Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૈલાશ માનસરોવરની યાત્રા મોંઘી થઈ:કુલ ખર્ચમાં ₹35 હજારનો વધારો, હવે ₹2.09 લાખ ચૂકવવા પડશે; 4 જુલાઈથી યાત્રા શરૂ થશે

    7 hours ago

    કૈલાશ માનસરોવર યાત્રા 4 જુલાઈથી શરૂ થવાની છે. ત્યારે આ વર્ષે આ યાત્રા મોંઘી બની છે. કૈલાશ માનસરોવર યાત્રા ખર્ચમાં 35 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે આ યાત્રાનો કુલ ખર્ચ ગયા વર્ષના ₹1.74 લાખની સરખામણીમાં વધીને ₹2.09 લાખ થઈ ગયો છે. ભારતીય સીમાની અંદર યાત્રીઓના રહેવા, જમવા અને ગાઈડની વ્યવસ્થા કુમાઉ મંડલ વિકાસ નિગમ (KMVN) દ્વારા કરવામાં આવે છે. KMVN એ ફીમાં વધારો કર્યો નિગમે આ વખતે પોતાની ફીમાં 8 હજાર રૂપિયાનો વધારો કર્યો છે. ગયા વર્ષે આ ફી પ્રતિ યાત્રી 57 હજાર રૂપિયા હતી, જે હવે વધીને 65 હજાર રૂપિયા થઈ ગઈ છે. KMVNના મહાપ્રબંધક વિજય નાથ શુક્લાએ જણાવ્યું કે, ‘આ રકમ ફક્ત ભારતીય ક્ષેત્રની વ્યવસ્થાઓ માટે છે.’ 'જ્યારે, તિબેટ ક્ષેત્રમાં વિઝા, મેડિકલ અને અન્ય ખર્ચાઓ માટે વિદેશ મંત્રાલયને 1400 ડોલરનું અલગથી ચૂકવણું કરવું પડશે. કુલ બજેટમાં યાત્રા વિઝા, તિબેટનો ખર્ચ, ગાઈડ અને અન્ય તમામ સેવાઓ સામેલ છે.' 1947થી શરૂ થઈ હતી આસ્થાની સફર કૈલાશ માનસરોવર યાત્રાનો ઇતિહાસ દાયકાઓ જૂનો છે. 1947માં આઝાદી પછી આ યાત્રા શરૂ થઈ હતી, પરંતુ 1962ના ભારત-ચીન યુદ્ધને કારણે તેને બંધ કરી દેવામાં આવી હતી. લગભગ બે દાયકા પછી 1981માં તે ફરી શરૂ થઈ અને 2019 સુધી અવિરત ચાલુ રહી. આ પછી કોરોના મહામારી અને પછી ભારત-ચીન સરહદ પર વધેલા તણાવને કારણે આ યાત્રા લાંબા સમય સુધી પ્રભાવિત રહી. 2025માં તેને ફરીથી શરૂ કરવામાં આવી. ગયા વર્ષે યાત્રા માર્ગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે યાત્રા ચંપાવત અને તનકપુર થઈને કરાવવામાં આવી રહી છે. આ વર્ષે પણ આ જ માર્ગનું અનુસરણ કરવામાં આવશે. નવી વ્યવસ્થા હેઠળ યાત્રીઓને યાત્રા દરમિયાન જાગેશ્વર ધામ અને ચિતઈ મંદિર જેવા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનો અવસર પણ મળશે. , કૈલાશ માનસરોવર યાત્રા સંબંધિત આ સમાચાર પણ વાંચો- 1. 4 જુલાઈથી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા:1738kmની યાત્રામાં 38km પગપાળા ચાલવું પડશે, દિલ્હીથી ચીન સુધીની યાત્રાનો સંપૂર્ણ રૂટ 2. કૈલાશ માનસરોવર યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ:10 ટુકડીમાં ભક્તો યાત્રા પર જશે, ઓમ પર્વતના દર્શનનો પણ લ્હાવો મળશે; જાણો સંપૂર્ણ પ્રક્રિયા
    Click here to Read More
    Previous Article
    RGV digs up photo of young Vijay lost behind Karunanidhi: ‘Kalaignar wouldn’t have dreamed’
    Next Article
    ઝિયાણાંમાં મળેલા દાગીનાનું 200 કરોડનું બ્લાઉઝ:ઈશા અંબાણીના બ્લાઉઝને ગુજરાતી જ્વેલર્સે 2000 કલાકમાં તૈયાર કર્યું; ચાંદનીચોકના મટિરિયલવાળી ‘મેંગો’ બેગ લટકાવી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment