Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રખિયાલ-ગોમતીપુરના હોમગાર્ડ યુનિટના બે હોમગાર્ડ ₹2000ની લાંચ લેતા ઝડપાયા:ટ્રાફિક પોઈન્ટ પર ડ્યૂટી ફાળવવા માટે દર મહિને ₹1000ના હપ્તાની માંગણી કરી હતી

    16 hours ago

    દિવાળીના તહેવારો પૂર્વે જ અમદાવાદમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. 'H' ટ્રાફિક પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ પોઈન્ટ પર ફરજ બજાવવા અને નોકરી ચાલુ રાખવા માટે માસિક રૂ.1,000ના હપ્તા પેટે રૂ.2,000ની લાંચ માગનારા હોમગાર્ડ યુનિટના કર્મચારીઓ સામે એસીબીએ સકંજો કસ્યો છે. એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેતા કર્મચારીઓને રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે બે આરોપીઓ ફરાર છે. ટ્રાફિકમાંથી છૂટા કરી રાત્રિ ડ્યુટીમાં મૂકી દેવાની ધમકી ફરિયાદી ઈ-ડિવિઝન હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવે છે. એચ-ટ્રાફિક પોલીસ સ્ટેશન હેઠળના પોઈન્ટ્સ પર ડ્યુટી ફાળવવાની કામગીરી ડિવિઝન કમાન્ડર વિજયભાઈ જાદવ, કમ્પ્યુટર ઓપરેટર પંકજભાઈ પરમાર અને હોમગાર્ડ હર્ષમયભાઈ સૂર્યવંશી દ્વારા કરવામાં આવતી હતી. ડિવિઝન કમાન્ડરે ફરિયાદી પાસે ધમકી આપીને દર મહિને રૂ.1,000ના હપ્તાની માગણી કરી હતી અને જણાવાયું હતું કે જો નાણાં નહીં આપે તો ટ્રાફિકમાંથી છૂટા કરી રાત્રિ ડ્યુટીમાં મૂકી દેવાશે. નાણાં આપવાની ના પાડતાં ફરિયાદીને 20 જુલાઈના રોજ ટ્રાફિક ડ્યુટીમાંથી પરત ડિવિઝનમાં મૂકી દેવાયા હતા. ત્યારબાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસના મળીને કુલ રૂ.2,000ની લાંચ આપવા પર ફરીથી ટ્રાફિક ડ્યુટી ફાળવવાની ખાતરી અપાઈ હતી. ફરિયાદીએ ACBનો સંપર્ક કરતા ટ્રેપ ગોઠવાઈ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીની ટીમે બાપુનગર સ્થિત ઈન્દુલાલ યાજ્ઞિક હોલના ગેટ આગળ, ભીડભંજન ત્રણ રસ્તા પાસે છટકું ગોઠવ્યું હતું. ટ્રેપ દરમિયાન હર્ષમયભાઈએ ફરિયાદીને વિજય અને પંકજ વતી લાંચના નાણાં તુષાર નામના વ્યક્તિને આપી દેવા જણાવતાં, તુષારે રૂ.2,000ની લાંચ સ્વીકારી હતી. એસીબીએ સ્થળ પર જ લાંચ લેતાં તુષાર અને હર્ષમયને રંગેહાથ ઝડપી લીધા હતા. એકબીજાના મેળાપીપણામાં આચરાયેલા આ લાંચકાંડ અંગે એસીબીએ ગુનો નોંધી આગળની સઘન તપાસ અને ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    તાલાલામાં 7 મહિને જન્મેલા બાળકને સવા કલાક CPR આપી બચાવાયું:જન્મના છઠ્ઠા દિવસે જ ધબકારા થંભી ગયા, ડોક્ટરોની મહેનત સાથે ઈન્જેક્શનનો ચમત્કાર
    Next Article
    Massive Arab-Israeli Poll Turnout, Netanyahu's "End To Jewish State" Charge

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment