Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી યુવક સાથે આર્મેનિયામાં ઠગાઈ:સુરત એજન્સીએ ₹4 લાખ પડાવ્યા, રાઇડરને બદલે મજૂરી કરાવી; MLA આર.સી પટેલે કહ્યું- જરૂર જણાશે તો યુવકને પરત લાવવામાં આવશે

    15 घंटे पहले

    સુરતમાં વિદેશમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે. નવસારીના એક યુવકને આર્મેનિયામાં રાઇડરની નોકરી અને ઊંચા પગારની લાલચ આપી સુરતની એક એજન્સીએ ₹4 લાખ પડાવી લીધા હતા. યુવકનો આરોપ છે કે તેને ત્યાં રાઇડરને બદલે મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું છે. નવસારીના અંકિત પટેલે સુરતના વેસુ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર પાસે આવેલી 'ફ્લાઈંગ એક્સપ્રેસ' નામની ઓફિસના સંચાલક સાહિલ પટેલનો સંપર્ક કર્યો હતો. સાહિલ પટેલે અંકિતને આર્મેનિયામાં ફૂડ ડિલિવરી અથવા અન્ય સેક્ટરમાં 'રાઇડર' તરીકેની નોકરી અને માસિક ₹1 લાખનો પગાર અપાવવાનું વચન આપ્યું હતું. આ માટે અંકિત પટેલે સંચાલકને કુલ ₹4 લાખ ચૂકવ્યા હતા. અંકિત પટેલના જણાવ્યા અનુસાર, આર્મેનિયા પહોંચ્યા પછી એજન્ટના વચનો ખોટા સાબિત થયા. તેને રાઇડરની કોઈ નોકરી આપવામાં આવી નહોતી. તેના બદલે, તેની પાસે સ્થાનિક ખેતરોમાં અને બાંધકામ સાઇટ પર મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું છે. વધુમાં, તેને આર્મેનિયામાં રહેવા અને જમવાની પૂરતી સુવિધાઓ પણ આપવામાં આવી નથી, જેના કારણે તે મુશ્કેલ પરિસ્થિતિમાં જીવી રહ્યો છે. આર્મેનિયામાં ફસાયેલા નવસારીના આ યુવકે ત્યાંથી એક વીડિયો સંદેશ જાહેર કરીને પોતાની આપવીતી વર્ણવી છે. અંકિત પટેલે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ નવસારીના સાંસદ સી.આર. પાટીલ સમક્ષ વિદેશ મંત્રાલય મારફત તાત્કાલિક મદદ પહોંચાડવાની અપીલ કરી છે. પીડિત યુવકે વીડિયો દ્વારા ગુજરાતના અન્ય બેરોજગાર યુવાનોને પણ આવી એજન્સીઓ અને એજન્ટોની લોભામણી વાતોમાં ન આવવા અને વિદેશ જતા પહેલા તમામ બાબતોની સચોટ તપાસ કરી લેવા અપીલ કરી છે. આ મામલે આગામી દિવસોમાં સુરત પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ શકે છે. આ મામલે જલાલપોરના ધારાસભ્ય આર.સી પટેલ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, આ વીડિયો મામલે મને ખ્યાલ નથી પરંતુ હું જોવડાવી લઉં છું અને શક્ય હોય તો યુવાનને આ દેશમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન પણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    નશાનો ગઢ બની રહ્યું છે પૂર્વોત્તરનું રાજ્ય મિઝોરમ:મ્યાનમારથી નશાની સીધી હોમ ડિલિવરી, 3 વર્ષમાં લગભગ 4000 કિલો ડ્રગ્સ જપ્ત થયું
    Next Article
    હિંમતનગર BAPS મંદિરમાં મહા આમ્રોત્સવ:23 પ્રકારની કેરીઓનો અન્નકૂટ, સવારથી સાંજ સુધી દર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment