Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વંથલી નજીકથી ગેરકાયદેસર રહેતી સાથે ડમ્પરો ઝડપાયા:વારંવાર ની રજૂઆત બાદ બાતમી મળતા કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું ખાણ ખનીજ વિભાગ;વંથલીમાં ભૂ-માફિયાઓ પર ત્રાટકી ₹3.5 કરોડની 9 રેતી ભરેલી ટ્રકો અને લોડર સીઝ

    7 hours ago

    વંથલી પંથકમાં લાંબા સમયથી ચાલતી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ અને ભૂ-માફિયાઓના આતંકથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ અંગે સ્થાનિકો દ્વારા તંત્રને અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. આખરે, કુંભકર્ણની ઘોર નિંદ્રામાં સૂતેલા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ પોતાની આળસ મરડીને વંથલી પંથકમાં આકસ્મિક ચેકિંગની મોટી કામગીરી હાથ ધરી છે. આ દરોડા દરમિયાન રોયલ્ટી પાસ વગર સાદી રેતીનું બિનઅધિકૃત વહન કરતી 9 જેટલી ટ્રકોને ઝડપી લેવામાં આવી છે. આ ઉપરાંત, ઘટનાસ્થળે ગેરકાયદેસર ઉત્ખનન કાર્યમાં ઉપયોગમાં લેવાતા એક લોડર મશીનને પણ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગની આ રેડમાં ખનીજની કિંમત સહિત કુલ અંદાજીત ₹૩.૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને તમામ વાહનોને વંથલી પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપી આગળની તપાસ શરૂ કરાઈ છે. આ સમગ્ર રેડ અંગે ખાણ ખનીજ વિભાગના ઇન્ચાર્જ અધિકારી કિરણ પરમારે જણાવ્યું હતું કે અમારી ટીમને બાતમી મળી હતી કે અહીંયાથી રેતીની હેરફેર થાય છે અને જેમાં કોઈ પાસ પરમિટ નથી હોતા. અમારી ટીમ રેન્ડમલી ચેકિંગમાં નીકળી હતી, એના ભાગરૂપે બપોરના ટાઈમની અંદર એસડીએમ સાહેબે બે ગાડીઓ રોકાવી હતી, એ ગાડીઓ સીઝ કરીને આપણે મૂકી દીધી. બીજી આ અહીંયા સાતેક ગાડીઓ છે, જે બધી ઓવરલોડ ભરેલી છે, રેતી ભરેલી છે અને જેમાં કોઈ જ પાસ પરમિટ હજી સુધી એમની પાસેથી કોઈ જ કબજે થયા નથી. અને આ જે જગ્યા છે એ ચાળણો છે, એની મંજૂરી આપેલી હોય ને એવી વિગતો હજી સુધી ધ્યાને આવેલ નથી, એની વિશેષ તપાસ અમારી ટીમ અત્યારે કરી રહી છે. તમામ તપાસની કામગીરી પૂર્ણ થશે તો આ બાબતે વિશેષ માહિતી આપવામાં આવશે. ખાણ ખનીજ વિભાગ ભલે એવો દાવો કરી રહ્યું હોય કે આ કાર્યવાહી માત્ર બાતમીના આધારે કરવામાં આવી છે, પરંતુ હકીકત એ છે પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી વંથલી નજીક આ જગ્યા પર ગેરકાયદેસર રીતે રેતી નો ગોરખ ધંધો ધમી રહ્યો હતો. વંથલી પંથકમાં ભૂ-માફિયાઓનો ત્રાસ સીમા વટાવી ચૂક્યો હતો. થોડા દિવસો પહેલા જ સાંતલપુર ગામ નજીક રેતી ભરેલા એક બેફામ ડમ્પરની અડફેટે આવતા એક નિર્દોષ મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને સાંતલપુર ગામના રોષે ભરાયેલા લોકો ટ્રેક્ટરો ભરીને મહિલાના મૃતદેહ સાથે વંથલી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ગ્રામજનોએ ભારે હંગામો મચાવી ગામમાંથી પસાર થતા રેતીના ડમ્પરો કાયમી ધોરણે બંધ કરાવવા ઉગ્ર રજૂઆત કરી હતી. આ ભારે જનઆક્રોશ અને દબાણના કારણે જ આખરે તંત્રએ જાગવું પડ્યું હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    TMC Political Crisis: पकड़ने गई पुलिस तो बेड के नीचे छिपे TMC नेता, ऐसे निकाला बाहर! Bengal News
    Next Article
    Cockroach Janta Party 6 June के ऐलान को लेकर विवादों में क्यों घिरी? Funding को लेकर क्या बोली CJP?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment