Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોટેલોમાં ભાગીદારીની ખોટી ઓળખ આપી છેતરપિંડી:વડોદરાના વેપારી પાસેથી અમદાવાદની ફાર્મા કંપનીએ ₹2.48 કરોડનો માલ ખરીદી પેમેન્ટ ન ચૂકવ્યું

    6 hours ago

    વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા અને ફાર્માસ્યુટિકલ રો-મટિરિયલનો વેપાર કરતા વેપારી પાસેથી અમદાવાદની 'સ્ટાયરન હેલ્થ કેર' નામની ભાગીદારી પેઢીના ત્રણ સંચાલકે મોટા જથ્થામાં માલ મેળવી કુલ ₹2.48 કરોડની રકમ ન ચૂકવી છેતરપિંડી આચર્યાની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 90 દિવસની ક્રેડિટ શરતે માલ ખરીદવાનું નક્કી કર્યું ફરિયાદ અનુસાર, વડોદરા ખાતે 'અસ્કયુરા હેલ્થકેર એલ.એલ.પી.' ચલાવતા દેવાંગ ઘનશ્યામભાઈ જોષીએ મિત્ર મારફતે અમદાવાદ સ્થિત 'સ્ટાયરન હેલ્થ કેર' પેઢીના ભાગીદાર આબિદઅલી મોહમ્મદભાઈ ચીડુયા સાથે થયો હતો. આરોપીઓએ પોતાની ફાર્મા કંપની માટે રો-મટિરિયલની જરૂરિયાત દર્શાવી 90 દિવસની પેમેન્ટ ક્રેડિટ શરતે નિયમિત માલ સપ્લાય કરવા સમજૂતી કરી હતી. વિશ્વાસ કેળવી કરોડો રૂપિયાનું ફાર્મા રો-મટિરિયલ મેળવ્યું આરોપીઓએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી વિવિધ તારીખોએ પેરાસિટામોલ, સાયપ્રોહેપ્ટાડીન, ઓમિપ્રાઝોલ, આર્ટિમેથર સહિતના વિવિધ ફાર્મા રો-મટિરિયલના પરચેઝ ઓર્ડર મોકલ્યા હતા. જે મુજબ ફરિયાદીએ માન્ય ઇનવોઇસ, ઈ-વે બિલ અને ડિલિવરી નોટ્સ સાથે કરોડો રૂપિયાનો માલ અમદાવાદ ખાતે મોકલી આપ્યો હતો અને તેની રિસિવિંગ પહોંચ પણ મેળવી હતી. પૈસાની ઉઘરાણી કરતા ખોટા વાયદા આપ્યા નક્કી કરેલી 90 દિવસની મુદત પૂર્ણ થયા બાદ પણ પેમેન્ટ ન ચૂકવાતાં ફરિયાદીએ ઉઘરાણી શરૂ કરી હતી. આ દરમિયાન પેઢીના અન્ય ભાગીદાર મંજુરઅલી ચીડુયાએ પોતે 40 જેટલી જાણીતી હોટેલોમાં ભાગીદારી ધરાવતા હોવાનું કહી નાણાં ચૂકવી આપવાના ખોટા આશ્વાસનો આપ્યા હતાં. તેમજ અધૂરી એમ.ઓ.યુ. (MOU) કરી ચેક આપવાના માત્ર વાયદાઓ જ કર્યા હતા. પૈસા ન આપતા અંતે ત્રણેય સામે ફરિયાદ વારંવારની ઉઘરાણી છતાં નાણાં પરત ન મળતાં અંતે ભોગ બનનાર વેપારીએ અમદાવાદના જુહાપુરા અને પીરાણા રોડ વિસ્તારમાં રહેતા ત્રણેય ભાગીદારો આબિદઅલી મોહમ્મદભાઈ ચીડુયા, મંજુરઅલી મોહમ્મદભાઈ ચીડુયા અને અકબરઅલી મોહમ્મદભાઈ ચીડુયા વિરુદ્ધ પૂર્વયોજિત કાવતરું રચી ₹2.48 કરોડથી વધુની રકમની છેતરપિંડી આચરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    કૌશામ્બી ફટાકડા ફેક્ટરીના માલિકનું એન્કાઉન્ટર:શહેર છોડીને ભાગી રહેલા માલિકને પોલીસે ગોળી મારીને ઝડપી લીધો; વિસ્ફોટમાં 11 લોકોના મોત થયા હતા
    Next Article
    Petrol Diesel Price Hike: महंगाई का बड़ा झटका! फिर महंगा हुआ पेट्रोल-डीजल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment