Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અક્ષય કુમારે એક મહિનામાં ₹19.48 કરોડમાં 4 ફ્લેટ વેચ્યા:મુંબઈમાં લક્ઝરી ફ્લેટ્સ વેચી ₹6.80 કરોડનો નફો રળ્યો; 3 BHKનો એક ફ્લેટ આવી જાય તેટલી સ્ટેમ્પ ડ્યુટી ભરી

    17 hours ago

    બોલિવૂડના 'ખિલાડી કુમાર' માત્ર ફિલ્મોની પસંદગીમાં જ નહીં, પણ રિયલ એસ્ટેટમાં રોકાણના પણ પાક્કા 'ખિલાડી' છે. એક તરફ સિનેમાઘરોમાં તેની લેટેસ્ટ ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' કરોડોની કમાણી કરી રહી છે, તો બીજી તરફ અક્ષય કુમાર મુંબઈમાં આલીશાન પ્રોપર્ટી વેચીને અઢળક નફો રળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં અક્ષયે કુલ 4 ફ્લેટ વેચીને કુલ 6.80 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો છે. મુંબઈના મુલુંડમાં વેચ્યા 2 લક્ઝરી અપાર્ટમેન્ટ અક્ષય કુમાર હાલમાં તેની ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'ની સફળતાનો સ્વાદ ચાખી રહ્યો છે. આ દરમિયાન તેણે તાજેતરમાં મુંબઈના મુલુંડ વેસ્ટમાં આવેલા બે લક્ઝરી અપાર્ટમેન્ટ્સ કુલ ₹12.38 કરોડમાં વેચ્યા છે. સીઆરઈ મેટ્રિક્સ (રિયલ એસ્ટેટ એનાલિટિક્સ કંપની) દ્વારા મેળવવામાં આવેલા પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના દસ્તાવેજો અનુસાર, અક્ષય કુમારે 2017માં એલબીએસ રોડ પર ઓબેરોય રિયાલિટીના પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ 'ઓબેરોય એનિંગ્મા'માં બે ફ્લેટ્સ ખરીદ્યા હતા. દરેક ફ્લેટ્સનો કાર્પેટ એરિયા 1,886 સ્ક્વેર ફૂટ છે અને બંને સોદામાં ત્રણ-ત્રણ મળીને કુલ 6 ડેડિકેટેડ કાર પાર્કિંગ સ્પેસ સામેલ છે. અક્ષયે 2017માં આશરે ₹9 કરોડમાં પ્રોપર્ટી ખરીદી હતી, જેને તેણે ₹12.38 કરોડમાં વેચી છે. પ્રોપર્ટીના રેકોર્ડ મુજબ, આ બંને ફ્લેટ્સ 'સની હોમ કેર પ્રાઇવેટ લિમિટેડ' કંપની દ્વારા ખરીદવામાં આવ્યા છે. દરેક ફ્લેટ ₹6.19 કરોડમાં વેચાયો છે, જેથી કુલ ટ્રાન્ઝેક્શન કિંમત ₹12.38 કરોડ થઈ ગઈ છે. 3 BHKનો એક ફ્લેટ આવી જાય, તેટલી તો સ્ટેમ્પ ડ્યુટી ભરી નોંધનીય છે કે, ખરીરદારે દરેક ફ્લેટ માટે ₹37.14 લાખ એટલે કે કુલ ₹74.28 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. ટાઇમ્સના અહેવાલ મુજબ આ પ્રોપર્ટીના વેચાણ દસ્તાવેજો સત્તાવાર રીતે 30 જૂન 2026ના રોજ રજિસ્ટર કરવામાં આવ્યા હતા. અક્ષયને 9 વર્ષમાં 38% વળતર મળ્યું રજિસ્ટ્રેશન દસ્તાવેજોના આધારે જાણવા મળે છે કે, અક્ષય કુમારે આ બંને ફ્લેટ્સ ઓક્ટોબર 2017માં અંદાજે ₹4.49 કરોડ પ્રતિ ફ્લેટ એટલે કે કુલ ₹8.98 કરોડમાં ખરીદ્યા હતા. વર્તમાન વેચાણ કિંમતના આધારે દરેક પ્રોપર્ટીની કિંમતમાં આશરે ₹1.70 કરોડનો વધારો થયો છે, જે 9 વર્ષના મૂલ્યમાં અંદાજિત 38%નો વધારો દર્શાવે છે. જૂન 2026ની શરૂઆતમાં પણ બે ફ્લેટ્સ વેચ્યા હતા અક્ષય કુમારે 2026માં આ પહેલો રિયલ એસ્ટેટ સોદો કર્યો નથી. આ અગાઉ 2 જૂન 2026ના રોજ અક્ષયે મુંબઈના બોરીવલી ઈસ્ટમાં આવેલા 'ઓબેરોય સ્કાય સિટી' પ્રોજેક્ટમાં પોતાના બે ફ્લેટ્સને કુલ ₹7.1 કરોડમાં વેચ્યા હતા. આ સોદામાં એક ફ્લેટ 1,101 સ્ક્વેર ફૂટનો હતો, જેમાં 2 પાર્કિંગ સ્પેસ સામેલ હતી, જે ₹5.75 કરોડમાં વેચાયો હતો. જ્યારે બીજો ફ્લેટ 252 સ્ક્વેર ફૂટનો હતો, જેમાં એક ડેડીકેટેડ પાર્કિંગ સ્પેસ હતી, જે ₹1.35 કરોડમાં વેચાયો હતો. આ બંને પ્રોપર્ટી સુવર્ણા રૂપેશકુમાર સાકપાલે ખરીદી હતી. 2 જૂન 2026ના રોજ રજિસ્ટર થયેલા આ સોદા માટે અનુક્રમે ₹28.75 લાખ અને ₹6.75 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવાઈ હતી. નોંધનીય છે કે, અક્ષય કુમારે બોરીવલી સ્થિત આ બંને ફ્લેટ્સ નવેમ્બર 2017માં 'ઇનક્લાઇન રિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ' પાસેથી અનુક્રમે ₹3 કરોડ અને ₹67.55 લાખમાં ખરીદ્યા હતા. ગયા વર્ષની પ્રોપર્ટી ડીલમાં અધધ 92% રિટર્ન મેળવ્યું હતું ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ અક્ષય કુમારે બોરીવલીની એ જ બિલ્ડિંગમાં આવેલા બીજા બે ફ્લેટ્સ ₹7.10 કરોડમાં વેચ્યા હતા. અક્ષયે 2017માં આ પ્રોપર્ટીને ₹3.69 કરોડમાં ખરીદી હતી, જેના પર 8 વર્ષમાં 92%નું શાનદાર વળતર મેળવ્યું હતું. અહેવાલ અનુસાર આ સોદામાં એક ફ્લેટ ₹5.75 કરોડમાં વેચાયો હતો, જેના રજિસ્ટ્રેશન માટે ₹34.50 લાખની સ્ટેમ્પ ડ્યુટી અને ₹30 હજાર રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવામાં આવ્યો હતો. અક્ષયની લેટેસ્ટ ફિલ્મો અને તેની કમાણી વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર ગયા વર્ષે 'હાઉસફુલ 5' અને 'જોલી એલએલબી 3'માં જોવા મળ્યો હતો, જે હિટ રહી હતી. આ વર્ષે તેની 'ભૂત બંગલા' આવી, જેણે વિશ્વભરમાં ₹270.91 કરોડનું ગ્રોસ કલેક્શન અને દેશમાં ₹182.36 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. અહેવાલો અનુસાર, આ ફિલ્મ માટે અક્ષયે ₹50 કરોડ ફી અને નફામાં ભાગ લીધો હતો. તે જ સમયે, હાલમાં સિનેમાઘરોમાં તેની ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' ચાલી રહી છે, જેણે વૈશ્વિક સો કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મ માટે અક્ષયે કોઈ ફી નથી લીધી, પરંતુ ફિલ્મના નફામાં ભાગ ચોક્કસપણે લીધો છે.
    Click here to Read More
    Previous Article
    જીવનની મુશ્કેલીઓથી નિરાશ થઈ ગયો હતો એક વ્યક્તિ:પ્રેરક કથા: દુઃખી વ્યક્તિ સંત પાસે પહોંચ્યો, જાણો સુખી જીવનની શીખ
    Next Article
    AI ડ્રાઇવિંગ ટેસ્ટના ચોંકાવનારા પરિણામ, 77% ફોર વ્હીલર ઉમેદવારો ફેલ:પાર્કિંગ અને ઢાળ નથી ચઢાવી શકતા, 26 RTOમાં નવા ટ્રેકથી ભલભલાને પરસેવો છૂટે છે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment