Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથ જિલ્લાને મળ્યું નવું રમત-ગમત સંકુલ:ઇણાજમાં ₹17.50 કરોડના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેકસનું હર્ષ સંઘવી 12 ઓગષ્ટે લોકાર્પણ કરશે

    3 days ago

    ગીર સોમનાથ જિલ્લાના ઇણાજ ખાતે ₹17.50 કરોડના ખર્ચે બનેલા જિલ્લા રમત-ગમત સંકુલનું આવતીકાલે 12 ઓગષ્ટે લોકાર્પણ થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યૂઅલી આ સંકુલને ખુલ્લું મુકશે. આ પ્રસંગે ₹10.59 કરોડના ખર્ચે બનનારા 400 મીટર સિન્થેટિક ટ્રેકનું ખાતમુહૂર્ત પણ કરાશે. આ કાર્યક્રમ વેરાવળના રામ મંદિર ઓડિટોરિયમમાં બપોરે 2:30 કલાકે યોજાશે. જેમાં જિલ્લાના મહાનુભાવો, રમત-ગમત અધિકારીઓ, ખેલાડીઓ અને રમતપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહેશે. રાજ્ય સરકાર ગુજરાતને રમતગમત ક્ષેત્રે અગ્રેસર બનાવવા માળખાકીય સુવિધાઓ વિકસાવી રહી છે. ઇણાજનું આ સંકુલ આ દિશામાં એક મહત્વનું પગલું છે. આધુનિક સુવિધાઓ મળવાથી ગીર સોમનાથના ખેલાડીઓને જિલ્લામાં જ તાલીમ અને પ્રેક્ટિસની ઉત્તમ તકો મળશે. આ સંકુલથી ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના પ્રતિભાશાળી ખેલાડીઓને લાભ થશે. યોગ્ય માળખું અને માર્ગદર્શન મળવાથી તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જિલ્લાનું નામ રોશન કરી શકશે તેવી અપેક્ષા છે. તાજેતરમાં ગ્લાસગો ખાતે યોજાયેલા રાષ્ટ્રમંડળ ખેલોમાં ભારતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. અમદાવાદને આગામી રાષ્ટ્રમંડળ રમતો યોજવા માટે મંજૂરી મળતાં ગુજરાત માટે રમતગમત ક્ષેત્રે નવી તક ઊભી થઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે ધ્વજ સ્વીકારી દેશમાં શ્રેષ્ઠ આયોજન કરવાની નેમ વ્યક્ત કરી હતી. આ સુવિધાઓનો ઉમેરો ગીર સોમનાથ જિલ્લાના ખેલાડીઓ માટે પ્રોત્સાહક બનશે. જિલ્લા રમત-ગમત સંકુલના લોકાર્પણ અને સિન્થેટિક ટ્રેકના ખાતમુહૂર્તથી જિલ્લામાં રમતગમતના માળખાકીય વિકાસને નવી દિશા મળશે તેવી આશા છે.
    Click here to Read More
    Previous Article
    બીલીમોરા જે.જે. મહેતા સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો:બાળકોએ દેશભક્તિ ગીત, ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો
    Next Article
    Singer Sukriti Kakar Announces Engagement To Boyfriend Shoumik Shetty With Dreamy Proposal Pics

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment