Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રક્ષાબંધન પર પ્રીમિયમ ₹7 લાખની રિયલ ડાયમંડ રાખડીની ધૂમ:સુરતમાં 2-ઈન-1 પેન્ડેન્ટ અને સ્પિરીચ્યુઅલ સાઇનવાળી ગોલ્ડ-સિલ્વર રાખડીની ડિમાન્ડ, NRI બહેને ભાઈ માટે ખરીદી

    1 day ago

    રક્ષાબંધનના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ડાયમંડ સિટી સુરતના જ્વેલરી બજારમાં રિયલ ડાયમંડ અને સોના-ચાંદીની રાખડીઓની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે. હાલ સોનાના ભાવ આસમાને પહોંચ્યા હોવા છતાં સુરતી બહેનો ભાઈ માટે પ્રેમ અને રોકાણ બંને પાસાને ધ્યાને રાખીને જ્વેલરી રાખડીઓની પસંદગી કરી રહી છે. સુરતના માર્કેટમાં સામાન્ય ₹500થી લઈને ₹5 લાખ અને પ્રીમિયમ કેટેગરીમાં ₹7 લાખ સુધીની કિંમતી રિયલ ડાયમંડ રાખડીઓ મળી રહી છે. આ ઉપરાંત લેબગ્રોન ડાયમંડ, અમેરિકન ડાયમંડ અને કસ્ટમાઇઝ્ડ ગોલ્ડ-સિલ્વર ડિઝાઈનનું વિશાળ કલેક્શન ગ્રાહકો માટે રજૂ કરાયું છે. 2-ઇન-1 રાખડીનો કન્સેપ્ટ, પેન્ડેન્ટ અને બ્રેસલેટ તરીકે પહેરી શકશો આ વર્ષે માર્કેટમાં સૌથી વધુ માંગ 2 ઈન 1 યુટિલિટી ધરાવતી રાખડીઓની જોવા મળી રહી છે. આ એવી રાખડીઓ છે જે રક્ષાબંધનના દિવસે હાથમાં બાંધી શકાય અને તહેવાર પૂર્ણ થયા બાદ ભાઈ તેને ગળામાં પેન્ડન્ટ તરીકે ધારણ કરી શકે છે. આ ઉપરાંત માત્ર 2 થી 3 ગ્રામ સોનામાં તૈયાર થયેલી બ્રેસલેટ લુકવાળી રાખડીઓ પણ ખૂબ ટ્રેન્ડમાં છે. આ બ્રેસલેટ રાખડીમાં વચ્ચે ગોલ્ડ કે ડાયમંડ પીસ હોય છે અને આસપાસ બ્રેસલેટ જેવો ભવ્ય લુક આપવામાં આવે છે, જેને ભવિષ્યમાં પણ કાયમી ધોરણે હાથમાં પહેરી શકાય છે. સ્પિરિચ્યુઅલ ડિઝાઇન અને ગિનીવાળી રાખડીઓનું ધૂમ વેચાણ માર્કેટમાં આધ્યાત્મિક પ્રતીકો ધરાવતી રાખડીઓનું ચલણ સૌથી વધારે છે. જેમાં ‘શ્રી’, ‘સ્વસ્તિક’, ‘ઓમ’ તેમજ ઓરિજિનલ રૂદ્રાક્ષ વર્કવાળી પેન્ડન્ટ રાખડીઓ લોકો સૌથી વધુ ખરીદી રહ્યા છે. આ સાથે 0.5 ગ્રામ, 1 ગ્રામ અને 2 ગ્રામ ગોલ્ડ કોઈન તેમજ ગિનીવાળી રાખડીઓની પણ ભારે માંગ છે. ગિનીવાળી રાખડીઓમાં ગ્રાહકોને કોઈ વધારાની ઘડામણ કે મજૂરી ચૂકવવી પડતી નથી, જેથી તે શુદ્ધ રોકાણનો ઉત્તમ વિકલ્પ બને છે. ચાંદીમાં ₹500 થી ₹1500 અને ગોલ્ડમાં ₹3000 થી શરૂ થઈ બજેટ અનુસાર વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. સોના-ચાંદીના ભાવ વધતા ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી ખરીદી: દીપક ચોક્સી અગ્રણી જ્વેલર્સ દીપક ચોક્સી જણાવ્યું હતું કે, ગત વર્ષોની સરખામણીમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. લોકો હવે રાખડીને માત્ર પ્રતીક નહીં પરંતુ એક ઈન્વેસ્ટમેન્ટ તરીકે જોઈ રહ્યા છે. ગયા વર્ષે ₹500 માં આવેલી ચાંદીની રાખડીની કિંમત આજે વધી ગઈ છે, જેથી ભાઈ માટે આ એક મૂડી સમાન બને છે. હાલ ₹500 થી લઈને કોઈ સીમા વિના તમામ બજેટના ગ્રાહકો માટે ડાયમંડ, સિલ્વર, ગોલ્ડ અને લેબગ્રોન ડાયમંડની રાખડીઓ સ્ટોકમાં ઉપલબ્ધ છે. NRI બહેને ભાઈ માટે રિયલ ડાયમંડ રાખડી ખરીદી NRI ગ્રાહક શીતલ દેસાઈએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 20 વર્ષથી અમેરિકામાં રહું છું અને આટલા વર્ષો પછી પહેલીવાર રક્ષાબંધન પર વતન સુરત આવી છું. આ ડિઝાઇન એટલી સુંદર અને યુનિક છે કે રક્ષાબંધન પછી મારો ભાઈ કે મારી ભાભી તેને હંમેશા પેન્ડન્ટ તરીકે પણ પહેરી શકશે. આવી યુનિક ડિઝાઇન મેં અગાઉ ક્યાંય જોઈ નથી.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:વરસાદે ચિંતા વધારી, રાજકોટના પટેલ યુવકની મોતની છલાંગ, રેખા-આશા અને કાજલ વચ્ચે સિક્રેટ ઘેરાયું, વૈભવ સૂર્યવંશીએ બોલિંગમાં તબાહી મચાવી
    Next Article
    Gujarat Boy Murdered By Villager Amid Land Row, Witchcraft Claims

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment