Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણા સરપંચે ગામના વિકાસ માટે ₹24 લાખ લોકફાળો જાહેર કર્યો:16મા નાણાં પંચની ગ્રાન્ટ માટે ખાસ ગ્રામસભા યોજાઈ

    9 hours ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે 16મા નાણાં પંચની ₹17,68,386ની ગ્રાન્ટ અંતર્ગત વર્ષ 2026-27નો વાર્ષિક વિકાસ પ્લાન તૈયાર કરવા માટે પંચાયત કચેરી ખાતે ખાસ ગ્રામસભા યોજાઈ હતી. આ સભામાં વિવિધ વિસ્તારોમાં વિકાસ કામોના સૂચનો લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે સરપંચ કાજલબેન ચેતનભાઇ વ્યાસે વતનપ્રેમી યોજના અંતર્ગત ₹24 લાખનો લોકફાળો ભરવાની જાહેરાત કરી હતી. સરપંચ કાજલબેન વ્યાસના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં તાલુકા પંચાયતના મનરેગા જી-રામજી યોજનાના ક્લસ્ટર કો-ઓર્ડિનેટર અશોક ચૌધરી અને આયુર્વેદ ઓફિસર ગૌરાંગભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તલાટી ભરતભાઈ ઠાકોરે બેઠકની રૂપરેખા સમજાવી હતી. પંચાયત સદસ્યો અને ગ્રામજનો દ્વારા રસ્તા, પાણી, ગટર, પાણીનો હવાડો, જીવદયા માટે પાંજરું, ઘન કચરા સાઈટ ઉપર વરંડો, રોહિત વાસનો ગેટ, આંગણવાડીના દરવાજાનું રીપેરીંગ અને બ્લોક પેવિંગ સહિતના વિકાસકામોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા ચબૂતરા પાસે, મુકેશભાઈ વ્યાસના ઘર પાસે સહિત સુવિધાપથ પર વળાંકના સ્થળોએ બમ્પ બનાવવા, સ્ટ્રીટ લાઈટ નાખવા, અગાઉના મંજૂર થયેલ કામો હાથ ધરવા અને નવીન ગામતળ નીમ કરવા સહિતની રજૂઆતો કરવામાં આવી હતી. આગામી સમયમાં નવી એલઈડી લાઈટો વસાવીને દરેક સભ્યને તેમના મતવિસ્તાર માટે 10-10 લાઈટો ફાળવવા પણ નક્કી કરાયું હતું. નાણાપંચ અંતર્ગત અનુસૂચિત જાતિ માટે ₹2,91,000ની ગ્રાન્ટ ફાળવવામાં આવશે, જેમાંથી તેમના વિસ્તારના કામો કરવામાં આવશે. ગામમાં રખડતા ઢોરોનો ત્રાસ હોવાથી ગ્રામજનો લોકફાળો ઉઘરાવીને કામ કરી શકે છે, જેમાં પંચાયત સહયોગમાં રહેશે તેમ સરપંચે જણાવ્યું હતું. ચર્ચા બાદ દરેક સભ્યોને આ માટે જવાબદારી આપવા નક્કી કરાયું હતું. આ પ્રસંગે સરપંચ કાજલબેન વ્યાસે વતનપ્રેમી યોજનામાં ભરવાના થતા 40% લોકફાળા તરીકે ₹24 લાખ તેઓ અને તેમના પતિ ચેતનભાઇ વ્યાસ તરફથી આપવાની જાહેરાત કરતા સૌ ગ્રામજનોએ તાળીઓથી વધાવી હતી. આ યોજના અંતર્ગત રોડ-રસ્તા, ગટર, પાણી, સીસીટીવી કેમેરા સહિતના વિકાસ કામો થઈ શકશે. બેઠકમાં ભાનુભાઈ વ્યાસ, પ્રમોદભાઈ વ્યાસ, સુનિલભાઈ વ્યાસ, સુરેશભાઈ વ્યાસ, ભરતભાઈ વ્યાસ, પૂર્વ સરપંચ શૈલેષભાઈ દેસાઈ અને મફતલાલ દેસાઈ, મોબુજી ઠાકોર, જીતેન્દ્ર વ્યાસ, નવીનભાઈ વ્યાસ, નીતિનભાઈ વ્યાસ, અશ્વિનભાઈ વ્યાસ, ઠાકોર અને રોહિત સમાજના અગ્રણીઓ, આંગણવાડી કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગીરસોમનાથમાં 'મહિલા નેતૃત્વ દિવસ'ની ઉજવણી:બાલિકા પંચાયત સભ્યોને માર્ગદર્શન, સેવા ક્ષેત્રે યોગદાન આપનાર મહિલાઓનું સન્માન
    Next Article
    Gujarat Health Department | ચાંદીપુરાને લઈ ગાંધીનગરમાં બેઠક યોજાઈ | Gandhinagar | Chandipura

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment