Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેંક એકાઉન્ટ વિના ₹50,000 સુધી NEFT કરી શકશો:₹10,000 સુધી સીધા કેશ ટ્રાન્સફર કરી શકશો, RBIની નવી મની ટ્રાન્સફર માર્ગદર્શિકા

    4 days ago

    ભારતીય રિઝર્વ બેંકે દેશમાં એક ખાતામાંથી બીજા ખાતામાં અથવા કોઈ વ્યક્તિને પૈસા મોકલવાના નિયમો સરળ બનાવી દીધા છે. નવા નિયમો મુજબ, જો તમારું કોઈ બેંકમાં ખાતું ન હોય, તો પણ તમે શાખામાં જઈને NEFT દ્વારા એક વખતમાં ₹50,000 સુધી કોઈના પણ ખાતામાં ટ્રાન્સફર કરી શકશો. આ ઉપરાંત, જો તમે કોઈને સીધા રોકડ રૂપે પૈસા મોકલવા માંગો છો, તો એક વખતમાં 10,000 રૂપિયા સુધી મોકલી શકશો, જ્યારે એક વ્યક્તિ એક મહિનામાં મહત્તમ 25 હજાર રૂપિયા સુધી રોકડ મોકલી શકશે. ATM અને બેંક એજન્ટ પાસેથી પૈસા ઉપાડી શકશો RBIના નવા નિયમો હેઠળ બેંકો હવે એવી સુવિધા આપશે, જેના દ્વારા બેંક ખાતું ધરાવતા લોકો સીધા એવા લોકોને પૈસા મોકલી શકશે, જેમનું પોતાનું કોઈ બેંક ખાતું નથી. પૈસા મેળવનાર વ્યક્તિ આ રોકડ રકમ કોઈપણ ATMમાંથી અથવા બેંકના એજન્ટ (બિઝનેસ કોરસ્પોન્ડન્ટ) પાસેથી જઈને મેળવી શકશે. આ સેવા એવા ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે, જ્યાં આસપાસ કોઈ બેંક શાખા નથી. બેંક એજન્ટ અથવા ATMથી પૈસા મોકલવાના નિયમો RBIએ બેંકોને કહ્યું છે કે, તેઓ પોતાના ગ્રાહકોને બેંક એજન્ટ અથવા ATM દ્વારા કોઈ અન્ય વ્યક્તિના બેંક ખાતામાં સીધા પૈસા મોકલવાની સુવિધા આપે. જો તમે આ રીતે કોઈના ખાતામાં પૈસા મોકલો છો, તો: ફંડ ટ્રાન્સફર રિયલ-ટાઇમમાં થશે, પૈસા મિનિટોમાં પહોંચી જશે રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે, આ નવા નિયમો હેઠળ તમે પૈસા મોકલતાં જ તેઓ રિયલ-ટાઇમમાં એટલે કે તરત જ પ્રોસેસ થઈ જશે. આનો સીધો અર્થ એ છે કે, તમે પૈસા ટ્રાન્સફર કરતાં જ કોઈપણ વિલંબ અથવા રાહ જોયા વિના સામેની વ્યક્તિના ખાતામાં જમા થઈ જશે અથવા રોકડ મેળવવા માટે તૈયાર થઈ જશે. નૉલેજ બૉક્સ: બિઝનેસ કોરેસ્પોન્ડન્ટ શું હોય છે? બિઝનેસ કોરેસ્પોન્ડન્ટ્સ બેંકો દ્વારા નિયુક્ત કરવામાં આવેલા પ્રતિનિધિ અથવા એજન્ટ હોય છે, જે બેંકિંગ સુવિધાઓથી દૂર રહેતા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને ખાતાં ખોલાવવા, રોકડ જમા કરાવવા અને પૈસા મોકલવા જેવી મૂળભૂત બેંકિંગ સેવાઓ ઘર-ઘર અથવા નજીકના સેન્ટર પર પૂરી પાડે છે.
    Click here to Read More
    Previous Article
    'गैस चैंबर' बनी दिल्ली के लिए बारिश ही सहारा, पर IMD ने दे दी बैड न्यूज, कहा - क्लाइड सीडिंग भी नहीं आएगा काम
    Next Article
    Zelensky Sees "Window Of Opportunity" For War Talks Breakthrough Before 2027

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment