Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ₹2.40 કરોડનો દારૂ નાશ કરાયો:વિરપુરમાં ચાર પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલી 49 હજાર બોટલો અને ટીન પર બુલડોઝર ફેરવાયું

    एक दिन पहले

    હિંમતનગરના ચાર પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયેલા અંદાજે 2.40 કરોડ રૂપિયાના દારૂ અને બિયરના જથ્થાનો સોમવારે વિરપુરની સીમમાં નાશ કરાયો. જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. હિંમતનગર ગ્રામ્ય, એ-ડિવિઝન, બી-ડિવિઝન અને ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં તપાસ દરમિયાન પોલીસે દારૂની હેરાફેરી કરતા વાહનો અટકાવ્યાં હતાં. વાહનોમાંથી દારૂ અને બિયરનો જથ્થો પકડાયો હતો. ચારેય પોલીસ સ્ટેશનમાં તે સમયે ગુના નોંધાયા હતા. ગૃહ વિભાગના નિયમ મુજબ ગોડાઉનમાં રાખેલા જથ્થાનો નાશ કરવાનો નિર્ણય લેવાયો હતો. સોમવારે જથ્થો હિંમતનગર નજીક વિરપુરની સીમમાં ખુલ્લી જગ્યાએ લવાયો હતો. પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીઓની હાજરીમાં, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જથ્થા પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરાયો. પકડાયેલા જથ્થામાં 49 હજાર બોટલો અને ટીન હતાં.
    Click here to Read More
    Previous Article
    Rinku Singh-Priya Saroj ने PM Modi, CM Yogi, Akhilesh-Dimple को दिया Shaadi का Card | Rinku Wedding
    Next Article
    વલસાડમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ જાહેર:27 નવેમ્બરે મુસદ્દો પ્રસિદ્ધ થશે, 26 ડિસેમ્બર સુધી વાંધા-દાવા રજૂ કરી શકાશે; આખરી યાદી 18 જાન્યુઆરીએ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment