Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈ ઓક્શનની કંપનીમાં ₹1.56 કરોડની ઉચાપત:માસ્ટરમાઇન્ડ નિખિલ ખલાસ સુરતથી ઝડપાયો, પોલીસે અત્યાર સુધીમાં ₹61.44 લાખ ફ્રીઝ કર્યા

    8 hours ago

    નારણપુરામાં રહેતા અને ‘ઈ પ્રોક્યોરમેન્ટ ટેક્નોલોજીસ લિમિટેડ’માં ફાઈનાન્સ હેડ તરીકે કામ કરતા ધ્વનિ કામાણીએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. કંપનીના સપોર્ટ મેનેજર ધરમ રાઠોડ અને નિખિલ ખલાસ પાસે એડમિન રાઈટ્સ હતા. બંનેએ નકલી ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ (DSC) બનાવી, અસલી બિડરોના ID-પાસવર્ડ બદલી નાખ્યા હતા. ત્યારબાદ એસ્ક્રો એકાઉન્ટમાંથી બિડરોની બેંક વિગતો બદલીને નિખિલ અને તેની પત્ની પ્રિયંકાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. 12 જાન્યુઆરી 2021થી 29 એપ્રિલ 2026 દરમિયાન ₹16 લાખ નિખિલના ખાતામાં અને ₹1.40 કરોડ પત્ની પ્રિયંકાના ખાતામાં ટ્રાન્સફર કરી કુલ ₹1.56 કરોડની ઉચાપત કરાઈ હતી. એલિસબ્રિજ PI કે. એમ. ભુવા અને LCB PSI એચ.ડી. વાઘેલાની ટીમે ટેકનિકલ મોનિટરિંગ કરી, મહારાષ્ટ્ર, MP અને JK માં લોકેશન બદલતા માસ્ટરમાઇન્ડ નિખિલ ખલાસને સુરતના કતારગામથી ઝડપી લીધો હતો. પોલીસે અત્યાર સુધીમાં ₹61.44 લાખ ફ્રીઝ કરાવ્યા છે. પરિણીતા સાથે ₹5 લાખના દહેજ અને મારપીટની ફરિયાદ નરોડામાં રહેતી 30 વર્ષીય યુવતીના લગ્ન 2023માં મહેસાણાના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પતિએ શેરબજારમાં રોકાણ કરવા પૈસાની માગણી કરતાં પિતાએ ₹1.50 લાખ રોકડ અને દાગીના આપ્યા હતા. દહેજ પેટે વધુ ₹5 લાખની માગણી કરી સાસરિયાઓએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. નણંદ તેને 'નેપાળી' કહીને ઝઘડો કરતી હતી, જ્યારે પતિ બીમારીમાં સારવાર ન કરાવી પેટ પર બેસીને ગળું દબાવતો હતો. પતિના લેપટોપમાંથી અન્ય યુવતી સાથેની વાંધાજનક ચેટ મળી આવી હતી અને તેણે યુવતીની ફોઈની સ્ત્રી મિત્ર સાથે પણ ગંદા ઈશારા કર્યા હતા. પતિએ હેરાન કરીને ઘરમાંથી કાઢી મુકતા આખરે પીડિતાએ પિયર આવી પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાંઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    જો 'એનાલોગ પનીર' વાપર્યું તો જેલ ભેગા થશો!:ગુજરાતમાં એનાલોગ પનીર-ચીઝના ઉત્પાદન, વેચાણથી લઈને સંગ્રહ-પરિવહન પર સરકાર દ્વારા આવતીકાલથી પ્રતિબંધ
    Next Article
    संकट में सोरेन, क्या करेंगे रद्द परीक्षाएँ और नियुक्ति, कब रुकेगा पेपर लीक

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment