Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુઘડમાં ₹2.66 કરોડની જમીન કૌભાંડનો પર્દાફાશ:સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નકલી દસ્તાવેજો આધારે બોગસ બાનાખત કરી દેવાયા, બે શખસ સામે ગુનો દાખલ

    1 day ago

    ગાંધીનગરના સુઘડ ગામની સીમમાં આવેલી કરોડો રૂપિયાની વડીલોપાર્જિત જમીન હડપ કરી લેવાના ઈરાદે નકલી ચૂંટણી કાર્ડ અને ખોટા ફોટા રજૂ કરી સબ-રજિસ્ટ્રાર કચેરીમાં રજિસ્ટર્ડ બાનાખત કરાવી લેવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. અસલ માલિકોની જાણ બહાર આચરવામાં આવેલા આ છેતરપિંડીના કેસમાં અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પાડોશીઓની સતર્કતાથી કૌભાંડ ખુલ્લું પડ્યું અમદાવાદના ઈસ્કોન ક્રોસ રોડ પાસે શિવાલીક શિલ્પ બિલ્ડિંગની પાછળ આઉવર બિલ્ડિંગમાં રહેતા જાગૃતિબેન સંજયભાઈ પટેલની સુઘડ ગામમાં સર્વે નંબર 311 અને 480 વાળી જમીન આવેલી છે. આશરે એકાદ માસ અગાઉ એક અજાણી મહિલા અને પુરુષોએ જાગૃતિબેનના જૂના સરનામે જઈ પોતે જ 'જાગૃતિ પટેલ' હોવાનો ખોટો પરિચય આપ્યો હતો. જોકે, પાડોશીઓ અને પિતરાઈ ભાઈને શંકા જતાં તેમણે મૂળ જાગૃતિબેનને જાણ કરી હતી, જેનાથી આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. ₹2.66 કરોડના બોગસ બાનાખત કરી નાખ્યા પોલીસ તપાસમાં સામે આવ્યું કે કલોલની કલ્પતરૂ પેપર મિલમાં રહેતા દીપક પરમહંસ ત્રિપાઠીએ અન્ય મળતિયાઓ સાથે મળી કાવતરું ઘડ્યું હતું. આરોપીઓએ અસલ માલિકોના નામે નકલી દસ્તાવેજો અને ખોટી સહીઓ તૈયાર કરી ગાંધીનગર ઝોન-22ની સબ-રજિસ્ટ્રાર કચેરીમાં 6 માર્ચ, 2026ના રોજ ₹2.51 કરોડ અને ₹15 લાખના રોકડા અવેજ સાથેના બે અલગ-અલગ બાનાખત પણ રજિસ્ટર કરાવી લીધા હતા. ખોટી જાહેર નોટિસો પણ પ્રસિદ્ધ કરાવી આરોપીઓએ કૌભાંડને કાયદેસરનું રૂપ આપવા માટે વકીલ મારફતે ન્યૂઝ પેપરમાં ટાઇટલ ક્લિયરન્સ માટેની ખોટી જાહેર નોટિસો પણ પ્રસિદ્ધ કરાવી હતી. આ કૌભાંડમાં અમદાવાદના બોપલ વિસ્તારના મનીષ બળવંતભાઇ પટેલની સંડોવણી પણ ખુલી છે, જેમણે આ જમીન બાબતે ખોટા વેચાણ બાનાખત કર્યા હતા. બીજી મહિલાને નકલી માલિક બનાવી તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આરોપીઓએ નાંદેજ (દસ્ક્રોઈ) ખાતે રહેતી એક મહિલાનું જાગૃતિબેન વ્રજલાલ પટેલના નામનું ચૂંટણી કાર્ડ મેળવીને તેને અસલ માલિક તરીકે રજૂ કરી છેતરપિંડી આચરી હતી. અડાલજ પોલીસે હાલ દીપક ત્રિપાઠી, મનીષ પટેલ અને અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    માણેજામાં માનસિક બીમારીથી કંટાળી 55 વર્ષીય મહિલાનો આપઘાત:પરિવાર જમવા ગયો ને પંખે ઓઢણી બાંધી ફાંસો ખાઈ લીધો; ડિપ્રેશનની સારવાર ચાલતી હતી
    Next Article
    CBI to probe Suvendu Adhikhari aide Chandranath Rath’s murder

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment