Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી વન વિભાગે મોટી કાર્યવાહી કરી:₹2.64 લાખના ખેરના લાકડા અને વાહન જપ્ત

    1 day ago

    તાપી વન વિભાગે ગેરકાયદેસર ખેરના લાકડાની ચોરી અને તસ્કરી સામે કડક કાર્યવાહી કરી છે. વિભાગે રૂ. 2.64 લાખનો મુદ્દામાલ, જેમાં ખેરના લાકડાનો જથ્થો અને તેના પરિવહન માટે ઉપયોગમાં લેવાતું બોલેરો પીકઅપ વાહનનો સમાવેશ થાય છે, તે જપ્ત કર્યો છે. બાતમીના આધારે ગત તા. 24 જુલાઈ, 2026ના રોજ ઉમરવાવ નજીક આવેલા કંમ્પા નં. 301-એ ના જંગલ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જંગલમાંથી ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા ખેરના 6 નંગ (આશરે 0.640 ઘન મીટર) લાકડા મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. 10,146 થાય છે. વન વિભાગે આ જથ્થો તાત્કાલિક કબજે કર્યો હતો. આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે વન વિભાગ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ જારી રાખવામાં આવી હતી. પરિણામે, તા. 26 જુલાઈ, 2026ના રોજ અન્ય એક ચોક્કસ બાતમી મળતાં વન વિભાગની ટીમે ખુટાડીયા ગામે ગૌચરની જમીનમાં ઓચિંતી રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન સ્થળ પરથી છોલેલા ખેરના 16 નંગ (આશરે 0.762 ઘન મીટર) લાકડા, જેની કિંમત રૂ. 18,898 થાય છે, તે જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, લાકડાની ગેરકાયદેસર હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતું અંદાજિત રૂ. 2.35 લાખની કિંમતનું બોલેરો પીકઅપ વાહન પણ કબજે લેવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલ કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 2.64 લાખ થાય છે. આ સમગ્ર મામલે વન અધિનિયમ હેઠળ ગુનો નોંધીને જપ્ત કરાયેલ તમામ મુદ્દામાલ સરકારી ડેપો, ડોલવણ ખાતે સુરક્ષિત રીતે જમા કરાવવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ચેન્નઈ એરપોર્ટ પર મુસાફરો કલાકો સુધી ફસાયેલા રહ્યા:ઇન્ટરનેશનલ ટર્મિનલના 12 માંથી 4 ગેટ બંધ થવાથી લાઈન લાગી, એરપોર્ટ ઓથોરિટી પાસેથી કાર્યવાહીની માંગ
    Next Article
    પરિવારમાં મતભેદથી દીકરી નારાજ:સાવકા પિતાએ મારઝૂડ કરતા યુવતી ઘર છોડી પોલીસ સ્ટેશન પહોંચી ગઈ, અભયમની ટીમે માતા પિતા અને દીકરીનું કાઉન્સેલિંગ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment