Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિનિયર સિટીઝન્સ સ્કીમથી દર મહિને ₹20,500ની કમાણી:મળી રહ્યું છે 8.2% વ્યાજ, મહત્તમ 30 લાખનું કરી શકો છો રોકાણ; આવકનું સંપૂર્ણ ગણિત સમજો

    12 hours ago

    જો તમે સિનિયર સિટીઝન છો અને તમારા માટે દર મહિને આવકનો બંદોબસ્ત કરવા માંગો છો તો પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમ એકાઉન્ટ (SCSS) તમારા માટે યોગ્ય રહેશે. આ સ્કીમ નિવૃત્તિ પછી એકસાથે મૂડીને સુરક્ષિત રાખવા અને ત્રિમાસિક ધોરણે નિયમિત આવક આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. સરકારની ગેરંટી હોવાને કારણે તેમાં જોખમ લગભગ શૂન્ય છે. આના પર 8.2% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમમાં દર 3 મહિને વ્યાજ આપવામાં આવે છે. અમે તમને આ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ… મહત્તમ 30 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમમાં માત્ર 1000 રૂપિયામાં એકાઉન્ટ ખોલી શકાય છે. આ સ્કીમમાં વધુમાં વધુ 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. આ સ્કીમ પર 8.2% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. જો તમે આમાં 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરો છો, તો તમને 8.2%ના દરે વાર્ષિક 2,46,000 રૂપિયા વ્યાજ મળશે. આ યોજના હેઠળ વ્યાજ ત્રિમાસિક ધોરણે મળતું હોવાથી, જો આપણે તેને 3-3 મહિનામાં વિભાજીત કરીએ તો તે 61,500 રૂપિયા થશે. એટલે કે દર 3 મહિને તમારા ખાતામાં 61,500 રૂપિયા જમા થશે. 5 વર્ષનો હોય છે મેચ્યોરિટી પિરિયડ આ સ્કીમનો મેચ્યોરિટી પિરિયડ 5 વર્ષનો હોય છે. એટલે કે આ સ્કીમમાં તમારે 5 વર્ષ માટે રોકાણ કરવું પડે છે. જોકે, તમે 5 વર્ષ પહેલા પણ ખાતું બંધ કરી શકો છો, પરંતુ આમ કરવાથી તમારે પેનલ્ટી ચૂકવવી પડશે. આ ઉપરાંત, તમે ખાતાને 3-3 વર્ષ માટે જ્યાં સુધી ઇચ્છો ત્યાં સુધી લંબાવી શકો છો. જો તમે આવું ન કરવા માંગતા હો, તો તમે તમારા 30 લાખ પાછા લઈ શકો છો. તમારા ખાતામાં વ્યાજના પૈસા આવી જશે વ્યાજ ત્રિમાસિક ધોરણે મળે છે. જે 1 એપ્રિલ, 1 જુલાઈ, 1 ઓક્ટોબર અને 1 જાન્યુઆરીના રોજ તમારા ખાતામાં જમા થઈ જશે. વ્યાજની રકમ તે જ પોસ્ટ ઓફિસમાં આવેલા તમારા બચત ખાતામાં જમા થઈ જશે. જો ખાતાધારક વ્યાજની રકમ ઉપાડતો નથી, તો આવા વ્યાજ પર વધારાનું વ્યાજ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે નહીં. આવકવેરા મુક્તિનો લાભ મળે છે આ યોજનામાં રોકાણ કરવાથી આવકવેરા અધિનિયમની કલમ 80C હેઠળ તમે તમારી કુલ આવકમાંથી 1.5 લાખ રૂપિયાની કપાતનો દાવો કરી શકો છો. સરળ ભાષામાં તેને આમ સમજો, તમે કલમ 80C દ્વારા તમારી કુલ કરપાત્ર આવકમાંથી 1.5 લાખ સુધી ઘટાડી શકો છો. દર ત્રણ મહિને વ્યાજ ન કાઢો તો 30 લાખના મળશે 42 લાખ જો તમે આ યોજનામાં 30 લાખ રૂપિયાનું રોકાણ કરો છો અને દર 3 મહિને વ્યાજ ન કાઢો તો 5 વર્ષ પછી તે 42 લાખ રૂપિયા થઈ જશે. અહીં જુઓ કેટલા પૈસાનું રોકાણ કરવા પર 5 વર્ષ પછી તમને કેટલા પૈસા મળશે... કોઈપણ વરિષ્ઠ નાગરિક ખાતું ખોલાવી શકે છે 60 વર્ષ કે તેથી વધુ ઉંમર પછી પોસ્ટ ઓફિસ જઈને ખાતું ખોલાવી શકાય છે. જોકે, VRS લેનાર વ્યક્તિ જે 55 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી ઉંમરનો છે, તે પણ આ ખાતું ખોલાવી શકે છે. આ ઉપરાંત, ડિફેન્સમાંથી નિવૃત્ત થયા હોય તેવા 50 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો પણ આ યોજનામાં રોકાણ કરી શકે છે. જોકે, આ સ્થિતિમાં નિવૃત્ત થયાના 1 મહિનાની અંદર રોકાણ કરવું પડે છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી ફક્ત જાણકારી માટે છે. અમે રોકાણકારોને સલાહ આપીએ છીએ કે તેઓ કોઈ પણ રોકાણનો નિર્ણય લેતા પહેલાં નિષ્ણાતોની સલાહ લે
    Click here to Read More
    Previous Article
    વડોદરાની હોટેલમાં યુવકનું રહસ્યમય મોત:બે યુવકો મોડી રાત્રે હોટેલમાં રોકાયા હતા, બન્ને ગે હતા
    Next Article
    'ધુરંધર' ફેમ આયેશા ખાને સગાઈ કરી લીધી! PHOTOS:મિસ્ટ્રી મેન સાથે ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરી, ચાહકોએ કરણ ઔજલા સાથે નામ જોડ્યું

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment