Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પ્રિમીયમ પેટ્રોલમાં ₹2.35, ઇન્ડસ્ટ્રીયલ ડીઝલમાં લિટરે 22નો વધારો, અમેરિકાની 3 વોરશિપ ઇરાન રવાના, માવઠાંએ ગીરમાં કેરીનો સોથ વાળ્યો

    6 days ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ભારતમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની અસરના રહ્યા. દેશમાં પ્રીમિયમ પેટ્રોલ ₹2.35 પ્રતિ લિટર સુધી મોંઘું થઈ ગયું. બીજા મોટા સમાચાર ધુરંધર-2એ રેકોર્ડ તોડ્યો એ વિશે રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ઉત્તરાખંડમાં ધામી સરકારના 4 વર્ષ પૂર્ણ થવા પર રક્ષામંત્રી રાજનાથ સિંહ જનસભા કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. ભારતમાં પ્રીમિયમ પેટ્રોલ મોંઘું થયું:એક લીટરે ₹2.35નો વધારો, ઈન્ડસ્ટ્રીયલ ડીઝલમાં પણ લીટરે 22 રૂપિયા વધ્યા; સામાન્ય પેટ્રોલ-ડીઝલમાં હાલ પૂરતો વધારો નહીં તેલ કંપનીઓએ સ્પીડ અને પાવર જેવા પ્રીમિયમ પેટ્રોલની કિંમતો શુક્રવારે ₹2.09-₹2.35 પ્રતિ લિટર સુધી વધારી દીધી છે. આ વધારો અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની કિંમતો વધવાને લીધે કરવામાં આવ્યો છે. બીજી તરફ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતા ઈન્ડસ્ટ્રીયલ ડિઝલમાં પણ ધરખમ ભાવ વધારો થયો છે. તેમાં પણ એક લીટરે 22 રૂપિયા વધી ગયા છે. પ્રીમિયમ પેટ્રોલ BPCLનું સ્પીડ, HPCLનું પાવર અને IOCLનું XP95ના નામથી વેચાય છે. જ્યારે સામાન્ય પેટ્રોલ જૂના ભાવે જ મળતું રહેશે. હાલમાં તેમના ભાવોમાં કોઈ ફેરફાર થયો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઓનલાઇન ફૂડ મોંઘું થયું!:ઝોમેટોએ પ્લેટફોર્મ ફી વધારી સ્વિગી જેટલી કરી; ક્રૂડ ઓઇલની વધતી કિંમતો અને નફો વધારવા ગ્રાહકો પર બોજ નાખ્યો ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો પરથી ખાવાનું ઓર્ડર કરવું હવે મોંઘું થઈ ગયું છે. કંપનીએ શુક્રવારથી ઓર્ડર પર પ્લેટફોર્મ ફીમાં 19%નો વધારો કર્યો છે. યુઝર્સને દરેક ઓર્ડર પર ₹12.50ને બદલે હવે ₹14.90 એટલે કે ₹2.40 વધુ પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. GST ઉમેર્યા પછી આ રકમ વધુ વધશે. પ્લેટફોર્મ ફી એ દરેક ફૂડ ઓર્ડર પર લાગુ પડતો વધારાનો ચાર્જ છે. આ GST, રેસ્ટોરન્ટ ચાર્જ અને ડિલિવરી ફીથી અલગ છે. નોંધનીય છે કે ઝોમેટો પ્લેટફોર્મ દરરોજ 20થી 25 લાખ ઓર્ડર ડિલિવર કરે છે. રૂપિયો 93.24 રેકોર્ડ તળીયે પહોંચ્યો:ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળાની અસર ભારતીય રૂપિયો આજે એટલે કે 20 માર્ચના રોજ અમેરિકન ડોલર સામે ઇતિહાસના સૌથી નીચલા સ્તર 93.24 પર પહોંચી ગયો. તેલના વધતા ઈમ્પોર્ટ બિલ અને વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાંથી સતત રૂપિયા ઉપાડવાને કારણે રૂપિયામાં આ ઘટાડો આવ્યો છે. તેનું સૌથી મોટું કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલો ઉછાળો છે. ખાડી દેશોના ઊર્જા સ્થળો અને કતારના LNG પ્લાન્ટ પર ઈરાનના હુમલાઓ પછી બ્રેન્ટ ક્રૂડના ભાવ 110 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 3. મિડલ ઇસ્ટ તરફ આગળ વધી રહ્યા છે 3 અમેરિકી વૉરશિપ:આના પર 2200 સૈનિકો હાજર, દાવો- ખાર્ગ આઇલેન્ડ પર કબજો કરવાનો પ્લાન મિડલ ઇસ્ટમાં અમેરિકા પોતાની સૈન્ય હાજરી ઝડપથી વધારી રહ્યું છે. CNN અનુસાર, સેટેલાઇટ ઇમેજ પરથી જાણવા મળ્યું છે કે 3 અમેરિકી યુદ્ધ જહાજો સાથે મરીન સૈનિકોને મિડલ ઇસ્ટ મોકલવામાં આવી રહ્યા છે. આમાં USS ત્રિપોલી, USS સેન ડિએગો, USS ન્યૂ ઓર્લિયન્સનો સમાવેશ થાય છે. તેના પર લગભગ 2200 સૈનિકો તહેનાત છે. આ તમામ સૈનિકો 31મી મરીન એક્સપેડિશનરી યુનિટ (MEU)નો ભાગ છે, જેને તાત્કાલિક કાર્યવાહી માટે તૈયાર રાખવામાં આવે છે. ઇઝરાયલને ધમકી આપ્યા બાદ ઈરાની અધિકારીનું મોત ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના પ્રવક્તા જનરલ અલી મોહમ્મદ નૈનીનું શુક્રવારે હવાઈ હુમલામાં મોત થયું છે. IRGCએ એક નિવેદન જાહેર કરીને તેમના મોતના સમાચારની પુષ્ટિ કરી છે. અહેવાલો મુજબ, તાજેતરના હુમલામાં નૈનીને નિશાન બનાવ્યા હતા. નૈનીએ પોતાના છેલ્લા નિવેદનમાં કહ્યું હતું કે ઇઝરાયલ અને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ માટે ‘સરપ્રાઈઝ’ તૈયાર છે. તેમણે દાવો કર્યો હતો કે ઈરાનની મિસાઈલ ક્ષમતા તેની ચરમસીમા પર છે અને દુશ્મનને જલ્દી જ તેની અસર જોવા મળશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. 'ધુરંધર 2'ની પહેલા જ દિવસે ₹102 કરોડની કમાણી:હિન્દી ફિલ્મ જગતની પહેલી મૂવી બની; શાહરુખની 'જવાન'નો રેકોર્ડ તોડ્યો; પેડ પ્રીવ્યૂ સહિત કુલ ₹144 કરોડ કમાયા રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ' એટલે કે 'ધુરંધર 2' એ રિલીઝ થતાં જ પહેલા દિવસે શાહરુખ ખાનની 'જવાન'નો રેકોર્ડ તોડી નાખ્યો છે. ફિલ્મ પહેલા દિવસે જ સૌથી ₹100 કરોડ ક્લબમાં સામેલ થનારી પહેલી ફિલ્મ બની ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ્સ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે ₹102.55 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ પહેલા 2023માં આવેલી 'જવાન' એ પહેલા દિવસે 75 કરોડ રૂપિયા કમાયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. એર ઇન્ડિયાનું બ્લન્ડર, દિલ્હીથી કેનેડા ખોટું વિમાન મોકલ્યું:7 કલાકે ચીન પહોંચ્યા પછી ખબર પડી ને લેવો પડ્યો યુ-ટર્ન; ₹60 લાખના ઇંધણનો ધુમાડો, 300 લોકો હેરાન થયા ભારતીય એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાની ફરી એકવાર મોટી ભૂલ સામે આવી છે, જેના કારણે દિલ્હીથી કેનેડાના વાનકુવર જઈ રહેલી ફ્લાઇટ AI-185ને ઉડાન ભર્યાના લગભગ 7 કલાક પછી પાછા દિલ્હી પરત ફરવું પડ્યું. હકીકતમાં, એર ઇન્ડિયાએ ગુરુવારે મુસાફરોને ભૂલથી બોઇંગ 777-300 ERને બદલે બોઇંગ 777-200 LR ફ્લાઇટમાં મોકલી દીધા હતા. એવિએશન નિયમો હેઠળ અલગ-અલગ દેશોમાં અલગ-અલગ વિમાન મોડેલ માટે પરવાનગી હોય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 'શહેર ભાજપ પ્રમુખે 40 લાખના 1.50 કરોડ પડાવ્યા,કરોડોની જમીન પચાવી':જૂનાગઢમાં 3 બાઈક શોરૂમના માલિક રસ્તા પર આવ્યા, પિતા રડી પડ્યા, રૂપારેલિયાએ કહ્યું-આરોપ સાબિત કરે જૂનાગઢમાં વ્યાજખોરીના રાક્ષસે વધુ એક હસતા-રમતા પરિવારને પાયમાલ કરી દીધો હોવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સમયે ત્રણથી ચાર બાઈક શોરૂમના માલિક એવા ભાવિન ઉર્ફે રાજુભાઈ કુંભાણી આજે એક નોકરી માટે ફાફા મારી રહ્યા છે. રાજુભાઈએ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા પર ગંભીર આક્ષેપો કર્યા છે કે વ્યાજના ચક્રમાં તેમણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે અને જૂનાગઢ છોડવાની ફરજ પડી છે. આ મામલે રાજુભાઈના પિતાએ પણ રડતી આંખે ન્યાયની માંગ કરી છે. જોકે ગૌરવ રૂપારેલિયાએ આ આક્ષેપને પાયાવિહોણા ગણાવી કહ્યું છે કે સાબિત કરો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. માવઠાએ આજે ગીરનો વારો લીધો, કેસર કેરી પર મોટો ખતરો:ઉના-ગીર ગઢડા સહિતમાં વીજળીના કડાકા સાથે વરસાદ; રોડ પર નદીની જેમ પાણી વહેતા થયા રાજ્યના હવામાન વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે ગતરોજ (19 માર્ચ) રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 72 તાલુકામાં 1 મિમીથી લઈને 41 મિમી સુધી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના બગસરામાં દોઢ ઈંચથી વધુ નોંધાયો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ઝરમરથી લઈને મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. સાથે જ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘણી જગ્યાએ ઝાડ પડી ગયા હતા તો ક્યાંક હોડિંગ પણ પડી ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મમતાની જાહેરાત: SC-ST મહિલાઓને દર મહિને ₹1700 આપશે:બાકીનાને ₹1500 મળશે; TMC મેનિફેસ્ટોમાં પાકાં ઘર, બેરોજગારોને વાર્ષિક ₹18 હજારનું વચન વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : બીમારીનું કહી લેડી ડોક્ટરોને પ્રાઇવેટ પાર્ટ બતાવતો, અડવાનું કહેતો:કોઈ બીમારી ન હોવાનું જણાતા ત્યાંથી ભાગી જતો, કેનેડામાં નકલી પંજાબી યુવકની ધરપકડ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : 'યુદ્ધ જો કોઈ રોકાવી શકે તો તે ભારત છે':નાગપુરમાં સંઘ વડા ભાગવતે કહ્યું- ભારત પાસે બંધુભાવ અને માનવતા છે, આ વાત દુનિયા જાણે છે એટલે ભારત પાસે આશા રાખે છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : રિપોર્ટિંગ કરતા પત્રકાર પર મિસાઈલ હુમલો, LIVE VIDEO:લેબનોનમાં RTના પત્રકાર પર ઇઝરાયલનો મિસાઈલ હુમલો; પત્રકારે કહ્યું- ‘આ હુમલો ઈરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો’ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોનું ₹549 સસ્તું, ₹1.47 લાખ પર આવ્યું:ચાંદી ₹3,727 વધીને ₹2.34 લાખ પર પહોંચી, ઈરાન યુદ્ધની અસર વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : IPLમાં જે સારું રમશે તેને BCCI વર્લ્ડ કપમાં સિલેક્ટ કરશે:2027ના ODI ટુર્નામેન્ટ માટે 20 ભારતીય ખેલાડીઓ શોર્ટલિસ્ટ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : આજે ગણગૌર ત્રીજ:મનગમતો વર અને અખંડ સૌભાગ્યની કામનાનો પર્વ; જાણો શિવ-પાર્વતીની પૂજા કરવાની વિધિ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : જજ સામે નકલી વકીલ દલીલ કરે એવી સ્થિતિ:રાજસ્થાન, હિમાચલ, સિક્કિમની યુનિ.ની અસલી ડિગ્રીનો ગુજરાતમાં વેપાર; 2.80 લાખમાં LLBની માર્કશીટ વેચતા એજન્ટ કેમેરામાં કેદ 2. ભાસ્કર સિરીઝ : સાબરમતી નદીમાંથી આશ્રમનાં બે બાળકોની કોહવાયેલી લાશ મળી: અંગો ગાયબ અને આખા શરીરે ખદબદતા કીડા; જુઓ ‘આસારામ’ સિરીઝનો નવો શૉકિંગ એપિસોડ 3. પારકી પંચાત : ખેડાવાલાએ CMને વખાણ્યા, કોંગ્રેસવાળા ઊંચા-નીચા થયા:સાંભળો, લોકસભામાં અમરેલીના સાંસદનું કડકડાટ હિન્દી; જયંતિ રવિ અધિકારીઓનાં ફેવરિટ બની ગયાં! 4. ફિલ્મી ફેમિલી : લાદેન આ ગુજરાતી સિંગરનો હતો 'જબરા ફૅન':અલકા યાજ્ઞિકના પતિનો દારૂનો બિઝનેસ, અનુરાધા પૌડવાલ સાથેની દુશ્મનીને કારણે ગુલશન કુમારની હત્યા થઈ! 5. માતાજીની ભક્તિમાં ભેળવો સ્વાદનો રસ!:ઉપવાસમાં એકનો એક ફરાળ કરવાની જરૂર નથી, ઘરે જ બનાવો 12 ખાસ વાનગી; શરીરની તાકાત સાથે સ્વાસ્થની સુંગધ મેળવો 6. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ : બોયફ્રેન્ડે જિયા ખાનને પ્રેગ્નન્ટ કરી!:ઈમેજ સાચવા અબોર્શન કરાવ્યું, ગર્ભને બાથરૂમમાં જ વહાવ્યાનો આરોપ; સુસાઇડ નોટના લખાણ પર પ્રશ્નાર્થ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ શનિવારનું રાશિફળ:મિથુન અને ધન રાશિને કરિયરમાં મળશે નવી ઊંચાઈ, સિંહ-તુલા રાશિના જાતકો માટે અણધાર્યા ધન લાભનો યોગ વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    Express Exclusive: High-level committee meeting: Govt asks WhatsApp to block device IDs used in digital arrest scams
    Next Article
    400 કરોડ ફ્રોડના માસ્ટરમાઈન્ડનો ખાસ સાગરીત વડોદરાથી દબોચાયો:ધો.12 પાસ સોમપુરીએ ટ્રેડિંગના નામે સુરતી વેપારીના 56 લાખ ખંખેર્યા, દુબઈ-બેંગકોકની 18 ટ્રીપનો ખુલાસો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment