Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં કરોડોનું ફ્રોડ, લોભામણી સ્કીમો બતાવી રોકાણકારોને ફસાવ્યા:'પૈસા ડબલ કરી આપીશું' કહી ઓશિયન એમટેક કંપનીના સંચાલકો ₹1.93 કરોડ ખંખેરી ઓફિસ બંધ કરી ભાગ્યા

    3 days ago

    સુરત શહેરમાં વધુ એક પોન્ઝી સ્કીમ અને રોકાણના નામે કરોડો રૂપિયાની ઠગાઈનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલા સિલ્વર ટ્રેડ સેન્ટરના 10મા માળે 'ઓસીયન એમટેક પ્રાઇવેટ લિમિટેડ' નામની ઓફિસ ખોલીને બેઠેલા ઠગોએ લોકોના પરસેવાની કમાણી ઓળવી લીધી છે. આરોપીઓએ ફરિયાદી ઉમેશભાઇ જૈન તથા તેમના મિત્ર વર્તુળને 18 થી 33 મહિનાની સ્કીમમાં રોકાણ કરવા પર સિક્યોરીટી સાથે તમામ રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી હતી. આ માયજાળમાં ફસાઈને ફરિયાદી અને તેમના મિત્રોએ 1.93 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. રોકડા, બેંક ટ્રાન્સફર અને ડિજિટલ કરન્સી મારફતે લીધા રૂપિયા ઠગ ટોળકીની લાલચમાં આવીને ફરિયાદી ઉમેશભાઇએ ₹30 લાખ રોકડા તેમજ ₹1,50,964ની કિંમતના 1606 USDT (ક્રિપ્ટોકરન્સી) આરોપી મનોજના બાયનાન્સ વોલેટ એડ્રેસ પર ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત તેમના મિત્રો મંયકા ઘેલાણી પાસેથી ₹25.60 લાખ, કરશનભાઇ વરૂ પાસેથી ₹45.00 લાખ, સ્વ. નરેન્દ્રભાઇ કોટડીયા પાસેથી ₹49.90 લાખ, કૌશિક માયાણી અને પ્રથમ ગાથાણી પાસેથી ₹22.50 લાખ તેમજ દિલીપભાઇ ગોહિલ પાસેથી ₹2.37 લાખ મેળવી કુલ ₹1.76 કરોડથી વધુનું રોકાણ કરાવ્યું હતું. જેમાંથી આરોપીઓએ શરૂઆતમાં માત્ર ₹10 લાખ જ પરત કર્યા હતા. નોકરી નામે ₹6 લાખની સિક્યોરીટી ડિપોઝીટ પડાવી આ ઠગ ટોળકી માત્ર રોકાણકારોને જ નહીં, પરંતુ નોકરીની શોધમાં ભટકતા યુવાનોને પણ નિશાન બનાવતી હતી. આઈટી ક્ષેત્રનો અભ્યાસ કરનાર પંકજભાઇ મફતભાઇ પટેલ નામના યુવાનને કંપનીમાં નોકરી રાખવા માટે અને 2% રોયલ્ટી ઇન્કમ આપવાનો વિશ્વાસ આપી આરોપી રૂત્વીકે સિક્યોરીટી પેટે ₹6,00,000 ડિપોઝીટ તરીકે પડાવી લીધા હતા. રૂપિયા લીધા બાદ માત્ર એક જ પ્રોજેક્ટનું કામ કરાવી કોઈ પગાર કે વળતર આપ્યું ન હતું અને નોકરી પણ આપી ન હતી. અન્ય એક સાહેદ દર્શનકુમાર જીવાણી પાસેથી પણ ₹29 લાખનું રોકાણ કરાવી ₹21 લાખ ઓળવી ગયા હતા. ઓફિસને તાળા મારી આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા રોકાણકારોએ જ્યારે પોતાની સ્કીમ પૂરી થતાં અથવા વળતર માટે દબાણ કર્યું અને સિક્યોરીટી પેટે કામરેજ ખાતે આપવાના થતા ફ્લેટના દસ્તાવેજો માંગ્યા, ત્યારે આરોપીઓ ખોટા વાયદાઓ કરવા લાગ્યા હતા. ઓક્ટોબર 2025માં આરોપી મનોજ હિરપરા અને તેની ટોળકી મોટા વરાછા ખાતે આવેલી પોતાની ઓફિસને તાળા મારીને રાતોરાત ફરાર થઈ ગઈ હતી. ભોગ બનનારાઓએ ફોન કરવાનો પ્રયાસ કરતા તમામના ફોન સ્વીચ ઓફ આવતા હતા, જેથી છેવટે પોલીસ કમિશનર કચેરીની મંજૂરી બાદ ઉત્રાણ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા ઉત્રાણ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર નીલેશ ભોપાભાઇ બલદાણીયાએ આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 316(5), 318(4), 54, 61(2), 3(5) તેમજ ગુજરાત પ્રોટેકશન ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટર્સ એક્ટ (GPID) ની કલમ 3 અને 4 હેઠળ ગુનો નોંધીને તમામ પાંચેય આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ:12 ભારતીયો સહિત 13 લોકોનાં મોત, 60થી વધુ ઘાયલ; બે દિવસ પહેલાં ઉત્પાદન શરૂ થયું હતું
    Next Article
    Messi misses penalty, spurns chance to become WC’s all-time leading scorer

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment