Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ₹65 કરોડના ખર્ચે કેન્સર હોસ્પિટલ બની:1 નવેમ્બરે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે; ₹9 કરોડનું પેટ સ્કેન અને ₹22 કરોડનું રેડિયોથેરાપી મશીન મળશે

    9 hours ago

    પાટણ શહેરના રેલવે ગરનાળા પાસે આવેલી જનતા હોસ્પિટલની બાજુમાં જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પોપટલાલ ભીખાચંદ પાટણ જનતા કેન્સર હોસ્પિટલનું આગામી 1 નવેમ્બરના રોજ બપોરે 3:00 કલાકે એપીએમસી માર્કેટ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી સમગ્ર ઉત્તર ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને અમદાવાદ સુધી લંબાવ્યા વિના ઘરઆંગણે અદ્યતન કેન્સર નિદાન અને સારવાર સુલભ બનશે.જેમાં 5 ઓપરેશન થિયેટર ,અને 50 બેડની વેવસ્થા છે. આ કેન્સર હોસ્પિટલ પાછળ અંદાજે 65 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં મુંબઈ સહિત બહારના દાતાઓ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. હોસ્પિટલમાં કેન્સર સારવાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા બે મુખ્ય મશીનો વસાવવામાં આવ્યા છે. જેમાં 22 કરોડના ખર્ચે રેડિયોથેરાપી મશીન મુકાયું છે, જેના દ્વારા દર્દીઓને શેક આપવાની સુવિધા મળશે. આ સારવારનો ખાનગી હોસ્પિટલોમાં દર્દીદીઠ અંદાજે 1.5 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે, જે અહીં સરકારી યોજના હેઠળ પાત્ર દર્દીઓને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ વખત આ હોસ્પિટલમાં 9 કરોડ રૂપિયાના ખર્ચે જીઈ કંપનીનું અદ્યતન પેટ સ્કેન (PET Scan) મશીન વસાવવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે આ ટેસ્ટ માટે 25 થી 27 હજાર રૂપિયા ઉપરાંત મુસાફરી ખર્ચ થતો હોય છે. સરકારી યોજના હેઠળ લાભાર્થીઓને આ ટેસ્ટ વિનામૂલ્યે મળશે, જ્યારે યોજના બહારના અન્ય દર્દીઓ માટે તમામ ખર્ચ સાથે માત્ર 12 હજાર રૂપિયાના રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કાર્ડ વગરના સામાન્ય દર્દીઓને પણ અહીં અંદાજે 50% ઓછા ખર્ચે આધુનિક સારવાર મળવાથી મોટો આર્થિક બોજ ઘટશે. જનતા હોસ્પિટલ સંચાલકો અને તબીબોના જણાવ્યા અનુસાર, છેલ્લા 25 વર્ષની સેવાઓ બાદ આ વિશિષ્ટ કેન્સર પ્રોજેક્ટ સાકાર કરવામાં આવ્યો છે. નિદાન, પેટ સ્કેન અને રેડિયોથેરાપી સહિતની તમામ આધુનિક સુવિધાઓ સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ થતાં જિલ્લા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને અમદાવાદના ધક્કામાંથી મુક્તિ મળશે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે હોસ્પિટલ ટીમ અને દાતાઓના પ્રયાસોની નોંધ લઈ આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં વિસ્તારના નાગરિકોને ઉપસ્થિત રહેવા આહવાન કર્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય કિરીટ પટેલ, મનસુખ એન.પટેલ, ડૉ. પ્રમોદ એમ. પટેલ, કશ્યપ એચ. અમીન, જયંતિ ટી. પટેલ તેમજ દેવેન્દ્રકુમાર એમ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં મોટાપાયે આંતરિક બદલીના આદેશ:61 શિક્ષકોની ફેરબદલી કરાઈ, જાણો કોની ક્યાં બદલી કરાઈ
    Next Article
    'ઓઇલ ફ્રી ભજીયા ખવડાવ્યા, સસ્તું ગોતવું યોગ્ય નથી':સુરત મનપાનો ભજીયા પાર્ટી કાંડ, સભાસદોએ 1 લાખના 131 કિલો ભજીયા ઝાપટિયા; કોંગ્રેસે કહ્યું- 'પ્રજાના ટેક્સની લૂંટ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment