Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તરસાલીની પરિણીતા પર પતિ અને પુત્રવધૂનો શારીરિક-માનસિક ત્રાસ:‘કેરેક્ટર લેસ’ કહી અપમાનિત કરી ઘરમાંથી હાંકી કાઢી, સોનાની ચેઈન પરત આપવા ₹2.17 લાખ પડાવ્યા

    6 hours ago

    વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતી એક પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકવા તેમજ ચારિત્ર્ય અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરવાના મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તરસાલીના માધવપાર્ક સ્થિત રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા ડી. સુનીતા પટનાયકે તેમના પતિ સુદર્શન નન્હકુસિંહ સિંહ અને પુત્રવધૂ રીંકી (વિકાસપ્રતાપસિંહ સુદર્શન સિંહના પત્ની) વિરુદ્ધ આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ચારિત્ર્ય પર શંકા કરી ઘરમાંથી હાંકી કાઢ્યાનો આક્ષેપ ફરિયાદની વિગતો અનુસાર, પતિ અને પુત્રવધૂ દ્વારા ફરિયાદીને અવારનવાર શારીરિક અને માનસિક રીતે હેરાન-પરેશાન કરવામાં આવતા હતા. પતિએ ફરિયાદીના ચારિત્ર્ય પર શંકા વ્યક્ત કરી અપમાનજનક શબ્દો બોલી ઝઘડો કર્યો હતો અને ગાળો તેમજ ધમકીઓ આપી ઘરમાંથી કાઢી મૂક્યા હતા. વધુમાં, ફરિયાદીનું યુટ્રસ (કોથળી)નું ઓપરેશન થયું હોવા છતાં પતિ તેમને મળવા કે સારસંભાળ લેવા પણ આવ્યા ન હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. સોનાની ચેઈન લઈને ₹2.17 લાખ પડાવ્યા ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે, આરોપી પતિએ ફરિયાદીની સોનાની ચેઈન લઈ લીધી હતી અને "પૈસા આપશે તો જ ચેઈન પરત મળશે" તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ ઇન્ડિયન ઓવરસીઝ બેંક મારફતે પતિને ₹2,17,000 ચૂકવ્યા બાદ તેમને પોતાની સોનાની ચેઈન પરત મળી હતી. આ ઉપરાંત પુત્રવધૂ રીંકીસિંહે પણ ફરિયાદી તથા તેમની પુત્રી અંગે મહેણાં-ટોણા મારી અપમાનજનક આક્ષેપો કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલ મકરપુરા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના પોશ વિસ્તારમાં 3.30 લાખમાં 1 BHK ફ્લેટ:આબુ થીજી ગયું-ગુજરાતમાં ઠંડીનો ચમકારો, ખેતરમાં કામ કરતા ખેડૂતને સિંહણે ફાડી ખાધો
    Next Article
    મગજની ગાંઠથી ગયેલી દ્રષ્ટિ પાછી મળી:સિવિલમાં તબીબોએ ખોપરી ખોલ્યા વિના નાક વાટે 5 કલાક ઓપરેશન કર્યું, 42 વર્ષીય મહિલાને PMJAY હેઠળ નિઃશુલ્ક સારવાર મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment