Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યુ રાણીપમાં વિદેશ મોકલવાના બહાને લાખોની છેતરપિંડી:કેનેડાના પીઆર વિઝા અપાવવાની લાલચે ₹16.77 લાખ પડાવ્યા; વિઝા ન થતાં નાણાં પરત કરવા આપેલા ચેક બાઉન્સ થયા

    8 hours ago

    અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં વિદેશ મોકલવાના બહાને એક યુવક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. કેનેડાના પી.આર. વિઝા અપાવવાની લાલચ આપીને પ્રણીલ એજ્યુકેશન સર્વીસના ડાયરેક્ટરે ભોગ બનનાર યુવક પાસેથી અલગ અલગ સમયે કટકે-કટકે કુલ ₹16,77,000 ની માતબર રકમ પડાવી લીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રજિસ્ટ્રેશનના બહાને લાખો રૂપિયા મેળવી લીધા ન્યુ રાણીપના 33 વર્ષીય આનંદ પ્રવિણભાઈ પટેલે જુલાઈ 2024માં કેનેડાના પી.આર. વિઝા મેળવવા માટે પ્રણીલ એજ્યુકેશન સર્વીસના ડાયરેક્ટર અરવિંદ તિવારીનો સંપર્ક કર્યો હતો. અરવિંદ તિવારીએ રજિસ્ટ્રેશન અને એન્ડોર્સમેન્ટની પ્રક્રિયા બતાવીને ફરિયાદી પાસેથી ચેક, ગુગલ પે અને રોકડ માધ્યમથી અલગ અલગ તારીખે કુલ ₹16,77,000 મેળવ્યા હતા. નોટરાઇઝ એગ્રીમેન્ટ મુજબ ચેક આપ્યા પરંતુ બાઉન્સ થયા લાંબો સમય વિતવા છતાં વિઝાનું કામ ન થતાં બંને પક્ષો વચ્ચે એક નોટરાઇઝ એગ્રીમેન્ટ કરાયો હતો, જેમાં નક્કી થયા મુજબ જાન્યુઆરી 2026 સુધીમાં વિઝા ન મળે તો તમામ નાણાં પરત કરવાના હતા. સમયમર્યાદા પૂરી થતાં અરવિંદ તિવારીએ માર્ચ 2026માં રૂ. 1.50 લાખ, રૂ. 3.50 લાખ અને રૂ. 5 લાખના ત્રણ ચેક આપ્યા હતા, જેમાંથી બેંકમાં જમા કરાવેલા બે ચેક ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી બાઉન્સ થયા હતા. સંપર્ક તોડી નાખતા આખરે રાણીપ પોલીસ મથકે ફરિયાદ ચેક બાઉન્સ થયા બાદ આરોપી અરવિંદ તિવારીએ ફરિયાદીનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને પોતાની ઓફિસે પણ મળવાનું બંધ કરી દીધું હતું. આખરે પોતાની સાથે ₹16,77,000 ની મોટી છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાનું જણાતાં ભોગ બનનાર યુવાને આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'રામાયણ'માં રામને ભગવાન નહીં, પણ માણસ ગણાવાયા!:ફિલ્મનો નવો ઇન્ટરનેશનલ પ્રોમો વાયરલ, દેવરાજ ઇન્દ્ર અને રાવણના યુદ્ધની ઝલક; આજે બીજું ટ્રેલર રિલીઝ થશે
    Next Article
    Workers' protest intensifies in Surat | સુરતમાં શ્રમિકોનું આંદોલન વધુ તેજ | Protest | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment