Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદ ખેંચાતા શાકભાજીના ભાવ ઊંચકાયા:સાબરકાંઠામાં ઉત્પાદનમાં ઘટાડો થતાં લોકો અને ખેડૂતો પરેશાન, મણનો ભાવ ₹500થી 1500એ પહોંચ્યા

    3 दिन पहले

    સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની ધીમી શરૂઆત અને વરસાદના લાંબા વિરામના કારણે શાકભાજીના ઉત્પાદન પર ગંભીર અસર જોવા મળી રહી છે. વરસાદના અભાવે ખેડૂતોને સિંચાઈ માટે વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે. બીજી તરફ બજારમાં શાકભાજીની આવક ઘટતાં ભાવોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. મણનો ભાવ ₹500થી લઈને 1,500 સુધી પહોંચી ગયો છે. જેના પરિણામે ખેડૂતો અને સામાન્ય ગ્રાહકો બંને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શાકભાજની આવકમાં ઘટાડો સાબરકાંઠા જિલ્લામાં મોટા પાયે શાકભાજીની ખેતી કરવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે વરસાદની અછતને કારણે પાક પર માઠી અસર પડી છે. લીલા શાકભાજીને વધુ પાણીની જરૂરિયાત હોય છે, પરંતુ વરસાદ ન પડતાં પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, અગાઉ જ્યાં દૈનિક 10 બેગ શાકભાજી બજારમાં લાવવામાં આવતી હતી, ત્યાં ઉત્પાદન ઘટવાના કારણે હવે માત્ર 2થી 3 બેગ જ આવી રહી છે. ભાવ ઊંચા પણ ખેડૂતોને લાભ નહીં ઉત્પાદનમાં આ તીવ્ર ઘટાડાને પગલે હિંમતનગરની શાકમાર્કેટમાં વિવિધ શાકભાજીના ભાવ 20 કિલોના જથ્થા દીઠ રૂ. 500થી લઈને રૂ. 1,500થી વધુ સુધી પહોંચી ગયા છે. જોકે, ભાવો ઊંચા હોવા છતાં ઉત્પાદન સાવ તળિયે બેસી જતાં ખેડૂતોને તેનો વાસ્તવિક લાભ મળી રહ્યો નથી. વધતા ખર્ચ સામે ખેડૂતોની આવક સીમિત સ્થાનિક ખેડૂતો નટુ ભાયાણી અને વિક્રમસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર, સિંચાઈ, મજૂરી, ખાતર અને દવાના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સાથે પેટ્રોલ અને ડીઝલના ઊંચા દરના કારણે પરિવહન ખર્ચ પણ વસૂલવો મુશ્કેલ બન્યો છે. પરિણામે, બજારમાં ઊંચા ભાવ હોવા છતાં ખેડૂતોનો પડતર ખર્ચ પણ માંડ નીકળી રહ્યો છે. રસોડાનું બજેટ ખોરવાયું વાતાવરણમાં વારંવાર થતા બદલાવ અને વરસાદની અનિશ્ચિતતાના કારણે કૃષિ ઉત્પાદન પ્રભાવિત થયું છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો શાકભાજીના ભાવ હજુ વધવાની આશંકા છે. શાકભાજી મોંઘા થતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે અને ગ્રાહકોને મોંઘવારીનો સીધો માર સહન કરવો પડી રહ્યો છે. આમ, વરસાદની ખેંચે સમગ્ર શાકભાજી વ્યવસાય અને જનજીવન પર માઠી અસર પહોંચાડી છે.
    Click here to Read More
    Previous Article
    મૂળચંદ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો:મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પ્રતિનિધિઓ હાજર રહ્યા
    Next Article
    'Wife Looking For Husband': U Stalin's Attack After Vijay's 'Story'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment