Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી નજીક દારૂ ભરેલી ક્રેટા કાર સાથે એક પકડાયો:₹5.55 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 આરોપીઓની શોધખોળ

    19 hours ago

    મોરબી તાલુકા પોલીસે વાંકાનેર તરફથી આવી રહેલી એક ક્રેટા કારમાંથી 700 લિટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી લાલપર ગામ નજીક મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર કરવામાં આવી હતી. પોલીસે રૂ. 5.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણની શોધખોળ ચાલુ છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન GJ 10 CG 4630 નંબરની સફેદ ક્રેટા કારને રોકવામાં આવી હતી. કારની તલાશી લેતા તેમાંથી રૂ. 1.40 લાખની કિંમતનો 700 લિટર દેશી દારૂ, રૂ. 4 લાખની ક્રેટા કાર અને રૂ. 15 હજારના બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 5.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં સલીમભાઈ ઉર્ફે સલો બાબુભાઈ વિકિયાણી (રહે. સરાયા, તા. ટંકારા) નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો મંગાવનાર તરીકે ઈરફાન (રહે. મોરબી), સદ્દામભાઈ જામ (રહે. મોરબી) અને સલીમ ઉર્ફે રાહુલભાઈ પઠાણ (રહે. મોરબી) ના નામ સામે આવ્યા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પીઆઈ એન.એસ. ઘેટીયાની સૂચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. હાલમાં ફરાર થયેલા અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભવનાથમાં ઘેડિયા કોળી સમાજની વાડીમાં માથાકૂટ:જુનાગઢના ભવનાથમાં વાડીના મેનેજર પર શખ્સ દ્વારા હુમલો, બેરિકેડ અને ડસ્ટબિન વડે હુમલો, વાડીની ઓફિસમાં તોડફોડ કરી રજિસ્ટર ફાડી નાખ્યું
    Next Article
    સુરતમાં ફૂડ પોઇઝનિંગથી બાળકીના મોત બાદ મનપાનું ચેકિંગ નાટક:લા-પિનોઝ પીઝામાં ઇયળ નીકળતાં કાર્યવાહી છૂપાવી, ₹30,000નો દંડ કરી સમગ્ર મામલે ભીનું સંકેલ્યું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment