Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેટિંગના નામે વિજાપુરમાં ₹17.50 લાખનો ચૂનો:પુત્રને પશુધન નિરીક્ષકની સરકારી નોકરી અપાવવાના બહાને ઠગાઈ, ગઠિયો ઘર બંધ કરી ફરાર

    9 hours ago

    સરકારી નોકરી અપાવવાના નામે લાખો રૂપિયા પડાવી લેતા ભેજાબાજોથી સાવધાન રહેવાની તાતી જરૂર છે. વિજાપુર તાલુકાના રામપુરા કુવાયડા ગામના વતની અને વ્યવસાયે ખેતી તથા પશુધન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા ચંદ્રકાંતભાઈ ત્રિભોવનદાસ પટેલે પોતાના પુત્રને નોકરી અપાવવાના બહાને રૂ. 17,50,000ની છેતરપિંડી આચરાઈ હોવા અંગે વિજાપુર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરે મોટી ઓળખાણનો દાવો ઘટનાની વિગત અનુસાર, ડિપ્લોમા એનિમલ હસબન્ડરીનો અભ્યાસ પૂર્ણ કરી સરકારી ભરતી પરીક્ષાઓની તૈયારી કરતા પુત્ર અભિને પશુધન નિરીક્ષક (એલ.આઈ.) વર્ગ-3 ની નોકરી અપાવવા માટે આરોપી મહારાજ (રાવલ) વિશ્વનાથ ભોળાનાથ (રહે. શિવ શક્તિ સોસાયટી, વિજાપુર, મૂળ રહે. રણાસણ) સાથે સંપર્ક થયો હતો. આરોપીએ ગાંધીનગર સચિવાલયમાં ઉચ્ચ સ્તરે પોતાની વગદાર પહોંચ હોવાની વાતો કરી નોકરી પાકી કરાવી આપવાની લાલચ આપી હતી અને તે પેટે કુલ રૂ. 17.50 લાખની માંગણી કરી હતી. ગ્રામભારતી ચોકડી ખાતે બે હપ્તામાં ચૂકવાયા રોકડા રૂપિયા ફરિયાદી ચંદ્રકાંતભાઈએ પોતાના મધ્યસ્થ મિત્ર નવીનચંદ્ર પટેલની હાજરીમાં આરોપીને અલગ-અલગ તબક્કે નાણાં સોંપ્યા હતા. જેમાં ગ્રામભારતી ચોકડી ખાતે પ્રથમ રૂ. 5 લાખ અને ત્યારબાદ રૂ. 12.50 લાખ મળીને કુલ રૂ. 17,50,000 રોકડે-રોકડા ચૂકવી દીધા હતા. જોકે, વર્ષ 2022માં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પશુધન નિરીક્ષક વર્ગ-3 ની ભરતી પ્રક્રિયા સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પુત્રનો નિમણૂક પત્ર (ઓર્ડર) આવ્યો ન હતો. મોબાઈલ સ્વિચ ઓફ કરી ગઠિયો મકાન છોડીને રફુચક્કર નોકરી અંગે વારંવાર પૂછપરછ કરવામાં આવતાં આરોપી શરૂઆતમાં "કામ પ્રોસેસમાં છે, ટૂંક સમયમાં થઈ જશે" તેવા બહાના બતાવતો રહ્યો હતો. ત્યારબાદ તેણે પોતાના બંને મોબાઈલ નંબરો કાયમી બંધ કરી દીધા હતા. જેથી શંકા જતાં ફરિયાદીએ વિજાપુર સ્થિત આરોપીના નિવાસસ્થાને રૂબરૂ જઈ તપાસ કરતાં મકાન તાળું મારેલી હાલતમાં મળી આવ્યું હતું. આસપાસના પડોશીઓ પાસેથી ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે આરોપી રાતોરાત મકાન ખાલી કરીને ફરાર થઈ ગયો છે અને તેનાથી છેતરાયેલા અન્ય લોકો પણ અવારનવાર તેની શોધખોળ માટે ત્યાં આવી રહ્યા છે. વિશ્વાસઘાતનો ભોગ બનતાં આખરે પોલીસ ફરિયાદ પોતાની મહેનતની કમાણીના લાખો રૂપિયા ડૂબી ગયા હોવાનો અને વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થતાં ચંદ્રકાંતભાઈ પટેલે વિજાપુર પોલીસ મથકે પહોંચી મહારાજ (રાવલ) વિશ્વનાથ ભોળાનાથ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો હવે દેશના ટોચના ટુરિઝમ સ્પોટ્સ પર યોજાશે:એકતા નગરમાં મળશે 72મો એવોર્ડ સમારોહ, અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં કરી મોટી જાહેરાત
    Next Article
    Rs 24-Crore 'Revenge' Over Rs 10,000: Surat Textile Hub Blaze Was No Accident

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment