Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં નકલી નોટોનું કાવતરું પકડાયું:ચોક ચાર રસ્તા પાસેથી ₹500ની 35 બનાવટી નોટ સાથે વેપારી ઝડપાયો, બેગ આપનાર પૂર્વ પત્ની વોન્ટેડ

    1 day ago

    સુરત શહેરમાં ભારતીય અર્થતંત્રને મોટો ફટકો મારવાના ષડયંત્રનો લાલગેટ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ચોક ચાર રસ્તા પાસેથી ₹500ના દરની 35 ડુપ્લિકેટ ચલણી નોટો સાથે કલ્પેશ મૂળજીભાઈ રાઠોડ નામના 40 વર્ષીય વેપારીને ઝડપી લીધો છે. પ્રાથમિક પૂછપરછમાં આ બેગ તેની પૂર્વ પત્ની હીનાબેન વાઢેળે આપી હોવાનો ખુલાસો થતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી છે. પોલીસે આરોપી પાસેથી નકલી નોટો, મોબાઈલ અને લેપટોપ સહિત કુલ ₹2.38 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હિલચાલ જણાતાં તપાસ કરાઈ શહેરમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ અને નકલી નોટોના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની મળેલી સૂચના મુજબ લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ASI મોહશીન હુસૈન સૈયદ અને ASI સાજીદમીયા લાલમીયા સ્ટાફ સાથે ચોક ચાર રસ્તા પાસે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે જાહેરમાં શંકાસ્પદ હાલતમાં ઊભેલા એક શખ્સની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ કલ્પેશ મૂળજીભાઈ રાઠોડ (રહે. વીરસાવરકર સોસાયટી, ભેસાણ, રાંદેર) જણાવ્યું હતું. બેગમાંથી 500ની 35 નોટો મળી પોલીસે કલ્પેશ પાસે રહેલી બેગની તલાશી લેતા તેમાંથી ₹500ના દરની 35 શંકાસ્પદ ચલણી નોટો (₹17,500) મળી આવી હતી. આ નોટો પ્રથમ દૃષ્ટિએ શંકાસ્પદ જણાતાં પીઆઈ એચ.જે. સોલંકીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સાયન્ટિફિક ઓફિસર મારફતે આ નોટોનું સઘન પરીક્ષણ કરાવવામાં આવતાં તમામ 35 નોટો નકલી-બનાવટી હોવાનું સ્પષ્ટ થયું હતું. પૂર્વ પત્નીએ બેગ આપી હોવાનો ખુલાસો આરોપી કલ્પેશની આકરી પૂછપરછ કરવામાં આવતાં તેણે કબૂલાત કરી હતી કે આ બેગ તેને તેની પૂર્વ પત્ની હીનાબેન મોહનભાઈ વાઢેળે આપી હતી. બંને આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચી ભારતીય અર્થતંત્રને ખોખલું કરવાના ઇરાદે આ નોટો રાખી હોવાનું સામે આવતાં પોલીસે હીનાબેનને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    Independence Day 2026 Live Streaming: Where, How To Watch Celebrations From Red Fort
    Next Article
    "I Shot Him, He Died": Luigi Mangione Admits He Shot UnitedHealthcare CEO Brian Thompson

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment