Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં વેપારી સાથે ₹19.38 લાખની છેતરપિંડી:ખોટું નામ ધારણ કરી ડ્રાયફ્રુટ્સ પડાવી ઠગ ફરાર

    1 सप्ताह पहले

    વાપીમાં એક વેપારી સાથે ₹19.38 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ‘જલા ડ્રાય ફ્રુટ્સ એન્ડ સ્પાઇસીસ’ નામના વેપાર કરતા દેવ કલ્પેશકુમાર ઠક્કરને ‘ભાવેશ પ્રજાપતિ’ તરીકે ઓળખાવનાર ઠગ કમલેશ ગેનારામ પ્રજાપતિએ વિશ્વાસઘાત કર્યો છે. તેણે લાખો રૂપિયાના ડ્રાયફ્રુટ્સ પડાવી લીધા બાદ ફોન બંધ કરી દીધો હતો. ફરિયાદ મુજબ, ગત 17 માર્ચ, 2026ના રોજ એક વ્યક્તિએ વેપારી દેવ ઠક્કરનો સંપર્ક કર્યો હતો અને પોતાનું નામ ‘ભાવેશ પ્રજાપતિ’ જણાવ્યું હતું. તેણે ધરમપુરમાં નવો મોલ ખોલવાની અને રાજસ્થાનમાં પ્રસાદી માટે માલ મોકલવાની વાતો કરી હતી. પોતાની પેઢીનું નામ ‘ગણેશ એન્ટરપ્રાઇઝ’ હોવાનું જણાવી, તેણે શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે 540 કિલોગ્રામ કાજુ રોકડેથી ખરીદ્યા હતા. પ્રારંભિક વ્યવહારથી વિશ્વાસ બેસી ગયા બાદ, આરોપીએ એપ્રિલ મહિનામાં મોટો ઓર્ડર આપ્યો હતો. તેણે જણાવ્યું કે પેમેન્ટ RTGS દ્વારા કરવામાં આવશે. તેના કહેવા મુજબ, તેનો માણસ રાહુલ ભરવાડ જીઆઈડીસી ચાર રસ્તા પાસે આવેલા ગોડાઉન પરથી માલ ગાડીઓમાં ભરી ગયો હતો. 05/04/2026 થી 11/04/2026 દરમિયાન, આરોપીએ કટકે-કટકે કુલ 2,465 કિલોગ્રામ કાજુ, બદામ અને કિસમિસ ખરીદ્યા હતા, જેનું કુલ બિલ જીએસટી સાથે ₹19,38,000/- થયું હતું. વેપારીએ બાકી પેમેન્ટની ઉઘરાણી કરતા, આરોપીએ 22 એપ્રિલે માણસ મોકલી પૈસા આપી જવાની ખાતરી આપી હતી. જોકે, પેમેન્ટ ન આવતા અને આરોપીના ત્રણેય મોબાઈલ નંબરો સ્વિચ ઓફ થઈ જતાં વેપારીને છેતરાયાનો અહેસાસ થયો. તપાસ કરતા જાણવા મળ્યું કે ‘ભાવેશ પ્રજાપતિ’ એ ખોટું નામ હતું અને તેનું અસલી નામ કમલેશ ગેનારામ પ્રજાપતિ (રહે. ગુંજન, વાપી) છે. તેણે અન્ય વેપારીઓ સાથે પણ આવી જ ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે વાપી ટાઉન પોલીસે કમલેશ પ્રજાપતિ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 316(2), 318(4) અને 319(2) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર મુકેશભાઈ ભીંગરાડીયાને તપાસ સોંપવામાં આવી છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Nvidia-powered Windows PCs to make debut at Computex 2026: Report
    Next Article
    NPL સીઝન 4: યોહાન યોદ્ધા ચેમ્પિયન, 5 લાખ ઇનામ:સનવોર વોરિયર્સને હરાવી ટ્રોફી જીતી, 10,000 થી વધુ ફેન્સ હાજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment