Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધજાળામાં ડસ્ટર કારમાંથી ₹6.01 લાખનો દારૂ ઝડપાયો:957 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરાયો

    13 hours ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારના નડાળા-ગોરૈયા ગામના કાચા માર્ગેથી એક ડસ્ટર ગાડીમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹6,01,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ₹1,01,100 ની કિંમતની 957 નંગ દારૂની બોટલો અને બિયરનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાઓ અટકાવવા અને દારૂ-જુગાર જેવી બદીઓ નાબૂદ કરવા માટે ખાસ એક્શન પ્લાન બનાવ્યો હતો. આ અંતર્ગત LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાએ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. LCB ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે, નડાળા-ગોરૈયા ગામના સીમ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, એક ડસ્ટર ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 ML ની 741 બોટલો (ચપલા) કિંમત ₹74,100 અને 216 નંગ બિયર ટીન કિંમત ₹27,000 મળી આવ્યા હતા. આમ, કુલ ₹1,01,100 નો દારૂનો જથ્થો અને ₹5,00,000 ની કિંમતની ડસ્ટર કાર મળી કુલ ₹6,01,100 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપી કિશોર ખાચર (રહે. માત્રા, તા. વિંછીયા, જિ. રાજકોટ) વિરુદ્ધ ધજાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડસ્ટર ગાડીના માલિક અંગે પણ તપાસ ચાલુ છે. આ કામગીરીમાં LCB ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા, તેમજ સ્ટાફના પો.હેડ કોન્સ. અજયસિંહ ડી. ઝાલા, પો.કોન્સ. વજાભાઇ સાનીયા અને પો.કોન્સ. મેહુલભાઇ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં જાયન્ટસ ગ્રુપ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ:બાળકો અને સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો, વિજેતાઓને સન્માનિત કરાયા
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:NEETની પરીક્ષામાં વિદ્યાર્થિનીએ પહેરેલી કંઠી કઢાવાતા વિવાદ, લિંબાયતમાં હત્યા અને છેડતીના આરોપીઓને પોલીસે જાહેરમાં ફટકાર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment