Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વટવામાં વ્યાજખોર પિતા-પુત્ર સામે ફરિયાદ:₹37 લાખ સામે 76 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી; સિક્યોરિટી પેટે 14 કોરા ચેક પડાવી બાઉન્સ કરાવ્યો

    8 hours ago

    વટવા જીઆઈડીસી વિસ્તારમાં રહેતા વેપારીને ધંધાર્થે પિતા પુત્ર વ્યાજખોર પાસેથી 30 ટકા વ્યાજે રૂ. 37.50 લાખ લીધા હતા. તેની સામે રૂ. 37.50 લાખ તેમજ 16 મહિના સુધી દર મહિને રૂ. 4.75 લાખ લેખે કુલ રૂ. 76 લાખ વ્યાજ પેટે રોકડા ચૂકવી દીધા હોવા છતાં, પિતા-પુત્રએ સિક્યોરિટી પેટે લીધેલા 14 કોરા ચેક પરત ન આપી વધુ રૂ. 22.50 લાખની પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપી ત્રાસ આપતા હતા. આ મામલે વેપારીએ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દુબઈમાં પરિચય થયા બાદ 30 ટકા વ્યાજે નાણાં આપ્યા ​જશોદાનગર પુષ્કર હિલમાં રહેતા નિરવ સચાણીયા મોબાઈલ ફોનનો ધંધો કરે છે. અગાઉ દુબઈ તેમના ફ્લેટમાં ભાડે દિપક ભારાણી અને તેમના પિતા વાસુદેવભાઈને રહેતા હોવાથી સંપર્ક થયો હતો. જુલાઈ, 2023માં ધંધા માટે તેમણે પિતા-પુત્ર પાસેથી રૂ.37.50 લાખ 30 ટકા વ્યાજે લીધા હતા. જેની સામે સિક્યોરિટી પેટે નિરવભાઈએ તેમના અને તેમની પત્નીના કુલ 14 સહીવાળા કોરા ચેક આપ્યા હતા. ત્યારબાદ નિરવભાઈએ દર મહિને રૂ. 4.75 લાખ લેખે 16 મહિના સુધી નરોડા ખાતે આવેલી દિપક મોટર્સની ઓફિસે જઈ કુલ રૂ. 76 લાખ રોકડા વ્યાજ પેટે ચૂકવી આપ્યા હતા. મુદ્દલની રકમ ચૂકવી છતાં કોરા ચેક ભરી બાઉન્સ કરાવ્યાં આ ઉપરાંત દિપક ભારાણી, તેમના પિતા, માતા સુનીતાબેન, મિત્રો તથા વિવિધ મોટર્સના ખાતામાં મળી ઓનલાઇન રૂ.35.43 લાખ તથા રોકડા રૂ. 2.07 લાખ ચૂકવી આપ્યા હતા. જેથી વેપારીએ પોતાના તથા પત્નીના કોરા ચેક પરત માંગતા આરોપી દિપક ભારાણીએ ચેક શોધીને આપવાનું કહી સમય પસાર કર્યો હતો. ધમકી આપતા પોલીસ ફરિયાદ બે મહિના બાદ ફરી ચેક માંગતા આરોપીઓએ બીજા રૂ. 22.50 લાખ આપવાના બાકી છે, કહીને માંગણી કરી હતી. તેમજ આરોપીઓએ વેપારીની જાણ બહાર ચેકમાં રૂ. 22.50 લાખની રકમ ભરી બેંકમાં જમા કરાવી બાઉન્સ કરાવ્યો હતો અને બેંક નોટિસ મોકલી ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. સતત પઠાણી ઉઘરાણી અને મિલકત પડાવી લેવાની ધમકીઓથી ત્રાસી જઈને વેપારીએ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    કેટલાકને દેશને તકલીફમાં જોવામાં આનંદ મળે છે: ભીલડીમાં મોદી:રાહુલને ટોણો માર્યો-બનાસકાંઠાના લોકો આલુમાંથી સોનુ બનાવે છે, અહીં આવી કોઈ નથી કહેતું કે આલુમાંથી સોનું બનાવીશું
    Next Article
    પંચમહાલના 2.2 લાખથી વધુ ખેડૂત પરિવારોને સહાય જમા:પીએમ કિસાન યોજનાના 24મા હપ્તાના ₹40.61 કરોડ ખાતામાં જમા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment