Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માત્ર ₹5400માં લગાવો સોલાર સિસ્ટમ, રાજ્ય સરકારનો મોટો નિર્ણય:વીજ સંકટ સામે લડવા સબસિડી વધારીને 90% કરી, ગ્રામ સેવકોનું પ્રવાસ ભથ્થું ₹2,700 કર્યું

    8 hours ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો, શ્રમિકો તથા ગ્રામ્ય સ્તરે ફરજ બજાવતા કર્મચારીઓને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. PM સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના હેઠળ સોલાર રૂફટોપ સ્થાપન માટે રાજ્ય સરકાર વધારાની સબસિડી આપશે. આ ઉપરાંત ગ્રામસેવકોના માસિક પ્રવાસ ભથ્થામાં વધારો, શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનો વિસ્તાર અને GST આવકમાં થયેલા વધારાની વિગતો પણ સામે આવી છે. સોલાર રૂફટોપ માટે રાજ્ય સરકારની વધારાની સબસિડી ગુજરાતમાં PM સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના હેઠળ 8.5 લાખથી વધુ ઘરો પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થઈ ચૂકી છે. હવે નાના અને મધ્યમ વર્ગના પરિવારો, ગરીબ તથા વંચિત પરિવારોને સોલાર સિસ્ટમ લગાવવામાં મદદરૂપ થવા રાજ્ય સરકારે વધારાની સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારની સબસિડી ઉપરાંત રાજ્ય સરકારની સહાય મળવાથી સામાન્ય વીજ ગ્રાહકે સોલાર સિસ્ટમના બેન્ચમાર્ક ખર્ચના માત્ર 10 ટકા અને SC/ST કેટેગરીના ગ્રાહકે માત્ર 5 ટકા જ ખર્ચ ભોગવવાનો રહેશે. બાકીની રકમ કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયથી પૂરી કરવામાં આવશે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી 3 લાખથી વધુ પરિવારોને સીધો લાભ મળશે અને સરકાર અંદાજે રૂ. 1,000 કરોડનો ખર્ચ કરશે. રાજ્ય સરકાર દ્વારા અગાઉ અમલમાં રહેલી જૂની ‘સૂર્ય-ગુજરાત’ યોજના હેઠળ રહેણાંક મકાનો માટે 3 કિલોવોટ સુધીની સોલાર રૂફટોપ સિસ્ટમ પર 40% સુધીની માતબર સબસિડી મળવાપાત્ર હતી. જોકે, હવે આ માળખામાં નવો સુધારો કરીને વધારાની સબસિડી સહાય નક્કી કરવામાં આવી છે, જે અંતર્ગત સામાન્ય વર્ગના અરજદારો માટે સિસ્ટમના નિયત બેન્ચમાર્ક ખર્ચના 30% તેમજ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વર્ગના લાભાર્થીઓ માટે 35% જેટલી વિશેષ વધારાની આર્થિક સહાય દર્શાવવામાં આવી છે. આ નવી જોગવાઈથી રાજ્યમાં ગ્રીન એનર્જીનો વ્યાપ વધારવાની સાથે સાથે તમામ વર્ગના પરિવારો પર સોલાર પેનલ બેસાડવાનો આર્થિક બોજ હળવો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્રામસેવકોનું પ્રવાસ ભથ્થું રૂ. 1,850થી વધારી રૂ. 2,700 કરાયું કેબિનેટ બેઠકમાં કૃષિ વિભાગમાં ફરજ બજાવતા ગ્રામસેવકોના માસિક પ્રવાસ ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી ગ્રામસેવકોને દર મહિને રૂ. 1,850 પ્રવાસ ભથ્થું મળતું હતું, જે વધારીને હવે રૂ. 2,700 કરવામાં આવ્યું છે. રાજ્યમાં કૃષિ વિભાગમાં આશરે 2,900 ગ્રામસેવકો ફરજ બજાવે છે. એક ગ્રામસેવક સરેરાશ ચારથી પાંચ ગ્રામ પંચાયતોના વિસ્તારોમાં અથવા તેનાથી વધુ ગામોમાં પ્રવાસ કરીને ખેતીવાડી સંબંધિત કામગીરી અને સરકારી યોજનાઓના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કામગીરીના વધતા વ્યાપ અને પ્રવાસને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. શ્રમિકો માટે વધુ અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ કરાશે રાજ્ય સરકાર દ્વારા શ્રમિકો અને ગરીબ પરિવારોના કલ્યાણ માટે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જ સમગ્ર ગુજરાતમાં એકસાથે 101 નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં સૂચના આપી છે કે રાજ્યમાં શ્રમિકોની જરૂરિયાત મુજબ જ્યાં પણ વધુ કેન્દ્રોની જરૂર જણાય ત્યાં નવા અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ કરવામાં આવે. આ નિર્ણયથી શ્રમિકોને સસ્તા ભાવે ભોજન ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થાનો વધુ વિસ્તાર થઈ શકે છે. સપ્ટેમ્બરમાં GST આવક 8,167 કરોડ, 35%નો વધારો ગુજરાતની GST આવકમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, સપ્ટેમ્બર 2026માં ગુજરાતને GST હેઠળ રૂ. 8,167 કરોડની આવક થઈ હતી. ગત વર્ષના સમાન મહિનામાં આ આવક રૂ. 6,050 કરોડ હતી. આમ, વાર્ષિક ધોરણે GST આવકમાં 35 ટકાનો વધારો થયો છે. આ સમયગાળામાં રાષ્ટ્રીય સ્તરે GST આવકનો વૃદ્ધિદર 14.7 ટકા રહ્યો હતો. તેની સરખામણીમાં ગુજરાતનો વૃદ્ધિદર ઘણો ઊંચો રહ્યો છે. નાણાકીય વર્ષ 2026-27ના એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના પ્રથમ છ મહિનામાં રાજ્યને GST હેઠળ કુલ રૂ. 49,858 કરોડની આવક થઈ છે. ગત વર્ષના સમાન સમયગાળામાં આ આવક રૂ. 38,540 કરોડ હતી. આમ, છ મહિનાની GST આવકમાં 29 ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યની કર આવકમાં વૃદ્ધિ જોવા મળી સપ્ટેમ્બર મહિનામાં રાજ્યને VATમાંથી રૂ. 2,930 કરોડ, વિદ્યુત શુલ્કમાંથી રૂ. 1,102 કરોડ અને વ્યવસાય વેરામાંથી રૂ. 24 કરોડની આવક થઈ હતી. આ રીતે GST સહિત રાજ્ય કર વિભાગને કુલ રૂ. 12,222 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, વેપાર-ઉદ્યોગની પ્રવૃત્તિઓમાં મજબૂતી અને કરદાતાઓમાં સ્વૈચ્છિક કરપાલનના વધતા વ્યાપને કારણે રાજ્યની કર આવકમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ પરથી જળસંકટ ટળશે:નર્મદાની પાઇપલાઇનનું સમારકામ પૂર્ણ, એકાદ-બે દિવસમાં આજી અને ન્યારીડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર ઠાલવવા સિંચાઈ વિભાગે સંકેત આપ્યા
    Next Article
    પતિની અંતિમ ઈચ્છાથી પત્નીનું 7 કરોડની જમીનનું મહાદાન:પાટણના ચડાસણા ગામે 25 વીઘા ભૂમિ વાળીનાથ ધામને અર્પણ કરી, મહંત જયરામગીરી બાપુના હસ્તે ભૂમિપૂજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment