Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તહેવારો ટાણે સુરતમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ:ગોડાઉનમાં દરોડો પાડી ₹18.21 લાખનો 1694 કિલો ઘીનો મુદ્દામાલ કર્યો સીઝ; જુઓ કેવી રીતે બનતું ઘી?

    8 hours ago

    નવરાત્રી અને દિવાળી જેવા આગામી મોટા તહેવારોમાં મીઠાઈ તેમજ પૂજામાં ઘીની માંગ વધતી હોય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી નફો રળવાના કાળા કારોબારનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. ઉત્રાણ પોલીસ સ્ટેશનની ટીમે અબ્રામા રોડ પર આવેલા માધવ કેમ્પસના એક ગોડાઉનમાં બાતમીના આધારે ફૂડ સેફ્ટી વિભાગને સાથે રાખી સફળ દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 1694 કિલો શંકાસ્પદ ઘી, વનસ્પતિ ડાલડા, સોયાબીન તેલ અને પેકિંગ મશીનરી સહિત કુલ ₹18.21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. ગુપ્ત બાતમી બાદ ફૂડ સેફ્ટી વિભાગ સાથે સંયુક્ત ઓપરેશન ઉત્રાણ પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મોજે ઉમરા-અબ્રામા રોડ સ્થિત માધવ કેમ્પસના પતરાના શેડવાળા ગોડાઉન નંબર-18માં સન્ની મોદી અને કિશન મોદી નામના શખ્સો મોટા પાયે નકલી અને ભેળસેળયુક્ત ઘી બનાવી વેચાણ કરી રહ્યા છે. આ માહિતીના આધારે પંચો અને ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમને સાથે રાખી ગોડાઉન પર ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. વનસ્પતિ ડાલડા અને તેલ ભેળવી ઘી બનાવાતું હતું પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા અંદર ગેરકાયદેસર રીતે નકલી ઘી બનાવવાનું કારખાનું ધમધમતું હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી પ્રોટો વનસ્પતિ ડાલડા ઘીના 15 કિલોના 35 ડબ્બા (કિંમત ₹1.15 લાખ), રિફાઈન્ડ સોયાબીન તેલના 32 ડબ્બા (કિંમત ₹97 હજાર), 795 કિલો લૂઝ ઘી (કિંમત ₹4.76 લાખ) તેમજ 'Saahas PREMIUM COW Ghee' ના બ્રાન્ડ નેમ સાથે તૈયાર કરાયેલો 900 કિલો જથ્થો (કિંમત ₹5.40 લાખ) મળી આવ્યો હતો. આ ઉપરાંત ઘીના નાના પાઉચ અને મશીનરી સહિત કુલ ₹18.21 લાખની મત્તાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. મૂળ ડીસાના અને અમરોલી રહેતા ત્રણ શખ્સો પકડાયા બનાવટી ઘી બનાવી સુરતીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવાના ગુનામાં પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સન્ની કલ્પેશભાઇ મોદી (ઉં.વ. ૨૬), કિશનભાઇ મનોજભાઇ મોદી (ઉં.વ. ૨૬) અને કલ્પેશભાઇ સુંદરલાલ મોદી (ઉં.વ. ૪૭)નો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ મૂળ બનાસકાંઠાના ડીસાના વતની છે અને હાલ અમરોલી ખાતે કોસાડ લેક ગાર્ડન સામે લેક વ્યૂ રેસિડેન્સીમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. તહેવારોમાં બજારમાં વેચાણ થાય તે પહેલાં જ ઝડપી પડાયા આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન બજારમાં ઘીની ભારે માંગ રહેતી હોય છે. આરોપીઓ આ નકલી ઘીને બ્રાન્ડેડ પાઉચ અને ડબ્બાઓમાં પેક કરી બજારમાં ધાબડવાની પેરવીમાં હતા. જોકે, ઉત્રાણ પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ ડી.ડી. રાઠોડ અને સર્વેલન્સ ટીમે સમયસર બાતમી મેળવી રેડ પાડતા લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતો મોટો જથ્થો બજારમાં પહોંચે તે પહેલાં જ ઝડપાઈ ગયો હતો. પોલીસે ફૂડ સેફ્ટી વિભાગ મારફતે ઘીના સેમ્પલ એફએસએલ તપાસ અર્થે મોકલી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મંગળવારનું રાશિફળ:મિથુન-સિંહ રાશિના અટકેલા કામ માતાજીની કૃપાથી પાર પડશે, કુંભ રાશિના જાતકો માટે સુખદ દિવસ
    Next Article
    પાટણની ન્યુ ઇરા હાઇસ્કુલમાં વોટર કુલર અને ફિલ્ટર ભેટ:વિદ્યાર્થીઓને શુદ્ધ અને ઠંડુ પાણી મળે તે માટે મુકેશ પટેલ પરિવારે આપ્યું દાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment