Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ₹23 કરોડના GST કૌભાંડમાં પિતા-પુત્રની ધરપકડ:બ્રાસ ભંગાર પેઢીમાં SGSTની 50 કલાકની તપાસ બાદ ગુનો નોંધાયો, ખોટી વેરાશાખ ઊભી કરી ટેક્સ ચોરી આચરી

    1 day ago

    જામનગરના દરેડ GIDC વિસ્તારમાં સ્ટેટ જીએસટી (SGST) વિભાગે એક મોટા બોગસ બિલિંગ અને કરચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 50 કલાકથી વધુ ચાલેલી મેરેથોન તપાસ બાદ, કરોડો રૂપિયાની ખોટી વેરાશાખ (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) મેળવવાના ગુનામાં જામનગરની એક ભંગારની પેઢીના પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. 23.08 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટની ચોરી જીએસટી વિભાગના અધિકારીઓએ 'માંડોવરા ટ્રેડિંગ કંપની' ના માલિક સુરેશચંદ્ર મૂલચંદ્ર શાહ અને તેમના પુત્ર આયુષ સુરેશચંદ્ર શાહની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ પિતા-પુત્ર દ્વારા અંદાજે 23.08 કરોડ રૂપિયાની ખોટી વેરાશાખ ઊભી કરી ટેક્સ ચોરી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 22 ટીમો અને 30 વાહનોના કાફલા સાથે દરોડા બ્રાસના દેશી ભંગારના વેપારમાં મોટા પાયે બોગસ બિલિંગ થતું હોવાની ચોક્કસ બાતમી અને ઇનપુટ્સના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ અને અમદાવાદ જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની 22 ટીમો 30 વાહનોના કાફલા સાથે જામનગરમાં ત્રાટકી હતી. જીએસટીની ટીમોએ દરેડ ફેઝ-3 માં આવેલા પ્લોટ નંબર-3128 તેમજ શેડ નંબર-555 માં આવેલા જાનકી કોમ્પલેક્સ સહિતના શંકાસ્પદ સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 100 કરોડથી વધુનું કૌભાંડ બહાર આવવાની આશંકા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આ સમગ્ર નેટવર્કની વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ તપાસ દરમિયાન 100 કરોડ રૂપિયાથી વધુનું બિલિંગ કૌભાંડ બહાર આવે તેવી પ્રબળ શક્યતા છે. હાલ પકડાયેલા પિતા-પુત્રની સઘન પૂછપરછ ચાલુ છે અને આ કૌભાંડના તાર અન્ય કઈ-કઈ પેઢીઓ સાથે જોડાયેલા છે તે અંગેની કુંડળી ખંખોરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા:તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી, મકાન-દુકાનો અને ગરનાળામાં પાણી ભરાયા
    Next Article
    પાલનપુરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:એક આરોપી ઝડપાયો; ચાંદીના ગ્લાસ, વાટકી, ટ્રે અને બોટલ સહિત ₹37,569નો મુદ્દામાલ કબજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment