Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં સાળાના પુત્રએ ફુવા પર જીવલેણ હુમલો કર્યો:₹29 લાખની ઉઘરાણીની અદાવતમાં મોપેડ પરથી 61 વર્ષીય વૃદ્ધને ધક્કો મારી નીચે પાડી ગળું દબાવી ઢીકાપાટુનો માર માર્યો, રડતા રડતા વર્ણવી આપવીતી

    18 hours ago

    સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ઝાંપા બજારમાં કૌટુંબિક નાણાકીય લેતીદેતીની જૂની અદાવતમાં લોહિયાળ ઝઘડો સામે આવ્યો છે. સાળાને ધંધા અર્થે આપેલા ₹29 લાખની અવારનવાર માંગણી કરવા છતાં નાણાં પરત ન મળતાં થયેલા મનદુઃખમાં સાળાના પુત્રએ પોતાના 61 વર્ષીય ફુવા પર જાહેરમાં હુમલો કર્યો હતો. મોપેડ પર જઈ રહેલા વૃદ્ધને પાછળથી ધક્કો મારી પછાડી દીધા બાદ ગળું પકડીને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવ અંગે મહિધરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 2014માં સાળાને ₹29 લાખ આપ્યા હતા, 4 વર્ષથી બોલચાલ બંધ હતી ઝાંપા બજાર બેગમપુરા ખાતે રહેતા 61 વર્ષીય મોહમદ હુસૈન હાજી ઈબ્રાહિમ શેખે વર્ષ 2014માં પોતાના સાળા ઉસ્માન શેખને ધંધા માટે ₹29 લાખ આપ્યા હતા. આ રૂપિયા પરત માંગવા જતાં બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી અને છેલ્લા ચાર વર્ષથી વાતચીત પણ બંધ હતી. આ બાબતની અદાવત રાખી સાળાનો દીકરો ઈરફાન શેખ અવારનવાર ફરિયાદી સામે એકનજરે જોઈ અદાવત રાખતો હતો. મોપેડ પરથી પછાડી ગળું પકડ્યું અને મોઢા પર ફેંટો મારી ફરિયાદી મોહમદ હુસૈન પોતાના મોપેડ (GJ-05-PV-6727) પર ઘડિયાળ રીપેર કરાવીને પરત ફરી રહ્યા હતા. સાંજના સવા પાંચેક વાગ્યાના સુમારે તેઓ ઝાંપા બજાર ચોકથી મટન માર્કેટ તરફ વળ્યા ત્યારે આરોપી ઈરફાન ઉસ્માન શેખે પાછળથી દોડી આવી તેમની પીઠ પર જોરદાર ધક્કો માર્યો હતો. મોપેડ સાથે નીચે પટકાતાં જ આરોપીએ જાહેરમાં ગંદી ગાળો બોલી 'આજે આને જાનથી મારી નાખીશ, કોઈ વચ્ચે નહીં આવતા' તેવી ધમકી આપી એક હાથે ગળું પકડી બીજા હાથે મોઢા તેમજ શરીર પર આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. લોકો વચ્ચે પડતાં જીવ બચ્યો, સ્મિમેરમાં સારવાર લીધી જાહેરમાં ચાલી રહેલા આ હુમલા દરમિયાન આસપાસના લોકો તાત્કાલિક વચ્ચે પડ્યા હતા અને વૃદ્ધને આરોપીના ચુંગાલમાંથી છોડાવ્યા હતા. આ મારામારીમાં મોહમદ હુસૈનને પગના ઘૂંટણ, નળાના ભાગે, હાથના પંજા પાસે તેમજ ચહેરા પર ગંભીર મૂંઢ ઇજાઓ થઈ હતી. બનાવ બાદ ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે BNS ની કલમો હેઠળ ગુનો નોંધ્યો સારવાર મેળવ્યા બાદ મોહમદ હુસૈન શેખે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી ઈરફાન ઉસ્માન શેખ (રહે. સૈફી મોહલ્લો, ઝાંપા બજાર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    When Sonia Gandhi Chased Away A Palmist: He Made A Prediction As He Ran
    Next Article
    Sunrisers Hyderabad's Heartfelt Post As Owner Kavya Maran Marries Anirudh Ravichander

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment