Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલોલમાં જ્વેલર્સની દુકાનમાંથી ₹3.93 લાખની ચોરી:પાંચહાટડી બજારમાં તસ્કરોનો તરખાટ, 3 કિલોથી વધુના ચાંદીના દાગીના-રોકડ ચોરી ફરાર

    12 hours ago

    કલોલ શહેરના પાંચહાટડી બજારમાં એક જ્વેલર્સની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી ₹3.93 લાખની મત્તાની ચોરી આચરી છે. સરદાબાગ પાસે પ્રતીક ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતા અને ‘શ્રીનાથજી જ્વેલર્સ’ નામે વેપાર કરતા ધૂમિલ પંકજભાઈ ગાંધી 21 સપ્ટેમ્બરની સાંજે દુકાન બંધ કરીને ગયા બાદ 22 સપ્ટેમ્બર 2026ની સવારે દુકાને પહોંચતા ચોરીનો બનાવ સામે આવ્યો હતો. આ અંગે કલોલ શહેર પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 3.74 કિગ્રા ચાંદીના દાગીના સહિત ₹3.93 લાખની ચોરી બનાવની વિગત અનુસાર, તસ્કરોએ દુકાનના લાકડાના દરવાજાનો નકુચો તોડી અને નીચે મારેલા લોક ગાયબ કરીને અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો દુકાનમાંથી ચાંદીની પગની શેરો, લકી, પટ્ટા, છડા, મંગળસૂત્ર, ઝાંઝર સહિત આશરે 3.74 કિલો ગ્રામ ચાંદીના દાગીના (કિંમત ₹3,78,000) અને કપડાની થેલીમાં રાખેલા રોકડા ₹14,000 મળીને કુલ ₹3,93,700 ની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. વેપારી બજારમાં બનેલી આ તસ્કરીની ઘટનાના પગલે સ્થાનિક વેપારી આલમમાં અસુરક્ષા અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્ર કરી તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીમાં 11મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે કાર્યક્રમો યોજાયા:જિલ્લા પંચાયત મોડાસા ખાતે આયોજન, લોકોને આયુર્વેદ અને પ્રાકૃતિક જીવનશૈલીના મહત્વ વિશે માહિતી અપાઈ
    Next Article
    11 કરોડ બાળકોનાં પૌષ્ટિક આહાર પર મોટું સંકટ !:દેશની 10 લાખથી વધુ શાળાઓમાં મધ્યાહ્નન ભોજન યોજના માટે સરકાર ઉદાસીન, PM પોષણ યોજનામાં બજેટ કાપથી 27 લાખ કર્મચારીઓ પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment