Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનું ₹498 ઘટીને ₹1.48 લાખ પર આવ્યું:એક કિલો ચાંદી ₹1245 સસ્તી થઈ; સપ્ટેમ્બરમાં સોનું ₹8 હજાર અને ચાંદી ₹15 હજાર ઘટી હતી

    6 days ago

    સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 7 ઓક્ટોબરે ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન એટલે કે IBJA મુજબ, 10 ગ્રામ 24 કેરેટ સોનું 498 રૂપિયા ઘટીને 1.48 લાખ રૂપિયા પર આવી ગયું છે. જ્યારે એક કિલો ચાંદી 1,245 રૂપિયા સસ્તી થઈને 2.22 લાખ રૂપિયા પર આવી ગઈ છે. સપ્ટેમ્બરમાં સોનું 8 હજાર અને ચાંદી 15 હજાર રૂપિયા સસ્તી થઈ આ પહેલાં ગયા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં સોનું 8 હજાર અને ચાંદી 15 હજાર રૂપિયા સસ્તી થઈ હતી. 31 ઓગસ્ટે સોનું પ્રતિ 10 ગ્રામ 1.56 લાખ રૂપિયા પર હતું, જે 30 સપ્ટેમ્બરે ઘટીને 1.48 લાખ રૂપિયા પર આવી ગયું. તેવી જ રીતે, 1 કિલો ચાંદીની કિંમત 2.37 લાખ રૂપિયાથી ઘટીને 2.22 લાખ રૂપિયા પર આવી ગઈ. શું આ ઘટાડો લાંબો સમય ચાલશે? નિષ્ણાતોનું માનવું છે કે હાલમાં સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે: જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો સર્ટિફાઇડ સોનું જ ખરીદો: હંમેશાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નું હોલમાર્ક ધરાવતું સર્ટિફાઇડ સોનું જ ખરીદો. આ નંબર આલ્ફાન્યૂમેરિક એટલે કે કંઈક આ પ્રકારનો હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. કિંમત ક્રોસચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત અનેક સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પરથી ક્રોસચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે અલગ-અલગ હોય છે. અસલી ચાંદીની ઓળખ કરવાની 4 રીતો
    Click here to Read More
    Previous Article
    इराक़ में लाखों लोग ख़ामेनई के जनाज़े में शामिल हुए, युद्ध के लिए तैयार होने लगे ईरान-US
    Next Article
    ટ્રમ્પની નોકરી છોડીને હવે ફોક્સ ન્યૂઝમાં જોડાશે લેવિટ:બાળકોને કારણે વ્હાઇટ હાઉસમાં પદ છોડ્યું હતું, ટ્રમ્પની આ મનપસંદ ચેનલ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment