Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘તું દુકાન કેમ ચલાવે છે, હું જોઈ લઈશ’:ગણપતિના ફાળાની ₹21 હજારની ઉઘરાણી મુદ્દે બબાલ, રકમ ન આપતાં વેપારી સાથે મારામારી; 8 આરોપીની ધરપકડ

    6 hours ago

    વડોદરાના ચોખંડી વાડી વિસ્તારમાં ગણેશોત્સવના ફાળાની ઉઘરાણી મુદ્દે વેપારી અને મંડળના સભ્યો વચ્ચે થયેલી બોલાચાલી બાદ મારામારી થતાં ચકચાર મચી હતી. રાજસ્થાન કુલ્ફીની દુકાન ચલાવતા વેપારી પાસેથી 21 હજાર રૂપિયાના ફાળાની માંગણી કરવામાં આવી હતી. ફાળો નહીં આપતાં વેપારી અને તેના પુત્ર સાથે મારામારી કરી હતી. ત્યારબાદ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મંડળના સભ્યો તથા વેપારી પક્ષના લોકો મળી 8 આરોપીઓની ધરપકડ કરી છે. ગણપતિના ફાળા પેટે 21 હજાર રૂપિયાની માંગણી કરી ચોખંડી વાડી વિસ્તારમાં રાજસ્થાન કુલ્ફીની દુકાન ચલાવતા 50 વર્ષીય બીજેન્દ્રસિંહ વાઘેલાના જણાવ્યા મુજબ, ચાર-પાંચ દિવસ અગાઉ હિતેષ પટણી નામનો વ્યક્તિ તેમની દુકાને આવ્યો હતો અને ગણપતિના ફાળા પેટે 21 હજાર રૂપિયાની માંગણી કરી હતી. વેપારીએ આટલી રકમ આપી શકાય તેમ નહીં હોવાનું જણાવતાં હિતેષે ‘તું દુકાન કેમ ચલાવે છે, હું જોઈ લઈશ’ કહી ધમકી આપી આપી હતી. ફાળો કેમ ન આપ્યો કહી બોલાચાલી કરી માર માર્યો 13 સપ્ટેમ્બરે વહેલી સવારે હિતેષ પટણી અને શૈલેષ પટણી ચોખંડીમાં વેપારીની દુકાન આગળ આવેલી ચાઈનીઝની લારી પાસે આવ્યા હતા. બંનેએ ગણપતિનો ફાળો કેમ આપ્યો નથી તેમ કહી બોલાચાલી શરૂ કરી હતી. વેપારીના પુત્ર મહેશે વધુ રકમ કેમ માંગો છો, તેમ પૂછતાં તેને ધક્કો મારી ઝપાઝપી શરૂ કરી હતી. આ દરમિયાન વેપારી વચ્ચે પડતાં બંનેએ ગાળો આપી વેપારી અને તેના પુત્ર સાથે મારામારી કરી હતી. સ્ટીલના ઢાંકણથી વેપારીના પુત્રને મારવાનો પ્રયાસ ત્યારબાદ હિતેષના ફોન કરતાં મોન્ટી પટણી અને પંકજ પટણી પણ સ્થળે પહોંચ્યા હતા. પંકજે વેપારીને લાફો માર્યો હતો, જ્યારે મોન્ટીએ વેપારી અને તેના પુત્રને માર માર્યો હતો. બાદમાં જતીન અને અનિલ પટણી પણ ત્યાં આવ્યા હતા. જતીને વેપારીને લાફો માર્યો હતો, જ્યારે અનિલે દુકાનમાં પડેલું સ્ટીલનું ઢાંકણ તેના પુત્રને મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પુત્ર ખસી જતાં ઈજા ટળી હતી. બંને પક્ષના 8 આરોપીઓની ધરપકડ લોકો એકઠા થતાં તમામ આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા અને જતાં જતાં માર મારવાની ધમકી આપી હોવાનો પણ વેપારીએ આક્ષેપ કર્યો છે. બનાવ અંગે પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. દરમિયાન મંડળના સભ્યો તથા વેપારી પક્ષના લોકો મળી 8 આરોપીઓની ધરપકડ કરી છે અને આ મામલે વધુ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પૂરઝડપે આવતા ઇકો ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી:મહિલાને ગંભીર ઇજા, ચાલક ફરાર;રાધનપુર ચોકડીથી મોઢેરા ચોકડી તરફ અકસ્માત
    Next Article
    Was MK Stalin arrested under MISA? Here’s what the official record shows

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment