Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારીને વ્યાજના ચક્રમાં ફસાવનાર વ્યાજખોર ત્રિપુટી ઝડપાઈ:₹25 લાખ સામે ₹40 લાખ ચૂકવ્યા છતાં વેપારીનું મકાન પચાવી પાડ્યું, મહિલા સહિત ત્રિપુટી જેલભેગી

    4 days ago

    ધંધાના વિકાસ માટે વ્યાજે નાણાં લેનારા સામાન્ય વેપારીઓને પાયમાલ કરતી વ્યાજખોરોની બદી સામે જૂનાગઢ પોલીસે લાલ આંખ કરી છે. શહેરમાં મુદ્દલ કરતાં બમણી રકમ ચૂકવી દીધી હોવા છતાં, ચડત વ્યાજના નામે એક દલિત વેપારીનું પાકું મકાન પચાવી પાડનાર વ્યાજખોર ત્રિપુટીને 'બી' ડિવિઝન પોલીસે દબોચી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને ત્રણેય આરોપીઓને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે. ₹25 લાખ સામે ₹40 લાખ વસૂલ્યા તોય લાલચ ન સંતોષાઈ મળતી વિગતો અનુસાર, દોલતપરા વિસ્તારમાં રહેતા અને કાળવા ચોકમાં 'ચામુંડા મોબાઈલ' નામે નાની દુકાન ધરાવતા જીતુભાઈ મંગાભાઈ ગોહેલને વર્ષ 2022 માં ધંધા માટે નાણાંની જરૂર પડી હતી. તેમણે પંકજ મોતીલાલ ઓંધીયા નામના વ્યાજખોર પાસેથી 10% ના ઊંચા માસિક વ્યાજે કટકે-કટકે ₹11,00,000 લીધા હતા. ત્યારબાદ વ્યાજના ચક્કરમાં ફસાયેલા જીતુભાઈને પંકજે વસંત મહેતા અને કામીનીબેન મહેતા નામના દંપતી સાથે મુલાકાત કરાવી આપી હતી. વર્ષ 2024 માં જીતુભાઈએ આ દંપતી પાસેથી પણ ₹14,00,000 વ્યાજે લીધા. આમ, વેપારીએ કુલ ₹25,00,000 જેટલી રકમ મેળવી હતી, જેની સામે અત્યાર સુધીમાં ઓનલાઈન અને રોકડા મળીને ₹40,00,000 થી વધુની માતબર રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી હતી. કુખ્યાત 'ડાયરી સિસ્ટમ' અને કોરા ચેક પડાવ્યા જ્યારે જીતુભાઈ વ્યાજ આપવામાં અસમર્થ બન્યા, ત્યારે આરોપીઓએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. મુખ્ય આરોપી પંકજ વેપારીના નામે ₹50,000 ની ડાયરી બનાવતો, પરંતુ એડવાન્સ વ્યાજના નામે ₹20,000 કાપીને માત્ર ₹30,000 આપતો હતો. આ રૂપિયાની સામે રોજ સવારે ₹500 થી લઈને ₹2,500 સુધીની બળજબરીપૂર્વક રોજબરોજ ઉઘરાણી કરવામાં આવતી હતી. આટલું જ નહીં, આરોપીઓએ જીતુભાઈ પાસેથી 5 થી 7 જેટલા બેંકના કોરા ચેક પર સહી કરાવી પડાવી લીધા હતા અને કોર્ટ નોટિસો મોકલાવી માનસિક ત્રાસ આપતા હતા. “તારો બાપ ઉપરથી આવીને પૈસા દેશે...” વ્યાજખોરોની હેવાનીયત એટલી વધી ગઈ હતી કે તેઓ અવારનવાર વેપારીની દુકાને આવીને જાહેરમાં જ્ઞાતિસૂચક અપશબ્દો કહી ધમકાવતા હતા કે, "તારો બાપ ગુજરી ગયો છે, એણે પણ ઉપરથી આવીને પૈસા દેવા પડશે, પણ વ્યાજ તો અમે મૂકવાના નથી." આખરે હદ વટાવીને 3 જાન્યુઆરી, 2026 ના રોજ આ વ્યાજખોરોએ જબરજસ્તીથી 11 મહિનાના ભાડા કરારનું એક ખોટું અને બનાવટી લખાણ કરાવી લીધું હતું. આ ફેક દસ્તાવેજના જોરે આરોપીઓએ વેપારી જીતુભાઈનું મધુરમ વિસ્તારમાં આવેલું પાકું મકાન ખાલી કરાવીને ગેરકાયદેસર રીતે પચાવી પાડ્યું હતું. કઈ-કઈ કલમો હેઠળ ગુનો દાખલ? અવારનવાર મળતી ધમકીઓ અને ઘર છીનવાઈ જતાં આખરે પીડિત વેપારીએ હિંમત એકઠી કરી જૂનાગઢ 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે પગલાં લઈ ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ: ઠેકાણે-ઠેકાણે દરોડા પાડી પોલીસે આ વ્યાજખોર ત્રિપુટી (પંકજ ઓંધીયા, વસંત મહેતા અને કામીનીબેન મહેતા) ને તેમના જ ઘરેથી રંગેહાથ દબોચી લીધી હતી. હાલ ત્રણેય આરોપીઓ જેલના સળિયા ગણી રહ્યા છે અને પોલીસ પીડિત વેપારીને તેમનું મકાન પરત અપાવવા માટે આગળની કાનૂની તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Rashmika Mandanna shares her ‘secret of beauty’: ‘Be with people who…’
    Next Article
    India, Japan Vibrant Democracies With Shared Values: Envoy Nagma Mallick

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment