Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુકરમુંડામાં ગેરકાયદે રેતી ખનન પર તંત્રની કાર્યવાહી:₹1.58 કરોડના સાધનો અને રેતીનો જથ્થો જપ્ત કરાયો

    1 week ago

    તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે રેતી ખનન પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (નિઝર) તેમજ કુકરમુંડા મામલતદારની ટીમે જુના કુકરમુંડા ગામે ઓચિંતી તપાસ હાથ ધરી હતી, જેમાં મોટા પાયે ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ થયો હતો. આ કાર્યવાહીમાં આશરે ₹1.58 કરોડથી વધુની કિંમતના સાધનો અને રેતીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન, સર્વે નંબર 961 ના પટ્ટમાં કોઈપણ કાયદેસરની પરવાનગી વિના રેતી ખનન થતું હોવાનું સામે આવ્યું હતું. વહીવટી તંત્રના દરોડા પડતાં જ સ્થળ પર કામ કરતા શ્રમિકો અને સંચાલકો ફરાર થઈ ગયા હતા. સ્થળની ઝીણવટભરી તપાસ કરતાં ખાણ ખનિજ વિભાગની કોઈ મંજૂરી ન હોવાનું સ્પષ્ટ થયું હતું. તંત્ર દ્વારા સ્થળ પરથી કરોડો રૂપિયાની કિંમતના સાધનો અને રેતીનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ૬ હિતાચી મશીન, ૧ પીક-અપ ટેમ્પો (GJ-05-BT-5379), 10 નાવડી,10 ચારણા, એક થાર જીપ, એક હોન્ડા યુનિકોર્ન બાઈક, 60 પાઈપ, 250 પીપ અને અંદાજિત 120 ટન સાદી રેતીનો સમાવેશ થાય છે. આ તમામ સાધન-સામગ્રી અને રેતીની કુલ અંદાજિત કિંમત ₹1.58 કરોડથી વધુ આંકવામાં આવી છે. કબ્જે કરવામાં આવેલ તમામ મુદ્દામાલની જપ્તીની કાર્યવાહી પૂર્ણ કરી, તેનો કબ્જો ખાણ ખનિજ વિભાગને સુપરત કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રએ ખાણ ખનિજ વિભાગને આ ગંભીર બાબતે કાયદેસરની તપાસ કરીને જવાબદારો સામે કડક પગલાં લેવા માટે સૂચના આપી છે.
    Click here to Read More
    Previous Article
    વિધાનસભા બહાર મુકેશ રાઠવાના સમર્થનમાં આદિવાસી સંસ્કૃતિનો રંગ:ઢોલના તાલે ઝૂમ્યો સમાજ, ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચેલા મુકેશ રાઠવાનું પરંપરાગત નૃત્ય સાથે સ્વાગત
    Next Article
    સૌરાષ્ટ્ર-કચ્છનાં બ્લડ કેન્સરનાં દર્દીઓને મળશે લાભ:રાજકોટ કેન્સર હોસ્પિટલમાં પ્રથમ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને હેમેટોલોજી કેર સેન્ટર કાર્યરત, નજીવા દરે મળશે આધુનિક સારવાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment