Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનું ₹594 વધીને ₹1.38 લાખ પર પહોંચ્યું:ચાંદી ₹2,672 ઘટીને ₹1.77 લાખ પર આવી, કેરેટ પ્રમાણે જુઓ સોનાનો ભાવ

    7 hours ago

    સોનાના ભાવમાં આજે એટલે કે 3 નવેમ્બરે તેજી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, આજે 10 ગ્રામ 24 કેરેટ સોનું 594 રૂપિયા વધીને 1.38 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. જોકે, આજે ચાંદીની કિંમતમાં ઘટાડો થયો છે. એક કિલો ચાંદી 2,672 રૂપિયા ઘટીને 1.77 લાખ રૂપિયા પર આવી ગઈ છે. ઓક્ટોબરમાં સોનું ₹8,084 અને ચાંદી ₹39,485 સસ્તી થઈ ઓક્ટોબરમાં સોનું 8,084 રૂપિયા અને ચાંદી 39,485 રૂપિયા સસ્તી થઈ છે. 1 ઓક્ટોબર 2026ના રોજ એક કિલો ચાંદીના ભાવ 2.20 લાખ રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવ 1.48 લાખ રૂપિયા હતા. સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર મજબૂત થવા અને મોટા રોકાણકારો દ્વારા ઊંચા ભાવે વેચવાલી કરવાને કારણે થઈ રહ્યો છે. આ સમયે રોકાણકારોએ શું કરવું? કોમોડિટી એક્સપર્ટ અજય કેડિયા માને છે કે સોના-ચાંદીની ખરીદી હપ્તાઓમાં કરવી જોઈએ. થોડું અત્યારે ખરીદી લો અને થોડું-થોડું 15-20 દિવસના અંતરે ખરીદો. રોકાણ માટે એક-બે મહિનાને બદલે 6 મહિનાથી લઈને એક વર્ષ સુધીનો વિચાર કરીને ખરીદી કરો. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 વાતોનું ધ્યાન રાખો અસલી ચાંદીની ઓળખ કરવાની 4 રીતો
    Click here to Read More
    Previous Article
    How a trust close to BJP got five elephants from Assam for Tamil Nadu temples
    Next Article
    'નાના પાટેકરે હાથ ઉગામ્યો તો હું બમણો માર મારીશ':'અબ તક છપ્પન'માં કામ કરતા પહેલા યશપાલ શર્માએ આપી હતી ચેતવણી; બાદમાં બન્યા હતા મિત્રો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment