Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુતિનનો ₹2.47 લાખ કરોડનો એન્ટી-એજિંગ પ્રોજેક્ટ:મિની-પિગ્સની અંદર માનવ અંગો ઉગાડવા પર કામ શરૂ, વધતી ઉંમરને ધીમી કરવાનો ધ્યેય

    7 hours ago

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વધતી ઉંમર અને શરીરની નબળાઈને રોકવા માટે 26 અબજ ડોલર એટલે કે લગભગ 2.47 લાખ કરોડ રૂપિયાનો મોટો સરકારી પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ‘ન્યૂ હેલ્થ પ્રિઝર્વેશન ટેક્નોલોજીસ’ નામના આ કાર્યક્રમમાં મિની-પિગ્સ (ખાસ પ્રજાતિના ડુક્કર)ની અંદર માનવ અંગો ઉગાડવા જેવી તકનીકો પર કામ કરવામાં આવશે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, આ પ્રોજેક્ટમાં જીન થેરાપી, લેબમાં માનવ અંગો તૈયાર કરવા અને ખૂબ ઓછા તાપમાનવાળી ક્રાયોથેરાપી જેવી તકનીકો પર પણ કામ થશે. રશિયન સરકારનો દાવો છે કે આ મિશનનો હેતુ વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરવી અને દાયકાના અંત સુધીમાં લગભગ 1.75 લાખ લોકોનો જીવ બચાવવાનો છે. જીન થેરાપીથી સેલ્સની ઉંમર રોકવાનો પ્રયાસ રશિયાના ડેપ્યુટી સાયન્સ મિનિસ્ટર ડેનિસ સેકિરીન્સકીએ એપ્રિલમાં કહ્યું હતું કે વૈજ્ઞાનિકો એવી જીન થેરાપી તૈયાર કરી રહ્યા છે, જે શરીરના કોષોની વૃદ્ધત્વ પ્રક્રિયાને ધીમી કરી શકે. તેમણે તેને એન્ટી-એજિંગની દિશામાં સૌથી મહત્વપૂર્ણ સંશોધનોમાંથી એક ગણાવ્યું. આ પ્રોજેક્ટનો એક મોટો ભાગ બાયોપ્રિન્ટિંગ પર આધારિત છે. તેમાં 3D પ્રિન્ટરની મદદથી જીવંત પેશીઓ અને અંગો તૈયાર કરવામાં આવે છે. રશિયન વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેઓ માનવ કાર્ટિલેજ અને ઉંદરની થાઇરોઇડ ગ્રંથિ તૈયાર કરી ચૂક્યા છે. લક્ષ્ય છે કે 2030 સુધીમાં માનવ અંગોનું સંપૂર્ણપણે રિપ્લેસમેન્ટ કરી શકાય. આ સાથે જ રશિયા જેનેટિકલી મોડિફાઇડ મિની-પિગ્સની અંદર માનવ લીવર, કિડની અને હૃદયને વિકસિત કરવા પર પણ કામ કરી રહ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આનાથી ભવિષ્યમાં અંગ પ્રત્યારોપણની અછત દૂર થઈ શકે છે. પુતિન ક્રાયોથેરાપી અને પેપ્ટાઇડ થેરાપી લેતા રહ્યા છે રિપોર્ટ્સ અનુસાર, પુતિન લાંબા સમયથી ક્રાયોથેરાપી અને પેપ્ટાઈડ થેરાપી લઈ રહ્યા છે. રશિયન વૈજ્ઞાનિક વ્લાદિમીર ખાવિન્સન પુતિનને વાછરડાના ટિશ્યુમાંથી બનેલા ખાસ પેપ્ટાઈડ્સ આપતા હતા. તેઓ પેપ્ટાઈડ થેરાપી દ્વારા એન્ટી-એજિંગ સારવારને સમર્થન આપતા હતા. તેમનો દાવો હતો કે માણસ 120 વર્ષ સુધી જીવી શકે છે. એવું કહેવાય છે કે પુતિન પોતાને યુવાન રાખવા માટે ક્રાયોથેરાપીનો પણ ઉપયોગ કરે છે. આમાં શરીરને લગભગ માઈનસ 112 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં થોડા સમય માટે રાખવામાં આવે છે. ઑસ્ટ્રિયાના પૂર્વ ચાન્સેલર સેબાસ્ટિયન કુર્ઝે જણાવ્યું હતું કે 2018માં ક્રેમલિનની એક બેઠક દરમિયાન પુતિને તેમને આ થેરાપીના ફાયદાઓ વિગતવાર સમજાવ્યા હતા. શી જિનપિંગ સાથે ‘150 વર્ષ જીવવા’ની ચર્ચા થઈ હતી ગયા વર્ષે બેઇજિંગમાં એક સૈન્ય પરેડ દરમિયાન પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વાતચીત ખૂબ ચર્ચામાં રહી હતી. જોકે તેઓ માનવ અંગો બદલીને જીવન વધારવા અને મનુષ્યોના 150 વર્ષ સુધી જીવવાની સંભાવના પર વાત કરતા સંભળાયા હતા. આ વાતચીત એક હોટ-માઇક રેકોર્ડિંગમાં નોંધાઈ ગઈ હતી. તે સમયે તેને બે વૃદ્ધ નેતાઓની સામાન્ય વાતચીત માનવામાં આવી હતી, પરંતુ હવે તેને રશિયાની લાંબા આયુષ્યવાળી સરકારી યોજના સાથે જોડીને જોવામાં આવી રહી છે. 73 વર્ષના પુતિન પોતાને ફિટ નેતા તરીકે રજૂ કરે છે 73 વર્ષના પુતિન લાંબા સમયથી પોતાને શક્તિશાળી અને ફિટ નેતા તરીકે રજૂ કરતા રહ્યા છે. ઘોડેસવારી, આઇસ હોકી, શિકાર અને મોટરસાઇકલ ચલાવતા તેમના ફોટા અવારનવાર સામે આવતા રહ્યા છે. પુતિનના ઘણા નજીકના સહયોગીઓ પણ હવે 70 વર્ષથી વધુ ઉંમરના થઈ ગયા છે. આવી સ્થિતિમાં, આ એન્ટી-એજિંગ મિશન માત્ર વૈજ્ઞાનિક પ્રયોગ નથી, પરંતુ રશિયાની સત્તાના ટોચના નેતૃત્વની અંગત ચિંતાઓ સાથે પણ જોડાયેલું માનવામાં આવે છે. રશિયામાં પુરુષોની સરેરાશ ઉંમર માત્ર 68 વર્ષ છે, જે અમેરિકા (76 વર્ષ) અને યુરોપ (80 વર્ષ)ની સરખામણીમાં ઘણી ઓછી છે. પુતિનની દીકરી પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી પુતિનના આ ડ્રીમ પ્રોજેક્ટને તેમની ડોક્ટર પુત્રી મારિયા વોરોન્ટ્સોવા અને તેમના સૌથી નજીકના વૈજ્ઞાનિક મિખાઇલ કોવલચુક સંભાળી રહ્યા છે. મારિયા વોરોન્ટ્સોવા એન્ડોક્રિનોલોજિસ્ટ (હોર્મોન અને ડાયાબિટીસના વિશેષ ડોક્ટર) છે અને રશિયાના ઘણા સરકારી જેનેટિક્સ પ્રોગ્રામ્સ સાથે સંકળાયેલા છે. બીજા મોટા ચહેરા મિખાઇલ કોવલચુક છે, જે સોવિયત યુગની કુર્ચોટોવ ઇન્સ્ટિટ્યૂટના ચીફ છે. તેમને આ એન્ટી-એજિંગ મિશનનો મુખ્ય વૈચારિક ચહેરો માનવામાં આવે છે. કોવલચુક ઘણી વખત કહી ચૂક્યા છે કે વિજ્ઞાન જલ્દી જ મનુષ્યોને શરીરના અંગો સતત બદલવાની અને રિપેર કરવાની ક્ષમતા આપશે. વૈજ્ઞાનિકોએ સવાલો ઉઠાવ્યા રશિયાના આ પ્રોજેક્ટ પર ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે. બાયોપ્રિન્ટિંગ રિસર્ચ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર ઓસ્ટ્રોવ્સ્કીનું કહેવું છે કે જો રિસર્ચના પરિણામો મોટા આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં પ્રકાશિત ન થઈ રહ્યા હોય, તો આ દાવાઓ પર સંપૂર્ણ ભરોસો કરવો મુશ્કેલ છે. ઓસ્ટ્રોવ્સ્કીએ કહ્યું કે પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે રશિયન વૈજ્ઞાનિકો દુનિયાથી મોટાભાગે કપાઈ ગયા છે. દુનિયાથી અલગ રહીને વિજ્ઞાનમાં આગળ વધવું સહેલું નથી, એવું બની શકે કે ફંડિંગ મેળવવા માટે પુતિનને એ જ વાતો કહેવામાં આવી રહી હોય, જે તેઓ સાંભળવા માંગે છે. વળી, રિપોર્ટ્સ અનુસાર રશિયાની એન્ટી-એજિંગ રિસર્ચ પશ્ચિમી દેશોની સરખામણીમાં ઓછી ચકાસાયેલી સ્ટડીઝ પર આધારિત છે. જોકે, આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો રશિયામાં ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી માનવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    Devdutt Padikkal’s strict diet includes avoiding gluten, dairy, and spices
    Next Article
    ઇઝરાયલનો લેબનોનના 900 વર્ષ જૂના કિલ્લા પર કબજો:સૈનિકોએ પહાડી પર ધ્વજ ફરકાવ્યો; 26 વર્ષમાં સૌથી મોટી ઘૂસણખોરી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment