Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્સ્ટાગ્રામની ફેક કંપનીની જાહેરાત જોઈ યુવક ઓનલાઈન બિઝનેસમાં ફસાયો:₹2.53 કરોડ ગુમાવ્યા, સાયબર સેલે અમરેલીના બે આરોપીઓને દબોચ્યા

    1 day ago

    ઈન્સ્ટાગ્રામ પર ફેક કંપનીની જાહેરાત જોઈને ઓનલાઈન બિઝનેસ અને રોકાણ કરવાની લાલચમાં આવી જતાં એક ફરિયાદીએ ₹2.53 કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે. ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે આ કેસમાં ટેકનિકલ એનાલિસિસના આધારે અમરેલીના સાવરકુંડલામાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. કસ્ટમર સર્વિસના નામે 60% રકમ જમા કરાવી તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ ઈન્સ્ટાગ્રામ પર https://shopmyerin.com નામની નકલી વેબસાઈટની જાહેરાત આપી ફરિયાદીનું રજિસ્ટ્રેશન કરાવી તેને ડિસ્ટ્રીબ્યુટર બનાવ્યો હતો. ત્યારબાદ કપડાં, ફર્નિચર અને ઈલેક્ટ્રોનિક્સ જેવી વસ્તુઓના પ્રોડક્ટ એડ કરાવી, કસ્ટમર સર્વિસના નામે 60% રકમ અલગ-અલગ બેંક ખાતામાં જમા કરાવી હતી. ફરિયાદીને વોલેટમાં ડોલરમાં 20% નફો દેખાડીને વધુ રકમ રોકવા પ્રેરિત કરાયા હતા. જ્યારે ફરિયાદીએ પોતાના નાણાં પરત માંગ્યા ત્યારે ક્રેડિટ સ્કોર રિપેર કરવા, એકાઉન્ટ અનફ્રીઝ કરવા અને શોપિંગ સ્ટોર બંધ કરવાના બહાને કુલ ₹2,53,91,066 પડાવી લેવાયા હતા. ઝડપાયેલા આરોપીઓ દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 34 ઓનલાઈન ફરિયાદો પોલીસે આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ફોન અને 1 ચેકબુક કબ્જે કર્યા છે. આ કૌભાંડ સાથે સંકળાયેલા બેંક ખાતાઓ તપાસતા NCRP પોર્ટલ પર દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 34 ઓનલાઈન ફરિયાદો અને 11 FIR નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. રોકાણની જાહેરાતોથી સાવચેત રહેવા અપીલ સાયબર સેલે લોકોને સોશિયલ મીડિયા પર આકર્ષક રોકાણની જાહેરાતોથી સાવચેત રહેવા અને કોઈપણ અજાણી કંપનીમાં પૈસા ટ્રાન્સફર કરતા પહેલાં તેની ખરાઈ કરવા અપીલ કરી છે. સાયબર છેતરપિંડીના કિસ્સામાં તાત્કાલિક 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    दिन में लंच करने के बाद क्यों आने लगती है नींद? जानिए क्या है दोपहर की सुस्ती के पीछे कारण
    Next Article
    સ્કોલરશીપ કાંડમાં દર્શન મેસવાણિયાના ચોંકાવનારા ખુલાસા:400થી વધુ ઓરિજિનલ ડોક્યુમેન્ટ, 115 VIP સિમકાર્ડ અને 150 ફિનો બેંક કીટ જપ્ત, એજન્ટો પણ રાખ્યા હતા; બેંકમાંથી એકાઉન્ટ દીઠ ₹50 મળતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment