Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં નવો બિઝનેસ શરૂ કરવો હવે સરળ:મહિલા સ્ટાર્ટઅપ્સને એક વર્ષ સુધી દર મહિને ₹30 હજારનું ભથ્થું, ગ્રીન સ્ટાર્ટઅપ્સને ₹50 લાખ સુધીની સરકારી મદદ; જાણો કોને શું મળશે?

    22 hours ago

    ગુજરાત સરકારે મહાત્મા મંદિર ખાતે નવી ઔદ્યોગિક નીતિ-2026નું અનાવરણ કરીને રાજ્યને ગ્રીન, હાઈ-ટેક, ઇનોવેશન આધારિત અને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટેનો વ્યાપક રોડમેપ જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર કરેલી આ નીતિમાં ઉત્તમ જીવનશૈલી અને ઉત્તમ કમાણીના ડબલ એન્જિન ગ્રોથ મોડલ પર ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યના અર્થતંત્રને વર્ષ 2047 સુધીમાં 3.5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાનો મક્કમ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ભવિષ્યની ટેકનોલોજી પર ફોકસ ભવિષ્યને ધ્યાનમાં રાખીને નીતિમાં 21 હાઈ-ટેક સેક્ટર્સને ‘થ્રસ્ટ સેક્ટર્સ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રોકાણકારોને વિશેષ પ્રોત્સાહન મળશે. તેમાં ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રોલાઇઝર અને બેટરી સ્ટોરેજ, સેમિકન્ડક્ટર સંલગ્ન ઉદ્યોગો જેમ કે અલ્ટ્રા-પ્યોરિટી ગેસ અને કેમિકલ્સ, ડ્રોન, રોબોટ્સ અને સ્પેસ રિલેટેડ મેન્યુફેક્ચરિંગ, ડિફેન્સ, એરોસ્પેસ, રમકડાં અને સ્પોર્ટ્સ ગુડ્સ જેવા સેક્ટર્સનો સમાવેશ થાય છે. નવી ઔદ્યોગિક નીતિમાં કોને શું મળ્યું? 1. નવા બિઝનેસ અને સ્ટાર્ટઅપ્સ માટે સહાય 2. મહિલા ઉદ્યોગસાહસિકો માટે 3. નાના, લઘુ અને મધ્યમ વેપારીઓ (MSMEs) માટે 4. રોજગારી અને કૌશલ્ય વિકાસ 5. શ્રમિકો અને કામદારોના કલ્યાણ માટે 6. પ્રદૂષણ મુક્ત શહેરો માટે ખાસ યોજના: 'પ્રોજેક્ટ T.H.R.I.V.E.' મહિલા સહ-સ્થાપકોને માસિક ભથ્થું અને ₹50 લાખની સીડ સહાય સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે મહિલા કો-ફાઉન્ડર ધરાવતા સ્ટાર્ટઅપ્સને એક વર્ષ માટે દર મહિને રૂ.30 હજારનું ભથ્થું અને ટર્મ લોન પર વધારાની એક ટકા વ્યાજ સબસિડી આપવામાં આવશે. હાઈ-ટેક અને ગ્રીન સ્ટાર્ટઅપ્સને મહત્તમ રૂ.50 લાખ સુધીની સીડ સપોર્ટ સહાય પણ આપવામાં આવશે. ઉદ્યોગકારોને સિંગલ વિન્ડો સોલ્યુશન ઉપલબ્ધ કરાવવા હબ એન્ડ સ્પોક મોડલ પર ઉદ્યોગ સહાય કેન્દ્રો શરૂ કરવામાં આવશે. રિસર્ચ સેન્ટર્સ માટે 'અર્લી બર્ડ ઇન્સેન્ટિવ'અને ₹50 કરોડની કેપિટલ સબસીડી ગુજરાતને વૈશ્વિક સ્તરે RD હબ બનાવવા માટે સ્પેશિયલ રિસર્ચ એન્ડ ઇનોવેશન પાર્ક ઉભો કરવામાં આવશે. રૂ.300 કરોડથી વધુનું રોકાણ કરનારા પ્રથમ પાંચ રિસર્ચ સેન્ટર્સને ‘અર્લી બર્ડ ઇન્સેન્ટિવ’ હેઠળ 50 ટકા સુધીની કેપિટલ સબસિડી આપવામાં આવશે, જેની મર્યાદા પ્રતિ વર્ષ રૂ.50 કરોડ રહેશે. ખેડૂત આંદોલન મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રાજ્યમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે મુખ્યમંત્રી હંમેશા લોકો માટે ઉદાર મનથી વિચારે છે અને ખેડૂતો માટે પણ ઉદાર અભિગમ ધરાવે છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી બોલ્યા વગર ભૂતકાળના કે આજના પ્રશ્નોનો નિકાલ લાવવાની કાર્યશૈલી ધરાવે છે. ઇન્સેન્ટિવ સીધા ઉદ્યોગકારોના બેંક ખાતામાં જમા થશે નવી ઔદ્યોગિક નીતિ અંગે પોતાના સંબોધનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌને બે હાથ જોડીને વંદન કરતાં જણાવ્યું કે સરકાર તમામ ઉદ્યોગો સાથે મજબૂતીથી ઊભી રહે તે માટે પ્રતિબદ્ધ છે જેથી રાજ્યના ઉદ્યોગોને બહાર જવાની જરૂર ન પડે. આ માટે મુખ્યમંત્રીએ અનેક બેઠકો યોજી છે. તેમણે જણાવ્યું કે ભૂતકાળમાં જે રોકાણ આવ્યું છે તેમાં ઇન્સેન્ટિવ સીધા ઉદ્યોગકારોના ખાતામાં પહોંચે અને યુનિટ્સનું વિસ્તરણ થઈ શકે તે માટે નાણાં વિભાગે વિશેષ પ્રયાસો કર્યા છે. 1 વર્ષમાં 1.05 લાખ અરજીઓનો નિકાલ અને RD પર ભાર તેમણે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં 1.05 લાખ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. અગાઉ ઉદ્યોગકારોને વિવિધ કાગળ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હતું, પરંતુ હવે આ પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે ગુજરાત એ દેશનું પહેલું રાજ્ય છે જેણે આ નીતિમાં સૌથી વધારે ફોકસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર કર્યું છે અને RD માટે 50 ટકા સુધીની સબસિડીની જોગવાઈ કરી છે. આગામી 15 વર્ષમાં ઇન્ડસ્ટ્રીઝમાં શું સુધારો કરી શકાય તે માટે પણ RD પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મેન્યુફેક્ચરિંગમાં નંબર-1 ગુજરાત તેમણે જણાવ્યું કે ગુજરાત આજે દેશનું નંબર-1 મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે અને અનેક સેક્ટર્સમાં વિકાસની અપાર સંભાવનાઓ છે. ખાસ કરીને ડેટા સેન્ટર્સ માટે રાજ્યમાં મોટી સંભાવના છે. આવનારા દિવસોમાં નવી ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવા માટે ઉદ્યોગકારોને ધક્કા ન ખાવા પડે તેવી વ્યવસ્થા પણ સરકાર લાવવા જઈ રહી છે. દરેક ઉદ્યોગની માંગણીઓને આવરી લેતી સર્વગ્રાહી પોલિસી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ એવી પોલિસી છે જેને પહેલી નજરે જ જોઈને આનંદ થાય. આ નીતિ માત્ર ગુજરાતના દરેક ઉદ્યોગ માટે ફીટ થાય એવી નથી, પરંતુ અન્ય રાજ્યોના ઉદ્યોગોને પણ ગુજરાતમાં રોકાણ કરવા આકર્ષે તેવી છે. ઉદ્યોગ જગત તરફથી આવેલી તમામ માંગણીઓને આવરી લઈને આ પોલિસી તૈયાર કરવામાં આવી છે. રેડ ટેપિઝમને બદલે રેડ કાર્પેટિઝમ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું કે છેલ્લા 12 વર્ષનો સમય સામાજિક, આર્થિક અને ઔદ્યોગિક વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારો રહ્યો છે. પ્રધાનમંત્રીએ રેડ ટેપિઝમને બદલે રેડ કાર્પેટિઝમની સુવિધા આપી છે. આજે ગુજરાત દેશનું બેસ્ટ ચોઈસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટેટ બની ગયું છે અને મેન્યુફેક્ચરિંગ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ અગ્રેસર છે. પર્યાવરણ સંરક્ષણ સાથે સાચો આર્થિક વિકાસ મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજની નીતિ વિકસિત ભારત-2047ના સંકલ્પને સાકાર કરતી નીતિ છે. મહિલા કો-ફાઉન્ડર્સ માટે વિશેષ સહાય આપવામાં આવી છે. ગ્રીન અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ આ નીતિનું સૌથી મહત્વનું પાસું છે અને પર્યાવરણનું સંરક્ષણ થાય એ જ સાચો વિકાસ અને સાચો અભિગમ છે. તેમણે જણાવ્યું કે આ નીતિમાં માત્ર રોકાણ જ નહીં પરંતુ સંતુલિત પ્રાદેશિક વિકાસ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. 20 વર્ષમાં જીડીપી વૃદ્ધિ દર 6.2%થી વધીને 8.4% થયો પત્રકાર પરિષદને સંબોધતા ચીફ સેક્રેટરી મનોજ દાસે જણાવ્યું કે ભારતને ગ્લોબલ પાવર હાઉસ બનાવવાના વિઝન સાથે આ નીતિ તૈયાર કરવામાં આવી છે. છેલ્લા 20 વર્ષમાં જીડીપીનો વિકાસ દર 6.2 ટકાથી વધીને 8.4 ટકા સુધી પહોંચ્યો છે. નવા સેક્ટર્સને કેવી રીતે પ્રોત્સાહન મળે તે પ્રકારે આ નીતિ ઘડવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં વર્ષ 2031 સુધીમાં અંદાજે એક લાખ લોકો કામ કરતા હશે. સરકારમાં વિવિધ સ્તરે વિસ્તૃત ચર્ચા અને વિચાર-વિમર્શ બાદ આ નીતિ તૈયાર કરવામાં આવી છે. રોજગારી સર્જનના આધારે નક્કી થશે સબસિડીની કેટેગરી ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ જણાવ્યું કે નવી નીતિમાં ‘ચૂઝ યોર ઇન્સેન્ટિવ’ જેવી અનોખી પહેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ પાંચ RD સેન્ટર્સને 50 ટકા સુધીની સબસિડી આપવાની યોજના દેશની સૌથી વિશિષ્ટ યોજનાઓમાંની એક છે. એમએસએમઈ માટે નવી વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે અને ઇન્ડસ્ટ્રીઝને બે તબક્કામાં વહેંચવામાં આવી છે. પોલિસીમાં કેટેગરી પ્રમાણે ઇન્સેન્ટિવ આપવામાં આવશે અને રોજગારી સર્જનના આધારે ઇન્સેન્ટિવ કેટેગરી નક્કી કરવામાં આવી છે. મહિલા ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ્સને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. રાજ્યમાં ₹10 લાખ કરોડના સંભવિત રોકાણની અપેક્ષા પત્રકાર પરિષદ બાદ પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં ચીફ સેક્રેટરીએ જણાવ્યું કે દરેક ઉદ્યોગની જરૂરિયાત અલગ હોય છે, તેથી પોલિસીમાં બાસ્કેટ અને કેટેગરીની વ્યવસ્થા સાથે સિલિંગ નક્કી કરવામાં આવ્યું છે. પ્રદૂષણ ઘટાડવા માટે ઇન્ડસ્ટ્રીયલ એરિયાના શિફ્ટિંગ અંગે પણ વિચારણા ચાલી રહી છે અને તેના માટે પણ પોલિસીમાં જોગવાઈ કરવામાં આવી છે. AI અને સ્ટાર્ટઅપ્સ માટે એક સાથે અનેક સ્ટાર્ટઅપ્સ શરૂ થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને પ્રતિ માસ રૂ.20 હજાર સુધીની સહાય એક વર્ષ માટે આપવામાં આવશે. લોકોને વધુ લાભ મળે તે માટે અલગ કેટેગરીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી પાંચ વર્ષના પોલિસી પીરિયડમાં રાજ્યમાં રૂ.10 લાખ કરોડનું રોકાણ આકર્ષિત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    TMCમાં ભંગાણથી સંસદમાં NDA મજબૂત થશે:લોકસભામાં 314, રાજ્યસભામાં 154 સાંસદો હોઈ શકે છે; બે-તૃતીયાંશ બહુમતીથી 46 અને 9 બેઠકો પાછળ
    Next Article
    ભરૂચ DLSAએ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ કાર્યક્રમ યોજ્યો:વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસે વડીલોના ઘરમાં આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment