ બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવવાની ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી માંગી હતી. આ સમગ્ર મામલે ઉત્રાણ પોલીસે મહિલા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાડું લેવા ગયેલા વેપારીને રૂમમાં બંધ કરી દીધો મોટા વરાછાના સુદામા ચોક પાસે આવેલી રેસિડેન્સીમાં ૨૭ વર્ષીય રાજ (નામ બદલ્યું છે)રહે છે. રાજના શેઠનું એક મકાન અમરોલીની સોસાયટીમાં આવેલું છે, જેમાં મનીષાબેન બગડા અને પ્રકાશભાઈ ભાડેથી રહેતા હતા. ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન રાજ મકાનનું ભાડું લેવા માટે ગયો હતો. તે સમયે ભાડુઆત મનીષાબેને તેને રૂમમાં બોલાવી અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો અને કથિત રીતે પોતાના કપડાં ઉતારી દીધા હતા. છરી બતાવી વીડિયો ઉતાર્યો, ₹2.60 લાખ પડાવ્યા રાજ કંઈ સમજે તે પહેલાં અને બહાર નીકળવાનો પ્રયાસ કરે તે દરમિયાન પ્રકાશ આવી પહોંચ્યો હતો. પ્રકાશે રાજ પર પત્નીની છેડતી કરવાનો આરોપ મૂકી તેને ઢોરમાર માર્યો હતો. ત્યારબાદ ચપ્પુ-છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રાજના કપડાં પણ ઉતરાવી દીધા હતા. તેને પલંગ પર બેસાડી, મહિલા પણ બાજુમાં બેસી ગઈ હતી અને મોબાઈલમાં વીડિયો શૂટ કરી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી ટોળકીએ ₹70 લાખની માંગણી કરી હતી, જેમાંથી વેપારી પાસેથી ₹2.60 લાખ પડાવી લીધા હતા. પોલીસમાં ખોટી અરજી કરી ₹70 લાખ અથવા મકાન માંગી લીધું તોડબાજ ટોળકી આટલેથી જ અટકી નહોતી. આરોપીઓએ અમરોલી પોલીસ સ્ટેશનમાં વેપારી વિરુદ્ધ બળાત્કાર અંગેની ખોટી અરજી કરી દીધી હતી. આ અરજી પાછી ખેંચવા અને કેસ રફેદફે કરવાના નામે રાજ અને તેના પિતા પાસે ₹70 લાખની તોતિંગ ખંડણી માંગી હતી. ભારે રકઝક બાદ ₹38 લાખ આપવા અથવા મકાનનો દસ્તાવેજ કરી આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. વકીલ સહિત 5 સામે ગુનો દાખલ વેપારી આ સતત માનસિક ત્રાસ અને બ્લેકમેઇલિંગ સામે ઝૂકવાને બદલે છેવટે પોલીસના શરણે પહોંચ્યા હતા. ભોગ બનનાર વેપારીની ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે મનીષા ખોડા બગડા, પ્રકાશ હરજી, વસંત ચાવડા, મહિલાના વકીલ તેમજ તેમની સાથે આવેલા અન્ય એક અજાણ્યા વ્યક્તિ મળી કુલ પાંચ લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    શ્રીકૃષ્ણનો 5253મો જન્મોત્સવ:દ્વારકામાં ખુલ્લા પડદે ભગવાનને સ્નાન કરાવાશે, શામળાજીમાં 100થી વધુ મટકી ફોડાશે; ડાકોરમાં દ્વારકા જેવો માહોલ
    Next Article
    Woman Saves Rs 7.2 Lakh By Giving Up 5 Things, Sparks Debate Online

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment