Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹2.75 કરોડના કૌભાંડમાં ફરાર DPEO ગાયત્રીબેન રજા પર ઉતર્યા:ધરપકડથી બચવા ઓનલાઈન પોર્ટલ પર રજા મૂકી; ડેપ્યુટી DPEOને ચાર્જ સોંપાયો; 5 આરોપીઓ વિરૂદ્ધ તપાસ

    15 hours ago

    પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા પ્રોજેક્ટમાં આચરાયેલા પોણા 3 કરોડ રૂપિયાના ઉચાપત કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. કેસમાં નામ ખૂલતાં જ ફરાર થયેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) ગાયત્રીબેન પટેલે ધરપકડથી બચવા 20 દિવસની ઓનલાઈન રજા મૂકી દીધી છે. પોલીસ દ્વારા આરોપીઓને પકડવા ચક્ર ગતિમાન કરાયા છે, જ્યારે દૈનિક કામગીરી માટે નાયબ DPEO ને ચાર્જ સુપ્રત કરવામાં આવ્યો છે. ધરપકડથી બચવા ઓનલાઈન રજાની અરજી કરી કૌભાંડમાં નામ સામે આવ્યા બાદ ફરાર DPEO ગાયત્રીબેન પટેલે 10 સપ્ટેમ્બર 2026 થી 1 ઓક્ટોબર 2026 સુધીની રજા માટે કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી છે. તપાસ એજન્સીઓથી બચવા અને ધરપકડ ટાળવા માટે તેમણે આ પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે સમગ્ર કેસની ગંભીરતા જોઈને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. ડેપ્યુટી DPEO ને હંગામી ચાર્જ સોંપાયો જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં અચાનક ઊભી થયેલી વહીવટી કટોકટી અને દૈનિક કામગીરી ખોરવાય નહીં તે માટે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને હંગામી ધોરણે ચાર્જ સોંપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વિભાગીય કામગીરી પૂર્વવત ચલાવવા માટે તાત્કાલિક ધોરણે આ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 5 આરોપીઓ સામે પોલીસ તપાસ ચાલુ રૂપિયા 2.75 કરોડના આ બહુચર્ચિત ઉચાપત કૌભાંડમાં ગાયત્રીબેન પટેલ સહિત કુલ પાંચ આરોપીઓની સંડોવણી બહાર આવી છે. તમામ આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર હોવાથી ગોધરા બી-ડિવિઝન પોલીસે શોધખોળ શરૂ કરી છે. શંકાસ્પદ સ્થળોએ દરોડા પાડીને આરોપીઓને વહેલી તકે જેલહવાલે કરવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ગણેશ મૂર્તિ માટે સિન્થેટિક સામગ્રી અને POP પર પ્રતિબંધ:જળસ્ત્રોતોમાં વિસર્જન પર પણ રોક, પર્યાવરણ સુરક્ષા માટે જાહેરનામું બહાર પડાયું
    Next Article
    Rain Forecast News | રાજ્યમાં ચોમાસાની વિદાયનું કાઉન્ટ ડાઉન શરૂ | Monsoon 2026 | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment