Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇતિહાસની સૌથી મોટી ક્રિપ્ટો હેકિંગ:દુનિયાના સૌથી મોટા એક્સચેન્જ બાઈનેન્સમાંથી ₹50,000 કરોડની ચોરીનો અંદાજ; વિડ્રૉલ અટક્યું

    2 days ago

    દુનિયાનું સૌથી મોટું ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બાઇનેન્સ હેક થઈ ગયું છે. તેને ઇતિહાસનું સૌથી મોટું ક્રિપ્ટો હેકિંગ માનવામાં આવી રહ્યું છે. કંપનીએ ડિપોઝિટ અને વિડ્રૉલ પર રોક લગાવી દીધી છે. ક્રિપ્ટો નિષ્ણાતો અને એનાલિટિક્સ ફર્મ્સનો અંદાજ છે કે આ હેકિંગમાં 5 બિલિયન ડૉલરથી વધુ એટલે કે આશરે 50 હજાર કરોડ રૂપિયાની ક્રિપ્ટો ચોરી થઈ છે. ઘટના બાદ બિટકોઇન સહિત અન્ય ક્રિપ્ટોકરન્સીમાં 5%થી વધુનો ઘટાડો નોંધાયો છે. આ સમગ્ર મામલાને સવાલ-જવાબમાં સમજો… સવાલ 1. બાઇનેન્સમાં શું ગડબડ થઈ છે અને કંપનીએ શું પગલાં લીધાં છે? જવાબ: બાઇનેન્સના ડિજિટલ લૉકરમાં ઘૂસણખોરી થઈ છે. કોઈ હેકરે બાઇનેન્સની સુરક્ષા વ્યવસ્થાને તોડીને તેની સિસ્ટમમાં ઘૂસણખોરી કરી અને હજારો કરોડ રૂપિયાના ક્રિપ્ટો કૉઇન્સ ચોરી લીધા. કંપનીએ તરત જ 3 મોટા પગલાં લીધાં છે… સવાલ 2. હેકિંગમાં કુલ કેટલા ક્રિપ્ટોના નુકસાનનો અંદાજ છે? જવાબ: બાઈનેન્સે અત્યાર સુધી ચોરી થયેલી ક્રિપ્ટો અંગે ખુલાસો કર્યો નથી, પરંતુ ક્રિપ્ટો એનાલિટિક્સ ફર્મ્સે મોટા નુકસાનનો અંદાજ વ્યક્ત કર્યો છે. ગ્લાસનોડ અનુસાર 5.3 અબજ ડૉલર. જ્યારે ચેનાલિસિસ અનુસાર 5.9 અબજ ડૉલર એટલે કે આશરે 50 હજાર કરોડ રૂપિયાની ક્રિપ્ટો ચોરી થઈ છે. સવાલ 3. ક્રિપ્ટો ઉદ્યોગના ઇતિહાસમાં આ ઘટનાને કેટલી મોટી માનવામાં આવી રહી છે? જવાબ: જો અનુમાનો સાચા સાબિત થાય છે, તો આ ઇતિહાસની સૌથી મોટી ક્રિપ્ટો લૂંટ હોઈ શકે છે. આ પહેલાં 2025માં દુબઈ સ્થિત ક્રિપ્ટો એક્સચેન્જ બાયબિટમાંથી ઉત્તર કોરિયાના હેકર્સ દ્વારા કરવામાં આવેલી ચોરી અત્યાર સુધીની સૌથી મોટી ઘટના હતી. ત્યારે 1.5 અબજ ડૉલરની હેકિંગ થઈ હતી. એટલે કે, બાઇનેન્સમાં થયેલી આ ચોરી બાયબિટની ઘટના કરતાં લગભગ ચાર ગણી મોટી છે. ઇતિહાસના 3 સૌથી મોટા ક્રિપ્ટો હેક સવાલ 4. આ બ્રીચથી કેટલા યુઝર્સ પ્રભાવિત થયા છે? શું ભારતીયો પર પણ અસર પડી છે? જવાબ: બાઈનેન્સના 100થી વધુ દેશોમાં 30 કરોડથી વધુ રજિસ્ટર્ડ યુઝર્સ છે. તેમાં 2થી 2.5 કરોડ ભારતીય યુઝર્સ હોવાનો અંદાજ છે. જોકે, કેટલા યુઝર્સના વ્યક્તિગત અકાઉન્ટ્સ પર અસર પડી છે, તેનો ચોક્કસ આંકડો બાઈનેન્સે હજુ જાહેર કર્યો નથી. રાહતની વાત એ છે કે બાઈનેન્સનું અમેરિકન ડિવિઝન બાઈનેન્સ US આ ઘટનાથી સંપૂર્ણપણે સુરક્ષિત છે. ભારતમાં બાઈનેન્સના કુલ યુઝર્સની સંખ્યા ઉપલબ્ધ નથી. સવાલ 5. હેકર્સે સિસ્ટમમાં ઘૂસણખોરી કેવી રીતે કરી? પ્રારંભિક તપાસમાં શું સામે આવ્યું છે? જવાબ: બાઈનેન્સ અનુસાર, આ ઘૂસણખોરી તેમના એક ડેવલપર એન્જિનિયરના લેપટોપને હેક કરવામાં આવવાથી જોડાયેલી હોઈ શકે છે. આશંકા છે કે આ લેપટોપ દ્વારા હેકર્સે સર્વિસ કન્ટેનર સુધી પહોંચ મેળવી અને અનધિકૃત વિડ્રૉલના ઓર્ડર સબમિટ કરી દીધા. જોકે, બાઈનેન્સે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ યુઝરની પ્રાઇવેટ કી લીક થયાના પુરાવા મળ્યા નથી. સવાલ 6. એસેટ્સ ફ્રીઝ કરવા માટે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે? જવાબ: બાઇનેન્સે પોતે લગભગ $3 બિલિયન એટલે કે આશરે ₹29,000 કરોડની ડિજિટલ એસેટ્સ ફ્રીઝ કરી છે. આ ઉપરાંત, બે અન્ય મુખ્ય ક્રિપ્ટો પ્લેટફોર્મ ટેથરે $1.6 બિલિયન અને સર્કલે $800 મિલિયનની એસેટ્સ ફ્રીઝ કરી છે. કુલ મળીને ત્રણેય કંપનીઓએ લગભગ $5.4 બિલિયન એટલે કે આશરે ₹50,000 કરોડની એસેટ્સ બ્લોક કરી દીધી છે. સવાલ 7. બાઇનેન્સના ભૂતપૂર્વ સીઈઓ ચાંગપેંગ ઝાઓ (CZ)એ આ ઘટના અંગે શું કહ્યું? જવાબ: બાઇનેન્સના ભૂતપૂર્વ વડા ચાંગપેંગ ઝાઓ (CZ)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે આ ઘટના હેક જેવી જ લાગી રહી છે. CZ હવે કંપનીનું સંચાલન કરતા નથી, પરંતુ તેઓ હજુ પણ બાઇનેન્સના મુખ્ય શેરહોલ્ડર છે. સવાલ 8. આ ઘટનાની ક્રિપ્ટો માર્કેટ પર શું અસર પડી છે? જવાબ: ચેતવણી જાહેર થતાં જ વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમતમાં આશરે 5%નો ઘટાડો નોંધાયો. આ ઉપરાંત એથેરિયમ અને સોલાના જેવી અન્ય પ્રમુખ ડિજિટલ કરન્સીના ભાવમાં પણ લગભગ આટલો જ ઘટાડો થયો છે. સવાલ 9. બાઈનેન્સ વિશે મુખ્ય તથ્યો શું છે અને તેનું નેટવર્ક કેટલું મોટું છે? જવાબ: બાઇનેન્સની સ્થાપના 2017માં ચાંગપેંગ ઝાઓએ ચીનમાં કરી હતી. દૈનિક ટ્રેડિંગ વોલ્યુમની દૃષ્ટિએ તે વિશ્વનું સૌથી મોટું ક્રિપ્ટો એક્સચેન્જ છે. સમગ્ર વિશ્વમાં તેના 30 કરોડથી વધુ રજિસ્ટર્ડ યુઝર્સ છે. 2024ના આંકડા મુજબ, બાઇનેન્સ પાસે દુનિયાભરના લોકોની 160 બિલિયન ડૉલર એટલે કે આશરે ₹15 લાખ કરોડની ડિજિટલ સંપત્તિ જમા છે. સવાલ 10. આ તપાસમાં આગળ શું થવાનું છે અને યુઝર્સને શું સલાહ આપવામાં આવી છે? જવાબ: બાઇનેન્સની ટીમો કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. કંપનીએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ એક વિગતવાર 'પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ' શેર કરવામાં આવશે. ત્યાં સુધી યુઝર્સને માત્ર બાઇનેન્સની સત્તાવાર ચેનલોના અપડેટ્સ પર જ વિશ્વાસ કરવાની સલાહ આપવામાં આવી છે. નૉલેજ પાર્ટ: ‘એસેટ ફ્રીઝિંગ’ શું હોય છે? જ્યારે કોઈ ક્રિપ્ટો એક્સચેન્જમાં ઘૂસણખોરી થાય છે, ત્યારે હેકર્સ ચોરાયેલા ફંડને તરત જ બીજા વૉલેટમાં ટ્રાન્સફર કરવા અથવા કેશ કરાવવાનો પ્રયાસ કરે છે. ટેથર (USDT) અને સર્કલ (USDC) જેવી સ્ટેબલકૉઇન જારી કરતી કંપનીઓ બ્લૉકચેન સ્તરે ઍડ્રેસને 'બ્લૅકલિસ્ટ' અથવા 'ફ્રીઝ' કરી શકે છે. આથી હેકર તે નાણાંને આગળ ટ્રાન્સફર કે કેશ કરી શકતો નથી. ------------------------------------------- ક્રિપ્ટો સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… ₹0થી 1 કરોડ રૂપિયાથી વધુ પહોંચ્યું બિટકોઇન: તેને કોણે બનાવ્યું તે કોઈ જાણતું નથી, તેને બનાવનારે પોતાને કેમ છુપાવ્યો બિટકોઇનની કિંમત પહેલીવાર ₹1.08 કરોડને પાર પહોંચી ગઈ છે. 2009માં તેની વેલ્યુ શૂન્યની નજીક હતી. આ કરન્સી સાથે અનેક રસપ્રદ કિસ્સાઓ પણ જોડાયેલા છે. જેમ કે તેને બનાવનાર વ્યક્તિને કોઈ જાણતું નથી. તેણે પોતાની ઓળખ ગુપ્ત રાખી છે. માત્ર એક રહસ્યમય નામ સામે આવ્યું—સતોસી નાકામોટો. આ જ રીતે 2010માં ખરીદવામાં આવેલો તે પિઝ્ઝા પણ કોઈ ભૂલી શકતું નથી, જે 10,000 બિટકોઇન આપીને ખરીદવામાં આવ્યો હતો. એક સોફ્ટવેર એન્જિનિયરે તેને ખરીદ્યો હતો. જો તે એન્જિનિયર તે સમયે આ પિઝ્ઝા ન ખરીદતો અને આ બિટકોઇન પોતાની પાસે રાખતો, તો આ બિટકોઇનની કિંમત 10 હજાર કરોડ રૂપિયાથી વધુ હોત.
    Click here to Read More
    Previous Article
    iPhone Air 2 Tipped to Get 120Hz OLED Display, Dual Cameras and 11 Percent Bigger Battery
    Next Article
    'મોદી કહી નહીં જાયેગા...હમ તુમ્હારે સાથ હૈ' નારા લાગ્યા:ભીલડીમાં રોડ-શો કરી BBBRC સેન્ટર પહોંચ્યાં, 14 હજાર કરોડનાં વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે, પ્રથમવાર ખાટલા સભા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment